Sunday, 26, February, 2017

"છેલ્લો દિવસ" ફિલ્મનું કમ્પોઝિશન કરી પોરબંદરનો બ્રિજેન ગજ્જર બન્યો સેલિબ્રિટી

PUBLISHED: 02:03 PM, 11 Mar 2016 | UPDATED: 02:03 PM, 11 Mar 2016
http://vtvgujarati.com/news/brijen.jpg
ગુજરાતી મુવી છેલ્લા દિવસને મળેલી ભવ્ય સફળતા બાદ આ ફિલ્મની થીમ સોંગને પણ ભારે પ્રશંસા મળી રહી છે. પોરબંદરના યુવા સીંગર દ્વારા તૈયાર કરાયેલ આ થીમ સોંગને આ ફિલ્મના ડાયરેટર સહિત મ્યુઝીક ડાયરેટર દ્વારા પણ બિરદાવાયુ છે..ત્યારે ચાલો જોઈએ કોણ છે યુવા સીંગર.

પોરબંદરના માધવ પાર્કમાં રહેતો બ્રિજેન ગજ્જર આજે સેલિબ્રિટી બન્યો છે. ગુજરાતી મૂવી છેલ્લો દિવસના થીમ સોન્ગનું સ્કિરીપ્ટીંગ, કમ્પોઝિશન બ્રિજેન ગજ્જરના નામે જ છે. એટલું જ નહીં  બ્રિજેને થિમ સોંગને પોતાનો સ્વર પણ આપ્યો છે. બ્રિજેન માને છે કે, આ સફળતા તેમને લાઈવ ડ્રામા નરસૈયા  ના  સર્જક નિમેષ દેસાઈના માર્ગદર્શનના ભાગ રૂપે મળી છે. એન્જીનિયરિંગનો અભ્યાસ છોડીને ગીતની માયા લગાડી બેઠેલા બ્રિજેને અત્યાર સુધીમાં 18 ગુજરાતી ગીતોનું કમ્પોઝિશન કર્યું છે.

એક તરફ ગુજરાતી ફિલ્મ વિશ્લેષકો ઈન્ડસ્ટ્રી સામે સંકટ તોળાઈ રહ્યું છે.  તેવામાં યાદ રહેવું જોઈએ કે, બોલિવુડને ગુજરાતી પૃષ્ઠભૂમીએ અનેક સફળ ગાયક અને સંગીતકાર આપ્યા છે. અને આજે પણ બ્રેજેન જેવા ઉભરતા સંગીતકારો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રાણવાયૂ ફૂંકવા મન મૂકીને પ્રયાસ કરી રહ્યાં છે. 

Related News

ગુજરાતી ચલચિત્રોને વેગ આપવા સરકારની નવી નીતિઃ ૫૦ લાખ સુધી સહાય

ગુજરાતી ચલચિત્રોને વેગ આપવા સરકારની નવી નીતિઃ ૫૦ લાખ સુધી સહાય

રાજય સરકારે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ.

ગોવિંદભાઈ પટેલના બેસણામાં ઢોલિવૂડ ઊમટ્યું

ગોવિંદભાઈ પટેલના બેસણામાં ઢોલિવૂડ ઊમટ્યું

મુંબઈથી તેમની માનિતી હિરોઈન રોમા માણેક ખાસ આવી હતી અને શ્રદ્ધાંજાલિ આપી હતી.....

ગુજરાતી ફિલ્મોના ભિષ્મ પિતામહ ગોવિદભાઈ પટેલનું નિધન

ગુજરાતી ફિલ્મોના ભિષ્મ પિતામહ ગોવિદભાઈ પટેલનું નિધન

દેશ રે જોયા દાદા પરદેશ જોયા જેવી ઘણી ગુજરાતી સુપરહિટ ફિલ્મોનું નિર્ણામ કર્યું છે.....


loading...