Sunday, 30, April, 2017

બેન્કમાં ખાતું ન હોય તેવા લોકોને પણ મળશે ડેબિટ કાર્ડ, જાણો શું છે સરકારની નવી યોજના

PUBLISHED: 08:11 AM, 27 Nov 2016 | UPDATED: 08:11 AM, 27 Nov 2016
http://vtvgujarati.com/news/debit-cards-1024x512.jpg
નોટબંધી પછી સરકાર રૂ.500 અને 1000 પ્લાસ્ટિક મનીનો ઉપયોગ વધે તે માટે સરકાર તમામ વિકલ્પો પર કામ કરી રહી છે. તે અનુસાર આપની પાસે બેંક એકાઉન્ટ નથી તો પણ બેંક આપને ડેબિટ કાર્ડ મળશે. 

સરકારના નિર્દેશ અનુસાર તમામ બેંકો ખૂબ જ ઝડપથી આ સુવિધા ઉપલબ્ધ કરાવશે. આ સુવિધાને પ્રી-રીચાર્જ ડેબિટ કાર્ડ સેવાનું નામ આપવામાં આવ્યું છે. આ કાર્ડમાં નિશ્ચિત કરેલ રકમ જમા કરવામાં આવશે, લોકો તેનો ઉપયોગ પ્લાસ્ટિક મનીના રૂપમાં કરી શકાશે. કેન્દ્રીય નાણા મંત્રાલય તરફથી તમામ બેંકોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે જે લોકો પાસે બેંક ખાતા નથી તેમને આધારકાર્ડ અથવા તેમના ઓળખપત્રને આધારે તેમને પ્રી-રીચાર્જ ડેબિટ કાર્ડ આપવામાં આવે.

મંત્રાલય તરફથી કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિના પરિવારમાં કોઈ વ્યક્તિનું ખાતું હોય તો તે કાર્ડને તેની સાથે લિંક કરી શકાય. આના માટે કાર્ડ પ્રાપ્ત કરનારે તે વ્યક્તિ પાસેથી એક અરજી લઈને બેંકમાં આપવાની રહેશે. તેમા એક નિશ્ચિત રકમ નક્કી કરાશે. અધિકારીના જણાવ્યા અનુસાર જો પિતા કે માતા અથવા પરિવારના અન્ય સભ્યોના નામે ખાતું હોય તો તેનું કાર્ડ ખાતા સાથે લિંક કરી શકાશે. આવી રીતે કોઈ એકાઉન્ટ નહી હોય તો તેણે આધારકાર્ડના આધાર પર કાર્ડ આપતી વખતે તમામ પ્રક્રિયાનું પાલન કરવું પડશે.

મંત્રાલયના અધિકારીની જાણકારી મુજબ આ યોજનામાં એક ખાતા પર વધુમાં વધુ પાંચ કાર્ડ ઈસ્યુ કરવામાં આવશે. તેની સાથે સગીરવયના હોય તેમને પણ પ્રી રીચાર્જ ડેબિટ કાર્ડ આપવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે કાર્ડમાં રીચાર્જની મહત્તમ અને લઘુત્તમ રકમ નક્કી કરવામાં આવી નથી.

Related News

 દેશમાં પાસપોર્ટની ડુપ્લીકેસીને રોકવા માટે સરકાર લાવશે E-Passport, જાણો કેવી રીતે અટકશે પાસપોર્ટનો દુરુપયોગ

દેશમાં પાસપોર્ટની ડુપ્લીકેસીને રોકવા માટે સરકાર લાવશે E-Passport, જાણો કેવી રીતે અટકશે પાસપોર્ટનો દુરુપયોગ

પાસપોર્ટ્સની ડુપ્લીકેસી રોકવા માટે કેન્દ્ર સરકાર પાસપોર્ટ બનાવવાનાં નિયમોને વધારે સરળ બનાવવા જઈ રહી

...તો ભારતમાં પણ ચાલશે દુનિયાની સૌથી ઝડપી હાઈપરલૂપ ટ્રેન, એક કલાકમાં કાપશે 1223 kmનું અંતર

...તો ભારતમાં પણ ચાલશે દુનિયાની સૌથી ઝડપી હાઈપરલૂપ ટ્રેન, એક કલાકમાં કાપશે 1223 kmનું અંતર

બુલેટ ટ્રેન ચલાવવાના મામલે ભારત ભલે ચીન અને જાપાન જેવા દેશો કરતા પાછળ હોય. પરંતુ હાયપરપૂલ ટ્રાન્સપોર

 Video: લગ્નમાં આવેલો યુવાન એક પછી એક રૂ.1000ની નોટો ચાવી ગયો, મિત્રોએ વીડિયો બનાવી કરી દીધો વાઈરલ

Video: લગ્નમાં આવેલો યુવાન એક પછી એક રૂ.1000ની નોટો ચાવી ગયો, મિત્રોએ વીડિયો બનાવી કરી દીધો વાઈરલ

સોશિયલ મીડિયા પર હાલમાં એક અજીબ વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક યુવક જૂની રૂ.1000ની નોટો ચાવતો જોવા મળ


loading...