Thursday, 25, May, 2017

SCનો મહત્વનો નિર્ણય, અનુરાગ ઠાકુરને BCCIના અધ્યક્ષ પદેથી હટાવાયા, જાણો - શુ હતો વિવાદ

PUBLISHED: 04:01 PM, 02 Jan 2017 | UPDATED: 04:01 PM, 02 Jan 2017
http://vtvgujarati.com/news/sc8.jpg
દોઢ વર્ષથી લોઢા કમિટિ અને BCCI વચ્ચે ચાલી રહેલાં વિવાદમાં આખરે લોઢા કમિટિની જીત થઇ છે. લોઢા કમિટિની ભલામણો ન માનવા પર સુપ્રીમકોર્ટે BCCIને મોટો ઝટકો આપ્યો છે.
 
છેલ્લાં દોઢ વર્ષથી સુપ્રીમકોર્ટમાં લોઢા કમિટિ અને BCCI વચ્ચે વિવાદને લઇને સુનાવણી ચાલી રહી હતી. ત્યારે સોમવારે આ મામલે ફેંસલો સંભળાવતા BCCIને સુપ્રીમકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. લોઢા કમિટિની ભલામણોનું પાલન ન કરવા પર BCCIના અધ્યક્ષ પદેથી અનુરાગ ઠાકુરને હટાવી  દેવામા ંઆવ્યા છે આ ઉપરાંત BCCIના સચિવ અજય શિક્રેને પણ હટાવી દેવામાં આવ્યાં છે. ત્યારે લોઢા કમિટિના અધ્યક્ષ આર.એમ્|.લોઢા સહિત અરજી કર્તા આદિત્ય વર્માએ સુપ્રીમકોર્ટના ફેસલા પર ખુશી વ્યક્ત કરી છે. 

તો દોઢ વર્ષ બાદ સુપ્રીમકોર્ટે આપેલા આ મહત્વપૂર્ણ ચુકાદાને લઇને ક્રિકેટ જગત સાથે સંકળાયેલા લોકોએ પણ આ ફેંસલાને આવકારતી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.  

નવા વર્ષની શરૂઆત BCCIએ  માટે મુશ્કેલીઓ લઇને આવી હોય તેમ લાગી રહ્યું છે. જો કે હવે  સુપ્રીમકોર્ટના આ ફેંસલાં બાદ BCCIમાં કેવા પરિવર્તન આવે છે તે સમય જ બતાવશે. 

સુપ્રીમકોર્ટની BCCIને ફટકાર
દોઢ વર્ષનાં વિવાદ પર SCનો હથોડો
અનુરાગ ઠાકુરને અધ્યક્ષ પદેથી હટાવાયા
અજય શિક્રેને સચિવ પદેથી હટાવાયા
લોઢા કમિટિની ભલામણો ન માનવી પડી ભારે

શું હતી લોઢા સમિતિની ભલામણો? 
BCCIમાં 14 સભ્યોની એક્ઝિક્યુટીવ કમિટિને છે 
એિક્ઝિક્યુટીવ કમિટિને સ્થાન મુખ્ય પેનલ બને 
એક પદાધિકારી 3 વર્ષ માટે BCCIનો સભ્ય રહે  
એક સભ્ય 3 વાર જ ચુંટણી લડી શકે 
પદાધિકારી સતત 2 વાર કોઈ પણ પદ પર ન રહી શકે  
એક વાર પદ પર રહ્યાં પછી 3 વર્ષ રાહ જોવી પડે 
70 વર્ષથી ઉપરની વ્યક્તિ BCCIનો સભ્ય ન બની શકે 
રાજ્યમાં એક જ ક્રિકેટ સંઘ હોવો જોઈએ 
એક રાજ્ય BCCIમાં એક જ મત આપી શકે  
એક થી વધારે ક્રિકેટ સંઘ હોય તો રોટેશનમાં મત  
એક રાજ્યમાંથી એક વોટની ફોર્મુલા લાગુ થાય 
BCCIમાં પદ પર મંત્રી કે સરકારી અધિકારી ન હોવો જોઈએ 
ટીમની પસંદગી માટે 3 સભ્યોની પસંદગી સમિતિ 
BCCIમાં નાણાંકિય પારદર્શકતા માટે CAGની નિમણુંક  
IPL અને BCCIની અલગ અલગ સંચાલન વ્યવસ્થા 
IPL અને રાષ્ટ્રીય કેલેંડર વચ્ચે 15 દિવસનું અંતર  
IPL પૂર્ણ થાય પછી ખેલાડી આંતરરાષ્ટ્રીય મેચ રમી શકે છે 
સટ્ટાબાજીને કાયદાકીય સ્વરૂપ આપવાની વાત કરી  
ખેલાડી, વ્યવસ્થાપક કે કોઈ પદાધિકારી સટ્ટાબાજીમાં હિસ્સો ન લે 
મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગને અપરાધ માનવો  
BCCIમાં સુપ્રીમ કોર્ટના જજને નિયુક્ત કરવા  
હાઈકોર્ટના પૂર્વ જજની એથિક્સ ઓફિસર તરીકે નિયુક્તિ 
BCCIને RTIના દાયરામાં લાવવી 
ખેલાડીઓના હિત સંઘ બને  
ખેલાડી સંઘનું ફંશડગ BCCI કરે 
BCCIને RTIના દાયરા અંગે સરકાર કરે નિર્ણય-SC 
સટ્ટાને કાયદાકીય કરવા અંગે સંસદ નક્કી કરે-SC 
ખેલાડીઓના સંઘને ફંડ કરવું કે નહી તે BCCI પર છોડયું 

