Thursday, 25, May, 2017

આજે જાણીશું સુરત શહેરનાં ડીંડોલી વિસ્તારની પરિસ્થિતી વિશે

PUBLISHED: 10:04 AM, 09 Apr 2015 | UPDATED: 10:04 AM, 09 Apr 2015
http://vtvgujarati.com/news/vord.jpg
આજે વાત કરીશુ સુરત શહેરનાં વોર્ડ નંબર 37 એટલે કે ડીંડોલી વિસ્તારની. 

ડીંડોલી વિસ્તાર આમ તો સુરત શહેરમાં નવો સમાવિષ્ટ વિસ્તાર કહેવામાં આવે છે. પરંતુ અહીં પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ પુરવાર થયું છે.લોકોમાં પ્રશાસન અને નેતાઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો સાંભળો ડીંડોલીનાં રહીશો શુ કહે છે.

સુરત મહાનગર પાલીકાનાં ડીંડોલીમાં વિકાસની ગતિ કેવી છે. અહી એક બે નહિ પરંતુ 142 સોસાયટીઓમાં આવી જ સમસ્યા જોવા મળે છે. સ્થાનિકો વારંવાર પોતાની સમસ્યાઓ લઈને લિંબાયત ઝોન ઓફિસમાં જાય છે.પરંતુ અહી તેમને માત્ર આશ્વાસન અને નેતાઓ પાસે ખોખલા વચનો જ મળે છે..પંદર વર્ષથી અસ્તિત્વ ધરાવતી આ સોસાયટીમાં રસ્તા, પાણી અને ગટરની ખૂબ મોટી સમસ્યા છે, અને હવે આ સમસ્યા અહીનાં રહીશો માટે પ્રાણપ્રશ્ન બની ગઈ છે.  

ડીડોંલૂવિસ્તારનાં રહીશો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે , તો હવે જોઈએ કે નગર સેવક અને વિપક્ષનાં નેતાઓ શુ કહે છે. ડીંડોલી એટલે કે વોર્ડ નંબર 37ની સમસ્યા અને વિકાસની ધીમી ગતિ વિશે જાણીએ.

Related News


loading...