Sunday, 22, January, 2017

નવસારી હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર યુવાનના ઘટના સ્થળે જ મોત

PUBLISHED: 10:12 AM, 23 Dec 2016 | UPDATED: 10:12 AM, 23 Dec 2016
http://vtvgujarati.com/news/accident75.jpg
નવસારીના નેશનલ હાઇવે નંબર 8 પર વેસ્મા ગામ પાસે અકસ્માત સર્જાયો છે. મુબઈ થી સુરત તરફ જઈ રહેલી મારુતિ સ્વીફ્ટ કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર પર ચઢી જતા કાર સામેથી આવતી ટ્રક સાથે ધડાકા ભેર અથડાતા કારમાં સવાર ચારે યુવાનના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.

આ અકસ્માતમાં ડ્રાઈવર કારમાં ફસાઈ ગયો હતો જેને સ્થાનિકો અને પોલીસે કારનો દરવાજો કાપીને કાઢવામાં આવ્યો હતો. મૃત્યુ પામનારાઓમાં તમામ સુરતના વિવિધ વિસ્તારના રહેવાસીઓ છે. સુનિલ યાદવ, પરમેશ પાલ, આલોક સિંગ અને અમિત મિશ્રાનું ઘટનાસ્થળે મોત થયું છે.

ગોજારો અકસ્માત
નવસારીના વેસ્મા ગામ પાસે અકસ્માત
કારચાલકે કાબુ ગુમાવતા સામે આવતા ટ્રક સાથે ટક્કર
કારમાં સવાર ચાર યુવાનોના ઘટનાસ્થળે મોત


નવસારીના વેસ્માં ગામ પાસે થયેલા અકસ્માતમાં મૃતકો ના નામ આવ્યા સામે તમામ મૃત્યુ પામનાર લોકો સુરત ના રહેવશી.

મૃતકના નામો

૧) સુનિલ યાદવ ઉંમર વર્ષ ૨૮
૨) પરમેશ પાલ ઉંમર વર્ષ ૨૫
૩) આલોક સિંગ રામ ઉંમર વર્ષ ૩૦
૪) અમિત મિશ્રા ઉંમર વર્ષ ૨૯


Related News

વાપી-સેલવાસ રોડ પર હિટ & રન, 4ના મોત, કાર વાપી ન.પાલિકા કોર્પોરેટરની

વાપી-સેલવાસ રોડ પર હિટ & રન, 4ના મોત, કાર વાપી ન.પાલિકા કોર્પોરેટરની

અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો અને જે કારથી અકસ્માત થયો હતો તે XUV કાર હતી...

કોંગ્રેસ કોર્પોરેટરને PM મોદીના વખાણ કરવાનું પડ્યું ભારે, કોંગ્રેસે પક્ષમાંથી કરી હકાલપટ્ટી

કોંગ્રેસ કોર્પોરેટરને PM મોદીના વખાણ કરવાનું પડ્યું ભારે, કોંગ્રેસે પક્ષમાંથી કરી હકાલપટ્ટી

કૃતિકા વૈદ્યએ સર્જિકલ સ્ટ્રાઇકથી લઇને નોટબંધીના નિર્ણય સુધી પીએમના વખાણ કર્યા હતા...

પરણીતા સાથે દુષ્કર્મ કર્યા બાદ માથાભારે ડોનના દીકરાએ બનાવી Video ક્લીપ, પરણીતાએ હિમ્મત કરી નોંધાવી ફરિયાદ

પરણીતા સાથે દુષ્કર્મ કર્યા બાદ માથાભારે ડોનના દીકરાએ બનાવી Video ક્લીપ, પરણીતાએ હિમ્મત કરી નોંધાવી ફરિયાદ

વિડિઓ કલીપને આધારે બ્લેક મેઇલ કરી લાખો રૂપિયા પડાવતો હોવાનો આરોપ પણ લાગ્યો...


loading...