Sunday, 26, February, 2017

પીઠવડીમાં ત્રણ સિંહે મચાવ્યો આતંક, ત્રણ વ્યક્તિ પર હુમલો, ગાયનું કર્યું મારણ, લોકો ઘર બંધ કરી ધાબા પર ચઢવા થયા મજબુર

PUBLISHED: 10:10 AM, 27 Oct 2016 | UPDATED: 10:10 AM, 27 Oct 2016
http://vtvgujarati.com/news/lion35.jpg
સાવરકુંડલાના પીઠવડી ગામે સાંજે 9 વાગ્યાની આસપાસ ગામમાં 3 સિંહો ઘૂસી જઇને એક ગાય નું મારણ કર્યું  હતુ, અને 3 વ્યકિતઓ પર સિંહે હુમલો કર્યો હતો. ત્રણેય લોકોને સારવાર અર્થે સાવરકુંડલા ખસેડવામાં આવ્યાં હતાં. પીઠવડી ગામ માં 3 સિંહો આવ્યાની જાણ વનવિભાગને થતાં વનવિભાગ અને પોલીસનો કાફલો પીઠવડી ગામમાં પહોંચી ગયો હતો. 

ગામ ના મોટા ભાગના લોકો પોત પોતાના ઘર ના બારી દરવાજા બંધ કરી ધાબા પર ચડી ગયા હતાં. વનવિભાગ અને પોલીસ તેમજ ગ્રામજનોએ સિંહોને ગામમાંથી દુર હાંકી કાઢવા માટે મહેનત કરી હતી અને ત્રણ કલાક બાદ સિંહો ગામની બહાર નીકળ્યા હતાં. આ ઘટનાથી સમગ્ર પીઠવડી ગામ મા ભય નું વાતાવરણ બની ગયુ હતુ. 

અમરેલી : સાવરકુંડલાના પીઠવડી ગામમાં સિંહ ઘુસ્યા 
3 સિંહે એક ગાયનું મારણ કર્યુ અને 3 લોકો પર હુમલો કર્યો 
ત્રણ ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ ખસેડાયા 
વનવિભાગના અધિકારી  અને ગામલોકોએ સિંહને બહાર કાઢયા  

Related News

અમરેલી: પોલીસ જમાદાર લૂંટાયા, 3 બાઇકસવારોએ માર મારી લૂંટ ચલાવી

અમરેલી: પોલીસ જમાદાર લૂંટાયા, 3 બાઇકસવારોએ માર મારી લૂંટ ચલાવી

પોલીસ ફરિયાદ નહીં કરવાની જમાદારને ધમકી આપી છે. ઇજાગ્રસ્ત જમાદારને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ...

અમરેલી: ઝૂંપડામાં લાગી ભીષણ આગ, ત્રણ બાળક બળીને થયા ખાખ

અમરેલી: ઝૂંપડામાં લાગી ભીષણ આગ, ત્રણ બાળક બળીને થયા ખાખ

ધારીના ગીગાશણ ગામે વાડી વિસ્તારમાં ઝૂપડામાં આગ, આગ લાગતા 3 બાળકો બળીને ખાખ

VIDEO: શિક્ષક કે શેતાન...! અમરેલીમાં એક શિક્ષકની શેતાનીયત CCTV કેમેરામાં થઈ કેદ

VIDEO: શિક્ષક કે શેતાન...! અમરેલીમાં એક શિક્ષકની શેતાનીયત CCTV કેમેરામાં થઈ કેદ

દસ દિવસ બાદ વાયરલ થયેલા વીડિયો થી અમરેલી જિલ્લાના શિક્ષણ તંત્ર માં હલચલ મચી ગઇ છે...


loading...