 જસ્ટિસ મુદગલ કમિટિએ IPLમાં તો ગોટાળાની તપાસ કરી જ, પરંતુ સીધી રીતે IPLનું આયોજન BCCI કરતું હોવાના કારણે કેટલીક એવી ગરબડોને સમિતિએ જોઈ જેના પર કાર્યવાહી જરૂરી હતી. અને એમ રચાઈ લોઢા સમિતિ. 

જુલાઈ 2015માં પોતાનો નિર્ણય જાહેર કરતા લોઢા પેનલે રાજસ્થના રોયલ અને ચેન્નઈ સુપર કિંગ્સને બે વર્ષ માટે IPLમાંથી બહાર કાઢવાનો આદેશ કર્યો હતો. સાથે સાથે ચેન્નાઈ સુપર કિંગ્સના CEO ગુરુનાથ મયપ્પન અને રાજસ્થાન રોયલના માલિક રાજ કુંદ્રાને ક્રિકેટની ગતિવિધિઓથી દૂર રહેવા માટે પણ કહ્યું હતું. ચોથી જાન્યુઆરી 2016ના રોજ જસ્ટિસ RM લોઢા કમિટિએ BCCIમાં સુધારાના વિભિન્ન પાંસાઓ પર સુપ્રીમ કોર્ટને પોતાનો રિપોર્ટ સોંપ્યો. લોઢા સમિતિની મુખ્ય ભલામણો શું હતી તે પણ જાણી લો. લોઢા પેનલે ભલામણ કરી કે BCCIમાં હાલ 14 સભ્યોની એક્ઝિક્યુટીવ કમિટિ છે, તેના સ્થાને 9 સભ્યોની મુખ્ય પેનલ રાખવી જોઈએ. એક પદાધિકારી માત્ર ત્રણ વર્ષ માટે જ BCCIની કાર્યકારીણીના સભ્ય રહે અને વધારેમાં વધારે ત્રણ વાર જ ચુંટણી લડે. કોઈ પદાધિકારી સતત બે વાર કોઈ પણ પદ પર ન રહી શકે તેવી ભલામણ લોઢા સમિતિએ કરી હતી. એટલે કે જો કોઈ સભ્ય એક સમય માટે કોઈ પણ પદ પર ત્રણ વર્ષ સુધી રહ્યો છે તો બીજીવાર માટે તેને ત્રણ વર્ષ સુધી રાહ જોવી પડશે. 70 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યિ~ત BCCI કે રાજ્ય બોર્ડની કોઈ પણ કમિટિના સભ્ય ન બને. પેનલે સલાહ આપી કે એક રાજ્યમાં એક જ ક્રિકેટ સંઘ હોવો જોઈએ. અને એક રાજ્ય BCCIમાં એક જ મત આપી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. અને જો એક રાજ્યમાં એક થી વધારે ક્રિકેટ સંઘ હોય તો તે રોટેશનમાં મત આપે પરંતુ એક રાજ્યમાંથી એક વોટની ફોર્મુલા લાગુ થાય. જેમકે ગુજરાતમાં ત્રણ ક્રિકેટ અસોસિયેશન છે. ગુજરાત ક્રિકેટ અસોસિયેશન, બરોડા ક્રિકેટ અસોસિયેશન અને સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિયેશન એમ ત્રણેય સંઘ BCCIની ચૂંટણી વખતે અલગ અલગ મત આપે છે. લોઢા સમિતિની સૌથી મહત્વની ભલામણ એ હતી કે BCCIની કાર્યકારિણી કમિટિમાં કોઈ મંત્રી કે સરકારી અધિકારી ન હોવો જોઈએ. ટીમની પસંદગી માટે પાંચ સભ્યોની જગ્યાએ ત્રણ સભ્યો વાળી પસંદગી સમિતિ બનવી જોઈએ તેવી ભલામણ લોઢા સમિતિએ કરી. BCCIમાં નાણાંકિય પારદર્શકતા માટે CAGની નિમણુંક કરવામાં આવે. IPL અને BCCIની અલગ અલગ સંચાલન