Sunday, 22, January, 2017

વરધા ચક્રવાત: 9 હજાર લોકો કેમ્પમાં શરણાર્થીઓ બન્યા, 2ના મોત

PUBLISHED: 07:12 PM, 12 Dec 2016 | UPDATED: 07:12 PM, 12 Dec 2016
http://vtvgujarati.com/news/phpthumb_generated_thumbnail13.jpeg
નવી દિલ્લી: ચક્રવાતી તોફાન વરધાને કારણે તામિળનાડુ અને આંધ્ર પ્રદેશના કિનારાના વિસ્તારોમાં ભારે વર્ષા થઈ રહી છે. બંગાળની ખાડીમાં રચાયેલા આ ચક્રવાતે આજે તામિળનાડુના કિનારા પર મંડાણ કર્યું હતું. તામિળનાડુ અને આંધ્રપ્રદેશના કિનારાના પ્રદેશોમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જોરથી પવન ફૂંકાયો હતો.

ભાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. કેટલાક ઝાડ જમનીદોસ્ત થયા હતા. આ ચક્રવાતને કારણે 2 લોકોના મોત થયા હતા. ચેન્નઈ એરપોર્ટની 25 ફ્લાઇટ્સ પણ રદ્દ કરવામાં આવી હતી જ્યારે કે 31 ફ્લાઇટ મોડી પડી હતી. જનજીવન પર મોટી અસર પડી હતી.

ચક્રવાત સમોવાર બપોરે 2.15 વાગ્યે ચેન્નઈમાં જમીનની સપાટી પર ત્રાટક્યું હતું. 150 kmph સુધી પવન ફૂંકાયો હતો. કેટલાક ઝાડ ઊખડી ગયા હતા. તમિળનાડુ સરકાર પ્રમાણે 9 હજારથી વધુ લોકોને 54 રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા હતા.

Related News

જલીકટ્ટુના સમર્થનમાં PM મોદી, જુઓ શું કહી રહ્યા છે PM મોદી

જલીકટ્ટુના સમર્થનમાં PM મોદી, જુઓ શું કહી રહ્યા છે PM મોદી

જલીકટ્ટુ પરથી પ્રતિબંધ હટાવવાને લઇને વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે...

ઉત્તરાખંડમાં અનુભવાયા ભૂંકપના ઝાટકા

ઉત્તરાખંડમાં અનુભવાયા ભૂંકપના ઝાટકા

ઉત્તરાખંડના ઘારચૂલાથી 26 કિલોમીટર દૂર આ ભૂંકપનું કેન્દ્ર બતાવવામાં આવી રહ્યું હતું. આ ખબરની વિગતે...

સ્મૃતિ ઇરાનીએ ચંપલ સંધાવા માટે 10ની જગ્યાએ આપ્યા 100 રૂપિયા, ફોટો વાયરલ

સ્મૃતિ ઇરાનીએ ચંપલ સંધાવા માટે 10ની જગ્યાએ આપ્યા 100 રૂપિયા, ફોટો વાયરલ

કેન્દ્રીય મંત્રી ચંપલ સાંધનારને શોધી રહેલા, એ દરમિયાન તેમને એરપોર્ટથી 16 કિલોમીટર દૂર તેમને પેરુર...


loading...