Wednesday, 24, May, 2017

અભિનેતા સુનિલ ગ્રોવરે PM મોદીને લખ્યો પત્ર, કરવા માંગે છે દાઉદ ઈબ્રાહિમનું ઈન્ટરવ્યૂ

PUBLISHED: 11:12 PM, 23 Dec 2016 | UPDATED: 11:12 PM, 23 Dec 2016
http://vtvgujarati.com/news/sunil-02-46-1482473365-144978-khaskhabar.jpg
કૉમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવરે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખીને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમને પકડવા માટે રજૂઆત કરી છે. સુનીલ ગ્રોવરે આ પત્રમાં લખ્યું છે કે 1993 મુંબઈ બ્લાસ્ટમાં  દાઉદની ભૂમિકાના સંદર્ભમાં તેના પર કેસ ચલાવવા માટેની પ્રક્રિયાને ઝડપી કરવામા આવે અને તેની ધરપકડ કરવામાં આવે.

સુનીલ ગ્રોવરે તેની આગામી ફિલ્મ કોફિ વિથ ડીના પ્રચાર માટે આ પત્ર શેર કરવામા આવ્યો છે. આ ફિલ્મની સ્ટોરી પત્રકારની આસપાસ ફરે છે, જે દાઉદ ઈબ્રાહિમનું ઈંટરવ્યૂ લેવાની કોશિસ કરી રહ્યો છે. ફિલ્મના અંતમાં તેની કોશિશ સફળ નિવડે છે અને તે દાઉદનું ઈંટરવ્યૂ કરે છે. આ ફિલ્મનું નિર્દેશન વિશાલ શર્માએ કર્યું છે.

પ્રધાનમંત્રી મોદીને લખવામાં આવેલા પત્રમાં ગ્રોવરે લખ્યું છે કે જે જાણે છે કે દાઉદને પકડવામાં સમય લાગશે. સુનિલ ગ્રોવરે પત્રમાં લખ્યું છે કે ભારતના લોકોને એક એવું પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવે જેના ઉપયોગ કરી લોકો હજારો સવાલો પૂછી શકે, લોકો દાઉદને પોતાના ગુના કબૂલ કરતા જોઈ શકે. આ પત્રમાં ખાસ લાગી રહ્યું છે કે સુનીલ ગ્રોવરે પોતાની ફિલ્મના પ્રમોશન માટે તેનો ઉપયોગ કર્યો છે. પત્રની શરૂઆતમાં ગ્રોવરે મોદી દ્વારા કરવામાં આવેલા મેક ઈન ઈંડિયા, સ્વચ્છ ભારત અભિયાન અને નોટબંધીની પ્રશંસા કરી છે. આ સાથે ગ્રોવરે ભારતીય સેના દ્વારા સીમા પાર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો છે.

Related News

કટપ્પા એટલે સત્યરાજ સહિત 8 વિરુદ્ધ બીનજામીનપાત્ર વોરંટ જાહેર

કટપ્પા એટલે સત્યરાજ સહિત 8 વિરુદ્ધ બીનજામીનપાત્ર વોરંટ જાહેર

ચેન્નઇમાં એક મીટિંગ રાખવામાં આવી હતી. આ મીટિંગ તમિલ ન્યુઝપેપરની નિંદા કરવા માટે હતી...

સાત વખત જેમ્સ બોન્ડનું કિરદાર નિભાવનારા સર રોજર મૂરનું નિધન

સાત વખત જેમ્સ બોન્ડનું કિરદાર નિભાવનારા સર રોજર મૂરનું નિધન

તેઓ તેમનાં પરિવાર સાથે સ્વિઝરલેન્ડમાં રહેતા હતા. રોજર બે વખત ભારતની મુલાકાતે પણ આવી ચુક્યા...

સલમાન પોતાની ગર્લફ્રેન્ડ વંતુરને આપશે 30 કરોડની અનોખી ભેટ, પોતાના ઘરની નજીક જ ખરીદશે પેન્ટ હાઉસ

સલમાન પોતાની ગર્લફ્રેન્ડ વંતુરને આપશે 30 કરોડની અનોખી ભેટ, પોતાના ઘરની નજીક જ ખરીદશે પેન્ટ હાઉસ

સલમાન પોતાના ગેલેકસી એપાર્ટમેન્ટ પાસે જ ઘર લેવા માગે છે કે જેથી એ સરળતાથી વંતુરને મળી શકે...


loading...