Thursday, 27, April, 2017

પુણે: મરાઠા સમુદાયે કાઢી મૌન રેલી, 20 લાખ લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા

PUBLISHED: 07:09 PM, 27 Sep 2016 | UPDATED: 07:09 PM, 27 Sep 2016
http://vtvgujarati.com/news/maratha1.jpg
મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કર્યા બાદ મરાઠા સમુદાયના લોકોએ પોતાની માંગો સાથે રવિવારે પુણેમાં મૌન રેલી કાઢી હતી. 'મરાઠા ક્રાંતિ મૂક મોર્ચા' બેનર હેઢળ આ મૌન રેલીમાં મરાઠા સમુદાયની મહિલાઓ, પુરુષો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, વકીલો અને ડોક્ટરો સહિત લાખો લોકોએ આ રેલીમાં ભાગ લીધો હતો. આ પ્રદર્શન ત્રણ કલાક સુધી ચાલ્યું હતું અને દેખાવકારોએ ડેક્કન જિમખાનાથી કાઉન્સિલ હોલ સુધી માર્ચ કર્યું હતું. અહીં છ છોકરીઓએ પુણે જિલ્લાના કલેક્ટર સૌરભ રાવને પોતાની માંગોની જાહેરાત સોંપી હતી.


આ સમુદાય કોપર્ડી બલાત્કાર અને હત્યા મામલામાં દોષિતોને સજા આપવા તેમજ શિક્ષણ અને નોકરીઓમાં કોટા, એસટી, એસટી (અત્યાચાર નિરોધક કાયદા)માં ફેરફાર, ખેડૂતોના દેવાની માફી અને કૃષિ ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો કરવાની ગેરંટી સાથે પોતાની માંગોને લઈને જુદા જુદા જિલ્લાઓમાં આ રેલી કાઢી હતી.  

Related News

પાર્રિકરે અસહિષ્ણુતા મુદ્દે આમિર ખાનની ઝાટકણી કાઢી, ટિપ્પણીને

પાર્રિકરે અસહિષ્ણુતા મુદ્દે આમિર ખાનની ઝાટકણી કાઢી, ટિપ્પણીને "ઘમંડી" ગણાવી

રક્ષા મંત્રી મનોહર પર્રિકરે બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનના દેશ છોડવાના નિવેદન પર નિશાન તાક્યું છે.

જર્મન બેકરી બોમ્બ બ્લાસ્ટમાં દોષિતને ફાંસીની સજા ફટકારી

જર્મન બેકરી બોમ્બ બ્લાસ્ટમાં દોષિતને ફાંસીની સજા ફટકારી

પૂણેની સેશન્સ કોર્ટે હિમાયત બેગને દોષિત ઠેરવ્યો છે


loading...