Sunday, 26, February, 2017

સ્મૃતિ ઈરાની કેમેરા મામલે શો રૂમના CEO અને MDની પૂછપરછ થશે

PUBLISHED: 11:04 AM, 04 Apr 2015 | UPDATED: 11:04 AM, 04 Apr 2015
http://vtvgujarati.com/news/images-(1)44.jpg
કેદ્રીય માનવ સંસાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીએ શુક્રવારે ગોવામાં એક શોરૂમના ચેજિંગ રૂમના દ્રશ્યો કેદ કરતો સીસીટીવી કેમેરા પકડી લીધો છે.ત્યારે તેમની ફરિયાદ પર પોલીસે મેનેજર અને સ્ટાફની વિરુદ્ધ કેસ દાખલ કરીને ચાર કર્મચારીઓની ધરપકડ કરી છે.જે સંદર્ભે આજે શોરૂમના CEO અને MDની પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસે સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ જપ્ત કરી લીધા છે. વીડિયોમાં ટ્રાયલ રૂમમાં કપડાં બદલતા લોકો સ્પષ્ટ જોઇ શકાય છે. કેમેરાનું રેકોર્ડિંગ સ્ટોર મેનેજરના કમ્પ્યુટર સ્ટોરમાં થતું હતું. પોલીસે સ્મૃતિ અને તેમની પહેલા ચેન્જિંગ રૂમમાં ગયેલી મહિલાનું નિવેદન પીડિત તરીકે નોંધ્યું છે.ગોવાના મુખ્યપ્રધાન લક્ષ્મીકાંત પારસેકરે જણાવ્યું હતું કે દોષિતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.

Related News

નર્મદાના ચોપડગાવ ગામમાં પૌત્રએ કરી દાદા અને દાદીની હત્યા

નર્મદાના ચોપડગાવ ગામમાં પૌત્રએ કરી દાદા અને દાદીની હત્યા

અક્ષય બેરોજગાર હોવાથી દાદા-દાદી પાસેથી દાદાગીરી કરીને નાણાં માગતો હતો......


loading...