Tuesday, 24, January, 2017

વલસાડના ખેડૂતોનો કેરીઓને બજાર સુધી પહોંચાડવા અંતિમ પ્રયાસ

PUBLISHED: 12:04 PM, 18 Apr 2015 | UPDATED: 12:04 PM, 18 Apr 2015
http://vtvgujarati.com/news/1369895294_mango_talala.jpg
વલસાડી આફૂસ પકવતા ખેડૂતો માટે આ વર્ષ ભારે આફત લઇ આવ્યું છે. એક તરફ રૂઠેલા ઇદ્ર દેવને કારણે થયેલા કમોસમી માવઠાએ  વલસાડી આફૂસના પાકને વ્યાપક નુકશાન કર્યું છે.તો હવે રહી સહી કેરી પર ચોરોની બાઝ નજર છે. ત્યારે મોંઘા ભાવની દવા,ખાતર અને મજુરીના ખર્ચને કાઢવા  વલસાડના ખેડૂતો આંબા પરની બચી ગયેલ કેરીઓને બજાર સુધી પહોંચાડવા અંતિમ પ્રયાસ કરી રહ્યાં છે. 

વલસાડ જિલ્લામાં આ વખતે આ આંબાવાડીમાં  માત્ર 30 ટકા કેરીઓ જ બચી છે. જેને બચાવવા ખેડૂતો હાલ મહેનત કરી રહ્યા છે. કેરીઓની માવજત થઇ રહી છે. પરંતુ એક ખતરો હજી  કેરીના માથે તોળાઈ રહ્યો છે. જે છે કેરી ચોર ગેંગનો.જી હા, આંબા માલિકોને હાલ કેરી ચોર ગેંગથી ભારે ખતરો છે.હાલ મોંઘા ભાવની કેરી ચોરવાના બનાવો વધશે. જેથી આંબાવાડીઓના માલિકો રખેવાળી કરવામાં લાગી ગયા છે.

કેરીઓ ચોરવાની બીકે વલસાડની આંબા વાડીઓમાં હાલ રખા રાખવામાં આવી રહ્યાં છે. રખા એટલે આંબા પરની કેરી નું રખેવાળી કરતા ખાસ લોકો. વલસાડમાં પઠાણ  લોકો વર્ષોથી મકાનની રખેવાળી કરતા જોવા મળે છે. પરંતુ હવે ખેડૂતો આ પઠાણને પોતાની વાડીઓમાં કેરીની રખેવાળી કરવાનું કામ સોંપી રહ્યાં છે.

આ પઠાણ  લોકો શરીરના બાંધે મજબુત હોય છે. તેમની હાજરી માત્રથી ચોરટોળકી વાડીથી દૂર રહે છે.. વાડી માલિકો પણ રખેવાળોને કારણે પોતાના કેરીના પાક માટે નિશશ્ચત છે.

Related News

વિવિધ ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતનું કામ સરળ બન્યું

વિવિધ ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતનું કામ સરળ બન્યું

મોબાઈલના માધ્યમથી પાણીનો બોર ચાલુ-બંધ કરવા માટેના ઉપકરણની શોધ થઈ.....

ખાંડના ભાવ વધતાં નર્મદાનાં ખેડૂતોમાં આનદનો માહોલ

ખાંડના ભાવ વધતાં નર્મદાનાં ખેડૂતોમાં આનદનો માહોલ

જીલ્લાના ખેડૂતો પાસેથી ચાલુવર્ષે શેરડી ના 1 ટનના $ 2055 ના ભાવે ખેડુત પાસેથી શેરડી ખરીદાશે....

નવસારી કૃષિ વૈજ્ઞાનિકોની એક અનોખી સફળતા મળી

નવસારી કૃષિ વૈજ્ઞાનિકોની એક અનોખી સફળતા મળી

કેળના થડમાંથી કુદરતી પ્રવાહી ખાતર બનાવવાની શોધને સફળતા મળી......


loading...