Thursday, 23, March, 2017

સરકારનો દાવો સાચો પડ્યો, નોટબંધી બાદ સરકારને મળેલ સિદ્ધી અને પડકાર પર એક નજર

PUBLISHED: 04:12 PM, 28 Dec 2016 | UPDATED: 04:12 PM, 28 Dec 2016
http://vtvgujarati.com/news/modi-ban.jpg
ઓચિંતા દેશના  અર્થતંત્ર અને દેશની જનતા પર લદાયેલા નોટબંધીના નિર્ણય સામે સરકારની દલીલ હતી કે તેનાથી ભ્રષ્ટાચાર, આતંકવાદ અને કાળા નાણાં પર લગામ લાગશે, સરકારનો આ દાવો કંઈક અંશે સાચો પણ પડયો છે, પરંતું નોટબંધી બાદ દેશમાંથી પકાડાયેલું કાળું નાણું અને જૂની નોટોને નવી નોટોમાં કનવર્ટ કરવા માટે પાછલા બારણે થયેલા વહીવટોએ કાળાબજારી રોકવાના સરકારના દાવાની પોલ ખોલી દીધી છે, ત્યારે નોટબંધી બાદની સરકારની સિદ્ધીઓ અને પડકારો પર કરીએ એક નજર. 

નોટબંધીની સરકારે માંગેલી સમય મર્યાદા હવે પૂર્ણ થવાના આરે છે, પરંતુ અર્થતંત્રની હાલત હજી પણ ખસ્તેહાલ છે, બેંકો અને એટીએમ બહારની લાઇનો ઓછી થઈ છે, પરંતુ પરિસ્થિતિ હજી પણ નિયંત્રણ બહાર છે. ત્યારે વાત કરીએ નોટબંધીના લેખાં-જોખાની! નોટબંધી બાદ હજારો રૂપિયાનું કોરોડો રૂપિયાનું કાળું નાણું બહાર આવ્યું તે સરકારની સૌથી મોટી સિદ્ધી છે, જેને પગલે હવાલા કારોબારીઓ અને કર ચોરોની હાલત પતલી થઈ. જૂની નોટો રદ થવાથી આતંકીઓ અને નક્સલી પ્રવૃત્તિને લગામ લાગી છે, નોટબંધી બાદ છત્તીસગઢમાં નક્સલવાદીઓ પાસેથી 7000 કરોડ રૂપિયા મળ્યા, તો આ તરફ નોટબંધીને પગલે 400 કરોડ રૂપિયાનો નકલી નોટોના કારોબારને બૂચ લાગ્યું. દેશમાં કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળતા નાના દુકાનદારો અને વેપારીઓએ વસાવ્યા POS મશિનો. અગાઉ બેંકો પાસે 2.5 લાખ કરોડ રૂપિયાનું જમા ધન હતું જે હવે વધીને 7 લાખ કરોડ થયું છે.
  
નોટબંધીની સિદ્ધીઓ   
કરોડોનું કાળુંનાણું ઝડપાયું  
કાળાબજારીઓ-કર ચોરોની હાલત પતલી  
દેશદ્રોહી પ્રવૃત્તિઓને લગામ  
નક્સલીઓ પાસેથી મળ્યા રૂ. 7000 કરોડ  
રૂ. 400 કરોડના નકલી નોટોના કારોબારને બૂચ  
કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન  
બેંકોની જમા રાશી રૂ. 7 લાખ કરોડ થઈ  

પૂરતી તૈયારીઓ અને સંશોધન વિનાના નોટબંધીના નિર્ણયને સુધારવા સરકારે 30 દિવસમાં 150થી વધુ નિયમો બદલ્યાં! જેને પગલે ભારતીય અર્થતંત્રની શાખને બટ્ટો લાગ્યો. નોટબંધીને પગલે વિપક્ષે સંસદના શીતકાલિન સત્રનો ભોગ લઈ લીધો, અને આ સત્રમાં ઇતિહાસમાં સૌથી ઓછા કલાકો કામ થયું. RBIની અધુરી તૈયારીઓને પગલે રોજે રોજ નવા નિયમો બદલાતા ભારતીય બેંકોની શાખને અસર થઈ. તો આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સીઓએ ભારતના વિકાસ દરને ખૂબ નીચા ધોરણે આં~યો, નોટબંધીને પગલે 170થી વધુ આમ લોકોના મોત થતા સરકારની ટીકા થઈ, અને આ બધામાં સૌથી વધુ જો કોઈ વાત જનતાને ખટકી હોય તો એ કે દેશના મોટા ઉદ્યોગપતિઓને નોટબંધીની કોઈ જ અસર ન થઈ, એટલે સુધી કહેવાયું કે દેશના બે મોટા ઉદ્યોગપતિઓને પહેલાથી જ નોટબંધીની જાણ હતી. આ મુદ્દે મોદી સરકારની ખૂબ ટીકા પણ થઈ.  

