Friday, 31, March, 2017

આરોપી-પોલીસ વચ્ચે પકડદાવ, ફિલ્મી ઢબે Hit & Run, 1 નિર્દોષનું મોત, બે ઘાયલ

PUBLISHED: 11:01 AM, 03 Jan 2017 | UPDATED: 11:01 AM, 03 Jan 2017
http://vtvgujarati.com/news/hit-&-run1.jpg
વાપીના ઓવર બ્રિજ પર આરોપી પોલીસ ના પકડ દાવ મા ફિલ્મી ઢબે હિટ એન્ડ રન ની ઘટના સર્જાતા ચકચાર મચી ગઈ.

વાપીના ઓવર બ્રિજ પર  આરોપી પોલીસ ના પકડ દાવ મા ફિલ્મી ઢબે હિટ એન્ડ રનની ઘટના સર્જાતા ચકચાર મચી ગઈ હતી. આ હિટ એન્ડ રન ની ઘટનામા  1 મુસાફરનું મોત અને  બે ગંભીર ઘાયલ થયા છે. ત્યારે કાયદાના ચુંગાલથી નાસ્તો ફરતો કોણ છે રીઢો ગુન્હેગાર જેણે એક ગુન્હાથી બચવા બીજા  ગુન્હા આચાર્યા  છે. જોઈએ આ અહેવાલ. 

દમણ પોલીસ જાપ્તામાં ઉભેલો આ ઈશમ એક રીઢો ગુન્હેગાર છે. શબ્બીર શેખ ઉર્ફે ભુરીયાના નામથી જાણીતો આ ઈશમ પર 420ના અનેક ગુન્હાઓ લાગી ચુક્યા છે. જોકે હવે એક નવો ગુન્હો પણ શબ્બીર પર  લાગ્યો છે. દમણ પોલીસના ચોપડે ત્રણ જેટલા ગુન્હાઓથી બચવા સબ્બીર ઉર્ફે ભુરીયો મૂળ વાપીનો રહેવાશી છે. અને દમણ પોલીસને કેટલાક સમયથી હાથ તાળી આપતો ભુરીયાને ઝડપવા પોલીસે બાતમીદારનું નેટવર્ક ગોઠવ્યું હતું. ત્યારે આ વખતે સોમવારના રોજ  બપોર ના સમયે સબ્બીર  પોતાની કાર લઇ વલસાડ તરફ જઈ રહ્યો હોવાની બાતમીને આધારે દમણ પોલીસ ફિલ્ડિંગ માં ઉભી હતી. ત્યારે વાપી ના ઓવર ગુંજન  બ્રિજ પરથી શબ્બીરને દમણ પોલીસે ઝડપી પડ્યો હતો. 
  
વાપીના ગુંજન ઓવર બ્રિજ પર  ઝડપાયેલા શબ્બીરે  ઝડપાતા પહેલા એક ગંભીર ગુન્હાને અંજામ આપ્યો છે. જી હા, શબીર દમણ પોલીસથી બચવા ફિલ્મી સ્ટાઇલથી પૂર પાટ ઝડપે રોન્ગ સાઈડ કાર હંકારી ગયો હતો. આ દમણ પોલીસે આરોપીને શોધીને પીછો કરી રહી હતી. તે દરમ્યાન આરોપીનો પોલીસ પીછો કરી રહી હોવાની જાણ થતા જ પોલીસથી પીછો છોડાવવા માટે ગાડી ને બેફામ ભગાવી હતી. જોકે પોલીસે પણ આરોપીનો પીછો કરતા વાપીના માર્ગો પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસ નો પીછો છોડાવવા માટે આરોપીએ કારને વાપીના ઓવર બ્રિજ પર રોન્ગ સાઇડથી ભગાવતા સામેથી આવતા એક બાઇક સહિત અન્ય વાહનોને અડફેટે લીધા હતા. જેમા ત્રણ લોકો ઘાયલ થયા હતા. જોકે અકસ્માત સર્જ્યા બાદ પણ આરોપી સબ્બીર ભુરીયો ફરાર થવા જઈ રહ્યો હતો એ વખતેજ પીછો કરતી દમણ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આરોપી સબ્બીર ભુરીયા ને દબોચી લીધો હતો.  

શબ્બીરે અડફેટે લીધેલા 3 વાહનચાલકો પૈકી 1 નું મોત નીપજ્યું છે. આ મામલે દમણ પોલીસે વાપી જી આઇ ડી સી પોલીસને જાણ કરી આરોપીને  દમણ પોલીસને સોંપવામાં આવ્યો હતો. આખરે દમણ પોલીસને હાથ તાળી આપતો ભુરીયો ઝડપાઇ ગયો છે. ભુરીયાની ગુન્હા કરવાની એમ ઓ પણ અલગ હતી. લોકોની કાર ભાડે લઇ બારોબાર આ કાર મોટી કિંમતે વેચી મારતો હતો, અને જયારે કાર મલિક પોતાની કાર લેવા ભુરીયા પાસે જતા ત્યારે દાદાગીરી કરી કાર કે રૂપિયા પાછા આપતો નહોતો.

દમણ પોલીસના હાથે ઝડપાઇ ચૂકેલ આ સબ્બીરના રિમાંડ લેવાની તજવીજ હાલે દમણ પોલીસે કરી છે તો દમણ ના કેસ બાદ વાપીમાં અંજામ આપેલ હિટ અને રનના મામલે પણ વાપી પોલીસ શબ્બીરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરશે.  

Related News

અમદાવાદઃ સુરત SPના પુત્રની કારનો અકસ્માત, કૂતરુ આડે આવતા થયો અકસ્માત

અમદાવાદઃ સુરત SPના પુત્રની કારનો અકસ્માત, કૂતરુ આડે આવતા થયો અકસ્માત

કારમાં એર બેગ ખૂલતા ડ્રાઈવરનો બચાવ, અકસ્માતમાં જાનહાની ટળી...

સુરતમાં IT વિભાગનો સપાટો, ત્રણ જ્વેલર્સે 15 કરોડની બેનામી આવક સ્વીકારી

સુરતમાં IT વિભાગનો સપાટો, ત્રણ જ્વેલર્સે 15 કરોડની બેનામી આવક સ્વીકારી

સીમ કાર્ડ વેચનારે 3 કરોડની રકમ બેંકમાં જમા કરાવી હતી...

VIDEO: લાંચિયો TRB જવાન, યુવક પાસે લીધી લાંચ, કેમેરામાં થયો કેદ

VIDEO: લાંચિયો TRB જવાન, યુવક પાસે લીધી લાંચ, કેમેરામાં થયો કેદ

સમગ્ર ઘટનાને જોઇને લાગે છે કે, શું આ ટીઆરબી પાસે વાહનચાલકને દંડ કરવાની સતા નથી...


loading...