Thursday, 25, May, 2017

ગાંધીધામ: 3 ખાનગી કંપનીમાં ભીષણ આગ થઈ બેકાબૂ, કંપનીઓને કરોડોનું નુકશાન

PUBLISHED: 10:11 AM, 22 Nov 2016 | UPDATED: 10:11 AM, 22 Nov 2016
http://vtvgujarati.com/news/aa55.jpg
ગાંધીધામના કંડલા સ્પેશિયલ ઇકોનોમી ઝોનમાં આવેલી  3 ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી છે..રાત્રે લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે. આગ પર કાબુ મેળવવા 15 ફાયર ફાઇટર ઘટના સ્થળે જહેમત ઉઠાવી રહ્યાં છે. જો કે એક પછી એક એમ 3 કંપનીઓમાં આગ લાગતા હજુ કાબુ મેળવી શકાયો નથી. આગ આસપાસની બીજી કંપનીમાં ન ફેલાય તેં માટે ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અને ફાયર ફાઇટર ટીમ દ્રારા પ્રયાસ ચાલુ છે. જયારે આ  ભીષણ આગ નાં બનાવ ના પગલે તંત્ર મા દોડધામ મચી ગઇ છે. 

તમને કંપનીના નામ જણાવી દઇએ તો,  હરીશ પ્રોસેસર, સફારી પોલીમર અને ફ્લેશ અપારેલ્સ કંપનીનો સમાવેશ થાય છે. ત્રણેય કંપનીમા આગ ને પગલે કરોડોનું નુકસાન થયું છે. કંપનીમાં રહેલ માલસમાન રાખ થઈ ગયો હતો. વિકરાળ આગ ની ઘટનાની જાણ થતા કંડલા સ્પેશિયલ ઈકોનોમી ઝોનના ઝોનલ ડેવલોપમેન્ટ કમિશ્નર ઉપેદ્ર વશિષ્ટ સહીત ઉચ્ચ અધિકારીઓ નો કાફલો ઘટના દોડી આવ્યો હતો. આગ પર કાબુ પર મેળવવા ફાયર ફાઇટર  અને ERC વિભાગ ના પ્રયાસો ચાલુ છે. ભીષણ આગ ને પગલે આસપાસ ની કંપની મા પણ આગ ને પગલે ભય નો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. હાલ આગ ને પગલે હજુ સુધી કોઈ પણ જાનહાની ના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

Related News

પ્રધાનમંત્રી મોદી ભુજ એરપોર્ટ પહોંચ્યા, મુલાકાતને લઇ લોકોમાં ઉત્સાહ

પ્રધાનમંત્રી મોદી ભુજ એરપોર્ટ પહોંચ્યા, મુલાકાતને લઇ લોકોમાં ઉત્સાહ

એરપોર્ટ પર તેમનું સ્વાગત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી...

કારચાલકે ટ્રાફિક પોલીસ પર કર્યો હુમલો, ધોકાથી મારમારી કારચાલક ફરાર

કારચાલકે ટ્રાફિક પોલીસ પર કર્યો હુમલો, ધોકાથી મારમારી કારચાલક ફરાર

વચ્ચે પડેલા લોકોએ તેને ઠપકો આપતાં ઉશ્કેરાયેલા શખ્સે રસ્તા બેદરકારીપૂર્વક ગાડી દોડાવી દીધી હતી...

કચ્છ: મુંદ્રાથી નીકળેલી ટ્રકમાંથી અધધધ... 50 કિલો સોનું ઝડપાયું

કચ્છ: મુંદ્રાથી નીકળેલી ટ્રકમાંથી અધધધ... 50 કિલો સોનું ઝડપાયું

મરઘાં ઇંડા બ્રોડર પેનલની આડમાં લવાતું હતુ સોનું, હરનીક સિંહની અટક કરી તપાસ શરૂ કરાઇ...


loading...