નોટબંધી બાદ સર્જાયેલા વિવાદો  
ભારતીય અર્થતંત્રની શાખને બટ્ટો  
નોટબંધીના ભોગે ચડયું સંસદનું સત્ર  
કપડાંની જેમ બદલાયા નિયમો 
એજન્સીઓએ વિકાસ દર નીચો આં~યો  
મોટા ઉદ્યોગપતિઓ હતા નોટબંધીથી માહિતગાર 
સરકારે કરાવ્યો ઉદ્યોગપતિઓને લાભ  

નોટબંધી બાદ કેશલેસ અર્થતંત્ર તરફ આગળ વધી રહેલા ભારતીય અર્થતંત્ર માટે દિલ્લી હજી દૂર છે. એસોચેમનું માનીએ તો આજે પણ દેશના 95 કરોડ નાગરિકો સુધી ઇન્ટરનેટની પહોંચ નથી, તો ઇન્ટરનેટની સ્પીડ મામલે ભારત 3.5 MBPS સાથે વર્લ્ડ રેન્કિંગમાં 113માં સ્થાને છે. જૂની નોટો સામે આજે પણ લોકો સુધી પૂરતા પ્રમાણમાં નવી કરન્સી પહોંચી શકી નથી. જેમાં કાળાબજારીઓ દ્વારા કરાયેલી જમાખોરી સૌથી મોટો પડકાર છે. તો નોટબંધીને પગલે અનુમાનિત વિકસ દર 7.6 ટકાથી ઘટીને 7.1 ટકા કરાયો છે. વળી મોબાઇલ બેંકિગના પડકાર સામે એસોચેમે 2017માં મોબાઇલ ફ્રોડમાં 67 ટકાનો વધારો થવાની આશંકા વ્ય~ત કરી છે. આંકડાઓ પ્રમાણે માર્ચ 2016 સુધીમાં દેશના માત્ર 53 ટકા લોકો પાસે બેંક ખાતા હતા, ત્યારે કેશલેસ માટે દેશના તમામ લોકોને ખાતાઓ સાથે જોડવાનો પડકાર તો હજી ઉભો જ છે.  

નોટબંધી સામે પડકારો 
95 કરોડ નાગરિકો સુધી ઇન્ટરનેટની પહોંચ નથી  
3.5 MBPS સ્પીડ સાથે ભારત 113માં નંબરે  
નવી કરન્સીનો ફ્લૉ ખૂબ ઓછો છે  
જમાખોરી હજી પણ મોટો પડકાર  
વિકાસ દરનો અંદાજ 7.6 ટકાથી ઘટીને 7.1 ટકા  
મોબાઇલ ફ્રોડમાં 67 ટકાનો વધારો થવાની શ~યતા 
2016 સુધીમાં 53 ટકા લોકો પાસે બેંક ખાતા  
પ્રત્યેક નાગરિકને બેંક ખાતા સાથે જોડવા  
 
નોટબંધીના ઓચિંતા નિર્ણયને પગલે ભારતીય અર્થતંત્રને ચો[સથી બ્રેક લાગી ગઈ છે, આર્થિક નિષ્ણાતોનું માનીએ તો દેશમાં કરન્સીની અછતને પગલે રોજગાર-ધંધાઓ પર સર્જાયેલી અસરોને સામાન્ય થતા લાંબો સમય લાગી જશે, જેને પગલે દેશના અર્થતંત્રની ગતિ ધીમી પડી છે.  

Related News

જાણો - ઉત્તરપ્રદેશમાં BJPની જીતનું રહસ્ય, UPમાં 15 વર્ષ બાદ ખીલ્યું કમળ

જાણો - ઉત્તરપ્રદેશમાં BJPની જીતનું રહસ્ય, UPમાં 15 વર્ષ બાદ ખીલ્યું કમળ

મોદી લહેર. જેણે પહેરો ભરી રહેલા હાથીઓને મ્હાત આપીને અખિલેશના ગંઢને સાવ ભોંય ભેગો કરી દીધો...

પરિણામ પર `પંચ', UPમાં હાર બાદ, રાહુલ ગાંધી - અખિલેશની જોડી પર ટ્વીટર વોર શરૂ, 'ગુજરાત કા ગદર્ભ UP કે હાથી પર પડા ભારી'...

પરિણામ પર `પંચ', UPમાં હાર બાદ, રાહુલ ગાંધી - અખિલેશની જોડી પર ટ્વીટર વોર શરૂ, 'ગુજરાત કા ગદર્ભ UP કે હાથી પર પડા ભારી'...

`મારી ઈચ્છા છે કે, કોંગ્રેસના કાર્યાલય પર જ્યારે તાળું લાગે તો તેના પર લખેલું હોય `મેડ ઈન અલીગઢ'...

PK સામે શાહનો `પાવર',  UPના પરિણામોએ ઈતિહાસ સર્જ્યો, PKની રણનીતિનો થયો રકાસ

PK સામે શાહનો `પાવર', UPના પરિણામોએ ઈતિહાસ સર્જ્યો, PKની રણનીતિનો થયો રકાસ

પરિણામો પરથી એક વાત સાબિત થઈ ગઈ છે કે પ્રંશાત કિશોર ઉર્ફે પીકે નો જાદુ ઉત્તર પ્રદેશમાં ચાલ્યો નથી...


loading...