Tuesday, 21, February, 2017

PM નરેન્દ્ર મોદીએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગરીબોને આપી કેટલીક મહત્વપૂર્ણ ભેટ

PUBLISHED: 09:12 PM, 31 Dec 2016 | UPDATED: 09:12 PM, 31 Dec 2016
http://vtvgujarati.com/news/narendra-modi-pti_650x400_61483196731.jpg
PM નરેન્દ્ર મોદીએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ  કેટલીક મહત્વપૂર્ણ ભેટ આપી છે. મોદીએ ગામડામાં રહેતા લોકો સહિત નાના નાના ઉદ્યોગકારો અને ખેડૂતો તેમજ ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ રાહત પેકેજની જોગવાઈ કરી છે. 

PM નરેન્દ્ર મોદીએ નોટબંધી બાબતે દેશનાં વખાણ કર્યા. PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશવાસીઓનાં ધેર્યથી શુદ્ધી યજ્ઞ ચાલ્યો. PM નરેન્દ્ર મોદીએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે નવી સ્કીમ જાહેર કરી છે. મોદીએ જાહેરાત કરતાં કહ્યું કે  વર્ષ 2017માં ગામડામાં રહેતા લોકો પોતાના સપનું સાકાર કરશે. ઘરનું નિર્માણ કરવા ઈચ્છનારને દેવામાં માફી આપવામાં આવશે. હવે 12 લાખ રૂપિયાની લોનના દેવામાં 3 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. તો PMએ પણ કહ્યુ કે 9 લાખ રૂપિયાની લોન પર 4 ટકા સુધીની છૂટ આપવામાં આવી છે. તો મોદીએ પોતાના ભાષણમાં ખેડૂતોનો પણ ખ્યાલ રાખ્યો અને ખેડૂતોની લોન પર સરકાર સક્રિય હોવાનો પણ સુચન કર્યુ. મોદીએ કહ્યુ કે હવેથી 3 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડને રૂપે કાર્ડમાં બલવામાં આવશે. રૂપે કાર્ડમાં ખેડૂત ગમે ત્યાં ખરીદ વેચાણ કરી શકશે. 

PM નરેન્દ્ર મોદીએ  નાના ઉદ્યોગકારો માટે રાહત આપી છે. અત્યારસુધી  1 કરોડ રૂપિયા સુધીની કેશ ક્રેડિટ હતી જે હવેથી હવે 2 કરોડ રૂપિયાની લોન ક્રેડિટ ગેરંટીથી કવર થશે. સરકારના આ નિર્ણયથી નાના ઉદ્યોગોને ફાયદો થશે. નાના ઉદ્યોગ માટે કેશ ક્રેડિટ લિમિટ 20 ટકાથી વધી 25 ટકા કરવામાં આવી છે. હવેથી વર્કિંગ કેપિટલ લોન 20 ટકાથી ઘટાડી 30 ટકા થશે. વરિષ્ઠ નાગરિકોને 7.5 લાખ રૂપિયા સુધીની રકમ પર 10 વર્ષ સુધી વાર્ષિક 8 ટકાનાં દરોથી વ્યાજ મળશે.

PM નરેન્દ્ર મોદીએ ગર્ભવતી મહિલાઓ માટે પણ દેશવ્યાપી યોજના અમલી બનાવી છે. PM મોદીએ ગર્ભવતી મહિલાઓના માટે જાહેરાત કરી કે દેશનાં 650 થી વધારે જિલ્લામાં સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને નોંધણી, ડિલિવરી,રસીકરણ માટે 6 હજાર રૂપિયાની મદદ મળશે. મહિલાઓને આ પહેલા 4000 હજાર રૂપિયા આપવામાં આવતા હતા તેમા હવે વધારો કરવામાં આવ્યો છે. આમ, મોદીએ ખાસ કરીને દેશવાસી, ખેડૂતો, મહિલાઓ અને નાના ઉદ્યોગકારોને રાહત આપી છે.

Related News

ભારતનું

ભારતનું "શુક્" મિશનઃ મંગળ બાદ ઇસરો હવે શુક્ર પર પહોંચવા કરશે સાહસ

મંગળ બાદ ઇસરો હવે શુક્ર પર પહોંચવા માટે કમર કસી રહ્યું છે...

દેશની સફળ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પર લાગ્યો ટેકસ ચોરીનો આરોપ

દેશની સફળ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પર લાગ્યો ટેકસ ચોરીનો આરોપ

ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પર ટેકસ ચોરીનો આરોપ લાગ્યો છે...

 આધારકાર્ડ બનાવવા ચાર્જ વસૂલતી એજન્સીઓ ગેરકાયદેસર, સરકારે જાહેર કરી ચેતવણી

આધારકાર્ડ બનાવવા ચાર્જ વસૂલતી એજન્સીઓ ગેરકાયદેસર, સરકારે જાહેર કરી ચેતવણી

જો તમે પણ આધાર કાર્ડ બનાવવા જઈ રહ્યા છો અથવા તમારી પાસે પહેલથી જ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત


loading...