Thursday, 25, May, 2017

ભારતમાં પ્રથમ ઊંટડીના દૂધનો પ્લાન્ટ કચ્છમાં બનાવાયો, હવે ઊંટડીનું દૂધ બજારમાં વેચાશે

PUBLISHED: 12:03 PM, 25 Mar 2016 | UPDATED: 12:03 PM, 25 Mar 2016
http://vtvgujarati.com/news/camel_milk_2.jpg
ભારત પ્રથમ  વખત કચ્છ જીલ્લામાં ઊંટડીના દૂધનું  પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. કેદ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા ઊંટ સવર્ધન તેમજ માલધારી આજીવિકા જળવાઈ રહે તેવા આશયથી કરોડો ખર્ચે ઊંટડીના દૂધ માટે  પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.  
  
હવે બજારમાં વેચાશે ઊંટડીનું દૂધ 
ઊંટપાલકોને હવે મળશે રોજગારી 
ઊંટડીના દૂધમાંથી બનશે મીઠાઇ અને આઇસક્રીમ 

કચ્છમાં ઊંટપાલકો પોતાનું ગુજરાન પ્રવાસીઓને ઊંટની શેર કરવી ચલાવતા હોય છે. અને તેમાં તેમને જોઇએ તેટલું વળતર મળતું નથી. ત્યારે કચ્છના સાડાત્રણસો  જેટલા ઊંટપાલકો માટે એક ખુશીના સમાચાર છે. હવે તેઓ પણ ઊંટણીનું દૂધથી કમાણી કરી શકશે.ઊંટડીના દૂધને માર્કેટમાં વેચાણ માટે ભારત સરકાર તરફથી  ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન માન્યતા પ્રાપ્ત થયા બાદ ઊંટડી દૂધ માર્કેટમાં મળતું થશે.     

રાજ્ય સરકાર, પશુપાલન વિભાગ અને સહજીવન સંસ્થા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ઊંટડીનું  દૂધ તેમજ દૂધમાંથી બનતી વિવિધ મીઠાઈ તેમજ આઈક્રીમ માર્કેટમાં વેચાણ કરવામાં આવશે. ઊંટડીના દૂધ વેચાણ માટે દૂધ કલેકશન કરી અમુલ ડેરી દ્વારા દૂધ પ્રોસેસિંગ કરી  ઊંટડીનું દૂધ માર્કેટમાં વેચાણ કરવામાં આવશે. જેના કારણે ઊંટપાલકોને દૂધ સારા ભાવ મળવાને કારણે માલધારીને  આર્થિક ફાયદો થશે.  

 સ્વાસ્થ્ય માટે પણ ઊંટણીનું દૂધ ઘણું જ ફાયદાકારક છે. ત્યારે માર્કેટમાં ઊંટડીનું દૂધ મળતા પશુપાલકોને રોજગાર મળશે. પાણ સાથે ગ્રાહકોને દૂધમાં એક નવો અને સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ મળી રહેશે.  

Related News

ચાઈનાની કિયાને ધાર્યું કરી બતાવ્યુ

ચાઈનાની કિયાને ધાર્યું કરી બતાવ્યુ

તે હાલમાં ચીનમાં સેલિબ્રિટી સ્ટેટસ ભોગવે છે......

નોકરી-ધંધો છોડી નિકળ્યા ફરવા

નોકરી-ધંધો છોડી નિકળ્યા ફરવા

બનાવ્યુ મુવેબલ હોમ.....

તલવારથી હેરકટ કરી શકાય

તલવારથી હેરકટ કરી શકાય

વિયેતનામામાં હેટડ્રેસર ગુયેન હોંગ હુંગ સમુરાઇ તલવારથી ગ્રાહકને હેરકટ કરી આપે.....


loading...