Sunday, 22, January, 2017

દેશમાં BHIM એપ દ્વારા કેશલેશનો નવો અધ્યાય શરૂ, જાણો કેવી રીતે કરશો BHIMનો ઉપયોગ

PUBLISHED: 06:01 PM, 03 Jan 2017 | UPDATED: 06:01 PM, 03 Jan 2017
http://vtvgujarati.com/news/bhim-nrew.jpg
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આધારકાર્ડ આધારિત મોબાઇલ પેમેન્ટ એપ્લીકેશન ભીમ એપ લોન્ચ કરી અને આ સાથે જ ડિજિટલ પેમેન્ટમાં એક નવો અધ્યાય શરૂ થયો. ભીમ એટલે કે ભારત ઇન્ટરફેસ ફોર મની. આ એપ યુપીઆઇ અને USSDનું નવુ વર્ઝન છે. 30 ડિસેમ્બરના રોજ ભીમ એપ લોન્ચ કરતા પીએમ મોદીએ કહ્યું કે, આ ભીમ એપ આગામી દિવસોમાં દેશનાં ગરીબ તબક્કાને મજબુત બનાવશે. 

આવી રીતે કરે છે કામ
ભીમ એપની સૌથી ખાસ વાત એ છે કે, તેનો ઉપયોગ ઇન્ટરનેટ વગર પણ કરાઈ શકશે. આ એપ યુઆઈપી આધારીત પેમેન્ટ સિસ્ટમ પર કામ કરે છે. આ એપ દ્વારા સરળતાથી ઓનલાઈન પેમેન્ટ થઈ શકાશે. આ એપમાં તમને તમારી બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ જેવી ઇંર્ફોમેશન પણ નાંખવાની જરૂર નથી. ભીમ એપને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ તૈયાર કરી છે. 

કેવી રીતે કરશો ઉપયોગ
  • ભીમ એપથી લેણદેણ કરવા માટે તમારે ફક્ત એક નામ તમારા બેંક એકાઉન્ટ નંબર રિજસ્ટર કરવાનું રહેશે અને એક યુપીઆઈ પીન કોડ જનરેટ કરવાનુ છે. 
  • ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર જ પેમેન્ટ એડ્રેસ બની જશે. 
  • તેનાથી દરેક વખતે લેણદેણ કરવા માટે એકાઉન્ટ નંબર નાંખવાની જરૂરત નહીં પડશે. 
  • આ એપની હોમ ક્રીન પર જઈ તમારે પૈસા સેંડ કરવાનું ઓપશન સિલેક્ટ કરવાનું છે. 
  • ત્યાર પછી જેને પૈસા મોકલવાના છે તેનો મોબાઈલ નંબર કે આધાર નંબર અથવા તો પેમેંટ એડ્રેસ નાંખવાનું રહેશે.
  • પછી જેટલા પૈસા મોકલવાના છે તે રકમ નાંખવાની રહેશે. જે બાદ તમારું બેંક એકાઉન્ટ સામે સામે આવી જશે. 
  • જે બાદ તમારે તમારા યુપીઆઈ પીન નાંખવું. 

ભીમ એપને કોઈ પણ મોબાઈલ ફોનથી યુએસએસડી કોડ *99# ડાયલ કરીને ઓપરેટ કરી શકાય છે. આ રીતે વગર ઇન્ટરનેટથી પણ કામ કરી શકાય છે. આ એપ દ્વારા તમે 24 કલાકમાં ઓછામાં ઓછા 10,000 અને વધુમાં વધુ 20,000 રૂપિયા સુધી વ્યવહાર કરી શકશો. એટલું જ નહીં પરંતુ ભીમ એપ દ્વારા તમે તમારા બેંક એકાઉન્ટનું બેલેન્સ પણ ચેક કરી શકો છો. આમ ભીમ એપ્લિકેશને લોન્ચ કરીને મોદી સરકાર એ ગરીબ વર્ગને પણ કેશલેસ તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે લોકો ઈન્ટરનેટનો પણ ઉપયોગ કરી રહ્યા નથી. આમ ભીમ એપથી સામાન્ય વ્યક્તિ પણ સરળતાથી વ્યવહાર કરી શકશે.

Related News

શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો Redmi Note4 સ્માર્ટફોન, જાણો તેના ફિચર્સ અને ફિચર્સ

શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો Redmi Note4 સ્માર્ટફોન, જાણો તેના ફિચર્સ અને ફિચર્સ

ચીનની જાણીતી ટેક કંપની શાઓમીએ ભારતમાં પોતોના Redmi Note4 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. શાઓમી Redmi Note

 કુવામાં હોય તો હવાડામાં આવે! માતામાં રહેલા આ ગુણોથી જ જાણી શકાય આવનારું બાળક સ્માર્ટ હશે કે નહીં

કુવામાં હોય તો હવાડામાં આવે! માતામાં રહેલા આ ગુણોથી જ જાણી શકાય આવનારું બાળક સ્માર્ટ હશે કે નહીં

તમે રોજબરોજના જીવનમાં જોતા હશો કે કોઈ બાળક દરેક કાર્યમાં કુશળ છે જ્યારે તેની જ ઉંમરના અન્ય બાળકને તે

ઘરે બેઠાં પણ તમારા ખોવાયેલા કે ચોરી થયેલા સ્માર્ટફોનને શોધી શકાય છે, જાણો કેવી રીતે

ઘરે બેઠાં પણ તમારા ખોવાયેલા કે ચોરી થયેલા સ્માર્ટફોનને શોધી શકાય છે, જાણો કેવી રીતે

જો તમારો મોબાઈલ ખોવાઈ ગયો હોય અને તમને ઘરે બેઠા જ તમારા મોબાઈલનું લોકેશન જાણવું હોય તો? જીહા, એન્ડ્ર


loading...