Thursday, 25, May, 2017

પિતા-પુત્રે રચી બંટી-બબલીની જોડી, જમીન અને કન્ટ્રકશનના નામે 600 કરોડનું ફૂલેકું

PUBLISHED: 12:10 PM, 20 Oct 2016 | UPDATED: 12:10 PM, 20 Oct 2016
http://vtvgujarati.com/news/fulekabaz.jpg
વાત કરીએ ભૂજની. તો ગુજરાત હાઇકોર્ટના હુકમ બાદ ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. જમીન, કંટ્રક્શન પેઢી સામે નોંધવામાં આવી છે ફરિયાદ. શું છે મામલો આવો નજર કરીએ. 

ફૂલેકાબાજની ખેર નથી   
પિતા-પુત્રે રચી બંટી-બબલીની જોડી 
જમીન અને કન્ટ્રકશનના નામે 600 કરોડનું ફૂલેકું 
ફરિયાદ નોંધાવવા પ્રજાના ઘસાયા ચપ્પલ 

નેશનલ કન્ટ્રક્શન કંપનીના માલિક ખીમજી હરજી પટેલ તથા તેમનો પુત્ર રમેશ ખીમજી પટેલ નામના બાપ દીકરાએ કચ્છના અનેક રોકાણકારોને ચુનો લગાવ્યો. ફૂલેકું ફેરવી પિતા-પુત્રની જોડી ફરાર થતા નાણાં ખોઈ બેઠેલા લોકોએ ઠગો સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશનના અનેક ધરમ ધક્કા ખાધા, પરંતુ પોલીસની ઢીલિ નીતિના કારણે ફરિયાદ કરવા પહોંચેલા લોકોએ દર વખતે લીલા તોરણે પરત ફરવાનો વારો આવ્યો હતો. ભોગ બનનારા લોકોનું એક પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી હતી.  

ફૂલેકાબાજની ખેર નથી  
પોલીસની ઢીલિ નીતિનો આવ્યો અંત 
ઠગ સામે હાઈકોર્ટની લાલ આંખ 

અનેકો ફરિયાદ કર્યા બાદ હારીને ઠગના શિકાર બનેલા લોકો હાઈકોર્ટના શરણે પહોંચ્યા હતા. ત્યારે હવે હાઈકોર્ટે લોકોને ટાઢા પાણીએ નવડાવનાર પિતા-પુત્રની ઠગ જોડી સામે ફરિયાદ નોંધવા પોલીસને હુકમ કર્યો છે. હાઇકોર્ટના હુકમ બાદ ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. જમીન, કંટ્રક્શન પેઢી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 

કચ્છ : HCના હુકમ બાદ ભુજ એ ડિવિઝનમાં નોંધાઈ ફરિયાદ 
જમીન, કંટ્ર~શન પેઢી સામે નોંધવામાં આવી ફરિયાદ  
નેશનલ પેઢીના માલિક સામે નોંધવામાં આવી ફરિયાદ  
પેઢીના માલિક 600 કરોડનું ફુલેકું ફેરવી થયા ફરાર 
પોલીસે કાર્યવાહી ન કરતાં હાઈકોર્ટમાં ફરિયાદ કરાઈ હતી  

Related News

ભુજના ઔતિહાસિક કિલ્લાને ત્રાસવાદી અડ્ડો બનાવાયો, ફિલ્મ શુટિંગ દરમિયાન ભુજિયા કિલ્લા પર ગેરકાયદે પ્રવૃતિ

ભુજના ઔતિહાસિક કિલ્લાને ત્રાસવાદી અડ્ડો બનાવાયો, ફિલ્મ શુટિંગ દરમિયાન ભુજિયા કિલ્લા પર ગેરકાયદે પ્રવૃતિ

કિલ્લાની દિવાલ પર એકે-47નું ચિત્રણ કરવામાં આવ્યું, કિલ્લામાં આરેબીક ભાષામાં લખાણો લખવામાં આવ્યા...

કચ્છ: ભુજમાંથી રૂ. 34000ની 2000ના દરની નકલી નોટ ઝડપાઈ

કચ્છ: ભુજમાંથી રૂ. 34000ની 2000ના દરની નકલી નોટ ઝડપાઈ

એલસીબીની ટીમે રૂ. 2 હજારના દરની 17 નકલીનોટ ઝડપાયેલા આરોપી પાસેથી જપ્ત કરી હતી...

કચ્છ: ધોરડો ખાતે આજથી રણોત્સવનો પ્રારંભ, CM વિજય રૂપાણીના હસ્તે વિધિવત ખુલ્લો મુકાશે

કચ્છ: ધોરડો ખાતે આજથી રણોત્સવનો પ્રારંભ, CM વિજય રૂપાણીના હસ્તે વિધિવત ખુલ્લો મુકાશે

આ ઉપરાંત ધોરડો ખાતે વિવિધ સંસ્કૃતિક કાર્યકમનું પણ આયોજન કરવામાં આવ્યું છે...


loading...