વ્યવસ્થાની વાત પણ લોઢા સમિતિના રિપોર્ટમાં હતી. IPL અને રાષ્ટ્રીય કેલેંડર વચ્ચે 15 દિવસનું અંતર હોવું જોઈએ. એટલે કે IPL પૂર્ણ થાય પછી કોઈ પણ ખેલાડી આંતરરાષ્ટ્રીય મેચ રમી શકે છે. લોઢા પેનલે સટ્ટાબાજીને કાયદાકીય સ્વરૂપ આપવાની વાત કરી છે. પરંતુ એ પણ કહ્યું કે કોઈ ખેલાડી, વ્યવસ્થાપક કે કોઈ પદાધિકારી સટ્ટાબાજીમાં હિસ્સો ન લે. પેનલે એ પણ ભલામણ કરી કે મેચ ફિિ~સંગ અને સ્પોટ ફિિ~સંગને અપરાધ માનવો જોઈએ. BCCIના આંતરિક મામલાઓ સરળ કરવા માટે સુપ્રીમ કોર્ટના જજને નિયુ~ત કરવા જોઈએ અને હાઈકોર્ટના પૂર્વ જજને એથિ~સ ઓફિસરના રૂપમાં નિયુ~ત કરવા જોઈએ. BCCIને RTIના દાયરામાં લાવવું જોઈએ. હાલ BCCI RTIના દાયરામાંથી બહાર છે. ખેલાડીઓના હિત માટે ખેલાડી સંઘ બનાવવું જોઈએ અને તેના માટે BCCI ફંશડગ કરે. કોર્ટે લોઢા સમિતિની લગભગ તમામ ભલામણો માની લીધી અને કેટલીક ભલામણોને બોર્ડ પર થોપવા અંગે મનાઈ કરી દીધી. જેમ કે BCCIને RTIના દાયરામાં લાવવી જોઈએ કે નહી તે ભલામણ અંગે કોર્ટે કાયદા પંચ અને સરકાર પર છોડી દીધી. કોર્ટે કહ્યું કે સંસદ ન[ાૃ કરે કે BCCIને RTI દાયરામાં લાવવી કે નહી. સટ્ટાને કાયદાનું સ્વરૂપ આપવા અંગે પણ સુપ્રીમ કોર્ટે નિર્ણયને કાયદા પંચ અને સરકાર પર છોડયો. કોર્ટનું કહેવું છે કે સટ્ટો કાયદાકીય હોવો જોઈએ કે નહી તે સંસદ જ ન[ાૃ કરે. મેચના સમયે ટીવીની જાહેરખબર અને ખેલાડીયોની સમિતિની રચનાના ફંડ મામલાની ભલામણને કોર્ટે BCCI પર છોડી. આમ આ ભલામણોને લાગુ કરવાની મથામણ શરૂ થઈ અને અંતે કોર્ટની નારાજગીને કારણે અનુરાગ ઠાકુરની હકાલપટ્ટી થઈ.  

 BCCI-કોર્ટનો શું હતો સંઘર્ષ? 
1 રાજ્ય 1 વોટની વાત BCCIએ ન માની 
BCCIને ડર હતો કે કાનૂની દાવ-પેંચ થશે 
રોટેશનમાં મતાધિકારથી BCCIને વિરોધ 
70 વર્ષની ઉંમરની મર્યાદા હોવી જોઈએ-BCCI 
પસંદગીની પ્રક્રિયા અંગેની ભલામણ બોર્ડ નથી માનતું 
લોઢા સમિતિ 3 સભ્યોની પેનલ ઈચ્છે છે જ્યારે બોર્ડ 5 
એક વ્યિ~ત અને એક પદને લઈને ખેંચતાણ  
અનુરાગ ઠાકુર હિમાચલ ક્રિકેટ બોર્ડના પણ અધ્યક્ષ  
અનુરાગ ઠાકુર હોકી ઈંડિયાના પણ ઉપાધ્યક્ષ છે 

લોઢા સમિતિ અને મુદગલ કમિટિના રિપોર્ટ પછી દેશમાં ક્રિકેટ વિશે જે કાંઈ ચાલી રહ્યું હતું તેના પર કોર્ટનો ગુસ્સો ખુબ જ હતો. લોકોમાં પણ આક્રોષ હતો. કોર્ટે લોઢા સમિતિની સ્વીકારે ભલામણોને લાગુ કરવાનો આદેશ કર્યો અને શરૂ થયો સંઘર્ષ. 

