Sunday, 26, February, 2017

અરૂણ જેટલીના દત્તક ગામમાં નોટબંધીની કોઈ તકલીફ નહી, દરેક બેંક, ATMમાં પૈસા ખુટે નહીં તેનું ખાસ રખાય છે ધ્યાન

PUBLISHED: 11:12 AM, 17 Dec 2016 | UPDATED: 11:12 AM, 17 Dec 2016
http://vtvgujarati.com/news/arun7.jpg
નોટબંધીની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. ત્યારે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ લીધેલા દત્તક ગામ ચાણોદમાં નોટબંધીની કોઇ અસર જોવા મળી નહતી, અને ગ્રામજનો ડીજીટલ ઇન્ડીયામાં ચાણોદ ગામને પહેલુ સ્થાન મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે.

ડભોઇ તાલુકાના ચાણોદ ગામને 1 મહિના પહેલા જ  અરૂણ જેટલીએ આદર્શ ગામ હેઠળ દતક લીધુ છે.નોટબંધીને લઇને અહીંયા કોઇ તકલીફ નથી. આ ગામમા નાણાંકીય કોઇ તકલીફ ન પડે તે હેતુસર ખાસ સુવિધા રાખવામા આવી છે . દેનાબેંક અને SBI બેંક સરકારના નીતિ નિયમ પ્રમાણે ગ્રામજ્નોને સેવા આપેછે..ATMમાં પણ પૈસા ખુટી ન જાય તેનુ ખાસ દયાન આપવામા આવે છે.

પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના ડીજીટલ ઇન્ડીયાના અને કેશલેસના સ્વપ્નને સાકર કરવામાં વેપારીઓ તથા યુવાનો બેંકોમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવી POS  મશીન મેળવવા માટે અરજી આપી ચૂક્યા છે. અને ત્યાર બાદ વેપાર પણ વધુ સરળ થશે તેવું વેપારીઓનું માનવું છે.  

મોટાભાગના શહેરો અને ગામડાઓ રોકડની તકલીફને લઇને હાલાકી ભોગવી રહ્યાં છે. ત્યારે નાણામંત્રી અરૂણ જેટલીના ગામના લોકોએ હાલાકી ભોગવવાને બદલે સમસ્યાનું હલ શોધી લીધું છે. અને તેમણે અપનાવેલો અભિગમ અન્ય લોકોને પણ અનુસરવા જેવો છે.  

Related News

સૌ પ્રથમ કેશલેસ ટાઉનશીપ બનશે ભરૂચની GNFC : CM

સૌ પ્રથમ કેશલેસ ટાઉનશીપ બનશે ભરૂચની GNFC : CM

રાજયની 180 ટાઉનશીપ કેશલસ બનશે, સૌ પ્રથમ કેશલેસ ટાઉનશીપ ભરૂચની GNFC : CM

વલસાડ: બુટલેગરો બેફામ બન્યા, પોલીસ પર કર્યો જીવલેણ હુમલો, ત્રણ પોલીસકર્મી ઘાયલ

વલસાડ: બુટલેગરો બેફામ બન્યા, પોલીસ પર કર્યો જીવલેણ હુમલો, ત્રણ પોલીસકર્મી ઘાયલ

ઘટનાની જાણ થતા જિલા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા...

GNFC ટાઉનશીપ દેશનું સૌપ્રથમ કેશલેસ ટાઉનશીપ

GNFC ટાઉનશીપ દેશનું સૌપ્રથમ કેશલેસ ટાઉનશીપ

નોટબંધી બાદ દેશનું પ્રથમ કેશલેસ ટાઉનશીપ બનાવાય છે...


loading...