Tuesday, 24, January, 2017

...તો ભારતમાં પણ ચાલશે દુનિયાની સૌથી ઝડપી હાઈપરલૂપ ટ્રેન, એક કલાકમાં કાપશે 1223 kmનું અંતર

PUBLISHED: 11:12 AM, 11 Dec 2016 | UPDATED: 11:12 AM, 11 Dec 2016
http://vtvgujarati.com/news/hyperloop.jpg
બુલેટ ટ્રેન ચલાવવાના મામલે ભારત ભલે ચીન અને જાપાન જેવા દેશો કરતા પાછળ હોય. પરંતુ હાયપરપૂલ ટ્રાન્સપોર્ટના ટ્રાયલમાં ભારત આ તમામ દેશોથી આગળ નીકળી શકે છે. હાઈપલૂપ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજીના કો-ફાઉન્ડર બિબોપ ગ્રેસ્ટાએ જણાવ્યું કે, કંપનીના પરિવહન મંત્રી નિતિન ગડકરી સમક્ષ ઓફર લેટર રજૂ કરીને તેમના જવાબની રાહ જોવાઈ રહી છે. આ કરાર બાદ કંપની ટૂંક જ સમયમાં ભારતમાં તેની ટ્રાયલ માટેની તૈયારીઓ શરૂ કરી દેશે. 

ગ્રેસ્ટાએ કહ્યું કે જમીન મળવાના માત્ર 38 મહિનામાં જ અમે હાઈપરલૂપ ટ્રેન તૈયાર કરી નાખીશું. હાલમાં ભારત સરકાર બુલેટ ટ્રેનોના નેટવર્કને વિસ્તારવાની વિચારણા કરી રહી છે. તેવામાં આ હાઈપરલૂપનો વિકલ્પ સસ્તો સાબિત થઈ શકે છે. 

બુલેટ ટ્રેન માટે 1 KMનું રેલ નેટવર્ક બનાવવા માટે 100 મિલિયન ડોલર લગભગ 674 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. જ્યારે 1 KM હાઈપરલૂપ નેટવર્કમાં 40 મિલિયન ડોલર લગભગ 269 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 

જાણો શું છે હાઈપરલૂપ
આ ટેક્નોલોજીને ભવિષ્યની પરિવહન વ્યવસ્થા કહો તો પણ નવાઈ નહીં. એક ખાસ ટ્યૂબની અંદર હાઈપરલૂપને ઉંચા દબાણ અને તાપ સહન કરતા ઈંકોનેલથી બનેલા પાતળા સ્કી પર સ્થિર કરવામાં આવે છે. આ સ્કીમાં એક કાણું પાડીને દબાણથી હવા ભરવામાં આવે છે, જેથી તે એક એર કુશનની રીતે કામ કરવા લાગે છે. સ્કીમાં લાગેલા ચુંબક અને ઈલેક્ટ્રોમેગ્નેટિકના ઝટકાથી હાઈપરલૂપના પોડને ગતિ મળે છે. 

હાઈપરલૂપની ટોપ સ્પીડ 1223KM/h હશે
એક હાઈપરલૂપ પોડમાં 6થી8 લોકો ટ્રાવેલ કરી શકે છે. આ પોડ 1223 KM/h ની સ્પીડથી ફરી શકે છે. હાલમાં આ પ્લાનને મુંબઈથી થાણે વચ્ચે ચલાવવાની યોજના પર વિચાર ચાલી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે હાઈપરલૂપથી મુંબઈથી પૂણેની યાત્રા માત્ર 25 મિનિટમાં પુરી કરી શકાશે. 

Related News

 Video: લગ્નમાં આવેલો યુવાન એક પછી એક રૂ.1000ની નોટો ચાવી ગયો, મિત્રોએ વીડિયો બનાવી કરી દીધો વાઈરલ

Video: લગ્નમાં આવેલો યુવાન એક પછી એક રૂ.1000ની નોટો ચાવી ગયો, મિત્રોએ વીડિયો બનાવી કરી દીધો વાઈરલ

સોશિયલ મીડિયા પર હાલમાં એક અજીબ વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક યુવક જૂની રૂ.1000ની નોટો ચાવતો જોવા મળ

 બેન્કમાં ખાતું ન હોય તેવા લોકોને પણ મળશે ડેબિટ કાર્ડ, જાણો શું છે સરકારની નવી યોજના

બેન્કમાં ખાતું ન હોય તેવા લોકોને પણ મળશે ડેબિટ કાર્ડ, જાણો શું છે સરકારની નવી યોજના

નોટબંધી પછી સરકાર રૂ.500 અને 1000 પ્લાસ્ટિક મનીનો ઉપયોગ વધે તે માટે સરકાર તમામ વિકલ્પો પર કામ કરી રહ

ટાટા મોટર્સ ટૂંક સમયમાં લોન્ચ કરશે 1 લીટર પેટ્રોલમાં 100KM માઈલેજ આપતી કાર

ટાટા મોટર્સ ટૂંક સમયમાં લોન્ચ કરશે 1 લીટર પેટ્રોલમાં 100KM માઈલેજ આપતી કાર

દેશમાં અગ્રણા કાર બનાવતી કંપની TATA મોટર્સ ટૂંક સમયમાં ભારતમાં નવી કાર લોન્ચ કરશે. દેશમાં પેટ્રોલ અન


loading...