Sunday, 28, May, 2017

ભરૂચમાં સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઉકાળાના વિનામૂલ્ય વિતરણ

PUBLISHED: 01:02 PM, 11 Feb 2015 | UPDATED: 04:02 PM, 13 Feb 2015
http://vtvgujarati.com/news/ukalo.jpg
ગુજરાતમાં સ્વાઇન ફ્લુએ માથું ઉંચકતા હાહાકાર મચી જવા પામ્યો છે. ભરૂચમાં પણ સ્વાઇન ફ્લુના કેસો બહાર આવતા લોકોમાં દહેશત ઉભી થઇ છે. સ્વાઇન ફ્લુના કહેર સામે રક્ષણ આપવા જિલ્લા પંચાયતના આયુર્વેદીક  વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આયુર્વેદિક ઉકાળાનું ઝાડેશ્વર ખાતે વિના મુલ્યે વિતરણ હાથ ધરાયું છે..જેનો અંદાજે ચાર હજાર જેટલા લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો. 

ભરૂચનાં ઝાડેશ્વરમાં સાંઇ મંદિર અને ગામમાં પટેલની વાડી પાસે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું. જેમાં અંદાજે 4000થી વધુ ગ્રામજનોને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. કોઇ પણ રોગ થવા પાછળ માણસમાં રહેલી રોગ પ્રતિકારક શક્તિ જવાબદાર છે. જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને રોગ જલ્દી લાગુ પડે છે.

 આયુર્વેદિક ઉકાળાથી વ્યક્તિમાં રહેલી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેનાથી સ્વાઇન ફ્લુ સામે રક્ષણ મળે છે.  
રોજ સ્વાઇન ફ્લુના ભરડામાં રાજ્યની જનતા વધુને વધૂ હોમાતી જાય છે.. અને તે જોઇ લોકોમાં એક દહેશતનું મોજું ફરી વળ્યું છે. આ કારણોસર અહીં પણ આયુર્વેદિક ઉકાળો પીવા માટે કતારો લાગી ગઇ હતી.  

Related News


loading...