Friday, 31, March, 2017

સુરેન્દ્રનગર: Dysp કચેરીમાંથી જ આરોપી ભાગી ગયો, પોલીસ તંત્રમાં દોડધામ મચી

PUBLISHED: 10:11 AM, 30 Nov 2016 | UPDATED: 10:11 AM, 30 Nov 2016
http://vtvgujarati.com/news/srd.jpg
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત કથળી રહી છે. ડીવાયએસપી કચેરીમાંથી આરોપી નવલસિંહ કોઈ બહાનું બતાવી ફરાર થઇ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જયારે આ બનાવને પગલે જિલ્લા પોલીસવડા દ્વારા અલગ-અલગ ટિમો બનાવી શહેરના મુખ્ય માર્ગો સહીત સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે. તેમજ મોડી રાત સુધી ડીએસપી કચેરી ખાતે પોલીસવડાની હાજરીમાં ડિવાઇસએપી, પીએસઆઈ સહીત પોલીસકર્મીઓની બેઠક ચાલી હતી.

 જો કે હાલ આ મામલે જિલ્લા પોલીસવડાએ કાઈપણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. ડીવાયએસપી કચેરીમાંથી જ હત્યાની કોશિશના ગુન્હામાં સંડોવાયેલ 307નો આરોપી ભાગી જતા પોલીસતંત્રની કામગીરી અને સુરક્ષા પર પણ અનેક સવાલો ઉભા થયા છે. 

ઉલ્લેખનિય છે કે ચુડા તાલુકાના સોનઠા ગામે અગાઉ દલિત સરપંચ પર ફાયરિંગની ઘટનામાં સાક્ષીને ડરાવી ધમકાવી તેમના સગા નાના ભાઈ નવલસિંહ પરમારની સંડોવણી હોવાનું દર્શાવી ખોટી ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આઈ.આઈ.એસ ઓફિસર વિરુધ્ધ ચુડા પોલીસ મથકે 307 મુજબ હત્યાની કોશિશ અંગેનો ગુન્હો નોંધી કેસ ચાલી રહ્યો હતો. તે દરમિયાન આરોપી નવલસિંહ પરમારને કેસ અંગેની પૂરછપરછ માટે સુરેન્દ્રનગર બોલાવવામાં આવ્યો હતો. 

Related News

સુરેન્દ્રનગર: મહિલા દ્વારા છેતરપિંડી, 20થી 22 લાખ રૂપિયા અને લોકોના ઘરેણા લઈ મહિલા રફૂચક્કર

સુરેન્દ્રનગર: મહિલા દ્વારા છેતરપિંડી, 20થી 22 લાખ રૂપિયા અને લોકોના ઘરેણા લઈ મહિલા રફૂચક્કર

અલગ-અલગ મહિલા મંડળ બનાવી 20થી વધુ મહિલાઓને રૂપિયા અને લોન આપવાની લલાચ આપી હતી...

સુરેન્દ્રનગર: રામા ભરવાડે જાહેરમાં કર્યું ફાયરિંગ, રામા ભારવાડે અગાઉ સાંસદને માર્યો હતો લાફો

સુરેન્દ્રનગર: રામા ભરવાડે જાહેરમાં કર્યું ફાયરિંગ, રામા ભારવાડે અગાઉ સાંસદને માર્યો હતો લાફો

ફાયરિગ કરી રામા ભારવાડ ફરાર, રામા ભારવાડે અગાઉ સાંસદને માર્યે હતો લાફો...

સુરેન્દ્રનગર: તલાટી કમ મંત્રીની પરીક્ષામાં થયેલ કૌભાંડના બે પરીક્ષાર્થીઓની ધરપકડ

સુરેન્દ્રનગર: તલાટી કમ મંત્રીની પરીક્ષામાં થયેલ કૌભાંડના બે પરીક્ષાર્થીઓની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લામાં તલાટીની 124 જગ્યા માટે 1500થી વધુ બ્લોકમાં તલાટીની પરીક્ષા યોજાઈ હતી...


loading...