BCCI સુપ્રીમ કોર્ટની કેટલીક ભલામણોને સ્વીકારવા તૈયાર થઈ ગયું પરંતુ કેટલીક ભલામણો બોર્ડના ગળામાં હાડકા સમાન હતી તેના કારણે BCCI ચૂપ હતું. આ ભલામણોને લાગુ કરવા માટે બોર્ડ તૈયાર ન હતું. એક રાજ્ય અને એક વોટની લોઢા સમિતિની ભલામણ BCCI માનવા તૈયાર ન હતું. BCCIનું કહેવું છે કે એવા રાજ્યો જ્યાં એક થી વધારે ક્રિકેટ સંઘ છે તે રાજ્યોમાં એક વોટ આપવો તે નિર્ણય કાનૂની દાવ-પેંચમાં ફસાઈ શકે છે. રોટેશનમાં મતાધિકારથી BCCIને સખત વાંધો છે. BCCIને તો એ ભલામણ પણ નહોતી માનવી કે બોર્ડના સભ્ય રહેવા માટે 70 વર્ષની ઉંમરની મર્યાદા હોવી જોઈએ. લોઢા સમિતિએ ટીમની પસંદગીની પ્રક્રિયા અંગે જે ભલામણ કરી છે તેને પણ માનવા તૈયાર નથી. લોઢા સમિતિ 3 સભ્યોની પેનલ ઈચ્છે છે જ્યારે કે થોડા સમય પહેલા જ પસંદગી સમિતિને BCCIએ પાંચ સભ્યોની બનાવી છે. એક વ્યિ~ત અને એક પદને લઈને પણ BCCI અને કોર્ટ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. જો લોઢા સમિતિની ભલામણોને BCCI સ્વીકારી લે તો BCCIના કેટલાયે મોટા અધિકારીઓને ઘરે બેસવું પડે તેમ છે. અનુરાગ ઠાકુર તેનું સૌથી મોટું ઉદાહરણ છે. BCCIના અધ્યક્ષ હોવાની સાથે સાથે અનુરાગ ઠાકુર હિમાચલ ક્રિકેટ બોર્ડના પણ અધ્યક્ષ છે. એટલું જ નહી પરંતુ અનુરાગ ઠાકુર તો હોકી ઈંડિયાના પણ ઉપાધ્યક્ષ છે. આમ લોઢા સમિતિની ભલામણો BCCI માટે લાગુ કરવી આકરી હતી. BCCIએ તેને સ્વીકારવામાં નાટકો કર્યા તો, કોર્ટે પોતાનું બોલેલું વચન પાળ્યું અને પોતાના નિર્ણયને જાહેર કરીને અધ્યક્ષનું પદ આંચકી લીધું. 

Related News

આર. અશ્વિનને વર્ષનો સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જાહેર કરાયો, મળ્યો એવોર્ડ

આર. અશ્વિનને વર્ષનો સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જાહેર કરાયો, મળ્યો એવોર્ડ

મુંબઈમાં ઇંગ્લેન્ડ સામે અંડર-19 વન-ડે સિરીઝમાં સારા પ્રદર્શનને કારણે આ એવોર્ડ અપાયો હતો...

ચેમ્પિયન્સ ટ્રોફી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ, 4 જૂને ભારત VS પાકિસ્તાન વચ્ચે મુકાબલો

ચેમ્પિયન્સ ટ્રોફી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ, 4 જૂને ભારત VS પાકિસ્તાન વચ્ચે મુકાબલો

રે ગૃપ 'બી'માં ભારત, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, શ્રીલંકાનો સમાવેશ થાય છે....

ફાઈનલમાં સૌથી વધારે છગ્ગાનો એવોર્ડ કૃણાલ પંડ્યાને, IPL 10માં સૌથી વધારે છગ્ગા ગ્લેન મેકસવેલે માર્યા

ફાઈનલમાં સૌથી વધારે છગ્ગાનો એવોર્ડ કૃણાલ પંડ્યાને, IPL 10માં સૌથી વધારે છગ્ગા ગ્લેન મેકસવેલે માર્યા

IPL 10માં સૌથી શાનદાર કેચનો એવોર્ડ ગુજરાત લાયન્સના કેપ્ટન સુરેશ રૈનાને મળ્યો...


loading...