Sunday, 22, January, 2017

સુરેન્દ્રનગરઃ ખેતરમાં ચાલવા જેવી નજીવી બાબતે બે જ્ઞાતિના જૂથો વચ્ચે હિંસક અથડામણમાં 11 લોકો ઈજાગ્રસ્ત

PUBLISHED: 08:09 AM, 26 Sep 2016 | UPDATED: 08:09 AM, 26 Sep 2016
http://vtvgujarati.com/news/s.nagar.jpg
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી રહી છે. ત્યારે સાયલા તાલુકાના સોખડા ગામે સીમ જમીનની વાડીમાં ચાલવા જેવી નજીવી બાબતે બે જુથ્થો વચ્ચે બોલાચાલી બાદ અથડામણ સર્જાઈ હતી. આ બનાવ બાદ બંને જુથો ફરીવાર સામસામે આવી જતા હિંસક અથડામણ સર્જાઈ હતી. જેમાં વધુ સાત લોકોને ઈજાઓ પહોંચી હતી.

સાયલા તાલુકાના સોખડા ગામે અલગ-અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે વાડીમાં ચાલવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં એક જૂથના સભ્યો દ્વારા સામેના જૂથના પાંચ વ્યક્તિઓને મારમારતા સારવાર અર્થે હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ફરી અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી બંને જ્ઞાતિના જૂથો સામસામે આવી જતા હિસંક અથડામણ સર્જાઈ હતી. જેમાં ચાર રાઉન્ડ ખાનગી ફાયરિંગમાં ખીમાભાઇ રાજાભાઈ, વાઘાભાઈ રૂખાભાઈ, ઈશુભાઈ રણછોડભાઈ, વીરાભાઇ ઘૂઘાભાઈ, જીવુબેન સુરાભાઈ સહીત અન્ય એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જયારે આ બનાવની જાણ થતા પાણશીણા, સાયલા અને ચુડા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં ચુડા પી.એસ.આઈ પી.સી. સિંગરખીયાને પણ ઈજાઓ પહોંચી હતી. જયારે વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ડીએસપી, ડીવાયએસપી સહીતનો પોલિસ કાફલો દોડી આવ્યો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.  જયારે જૂથ અથડામણના આ બનાવમાં બંને પક્ષના ફૂલ 11 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી 

Related News

હાર્દિકે સરકાર પર કર્યા પ્રહાર, સરકાર સામે આંદોલન ચાલુ રહેવાનો આલોપ્યો રાગ

હાર્દિકે સરકાર પર કર્યા પ્રહાર, સરકાર સામે આંદોલન ચાલુ રહેવાનો આલોપ્યો રાગ

હાર્દિકે કહ્યું કે લખતરમાં 15થી 17 હજાર લોકોની જનમેદની ઉમટી. જે દર્શાવે છે કે આંદોલન હજુ શાંત નથી...

સુરેન્દ્રનગર: Dysp કચેરીમાંથી જ આરોપી ભાગી ગયો, પોલીસ તંત્રમાં દોડધામ મચી

સુરેન્દ્રનગર: Dysp કચેરીમાંથી જ આરોપી ભાગી ગયો, પોલીસ તંત્રમાં દોડધામ મચી

આરોપી નવલસિંહ પરમારને કેસ અંગેની પૂરછપરછ માટે સુરેન્દ્રનગર બોલાવવામાં આવ્યો હતો...


loading...