Sunday, 22, January, 2017

રિલાયન્સ Jioમાં હવે માત્ર 1GB ડેટા સુધી જ મળશે 4Gની સ્પીડ, જાણો કારણ

PUBLISHED: 06:01 PM, 03 Jan 2017 | UPDATED: 06:01 PM, 03 Jan 2017
http://vtvgujarati.com/news/reliance-jio-sim-stock-image.jpg
રિલાયન્સે Jioની વેલકમ ઓફર દ્વારા અનલિમિટેડ ઈન્ટરનેટ, કોલિંગની ઓફર આપીને ટૂંકા સમયમાં જ ખૂબ પ્રગતિ કરી લીધી છે. ત્યારે હવે 31 ડિસેમ્બરથી Jioની વેલકમ ઓફર ખતમ થઈ ગઈ છે. એટલે કે હવે વર્ષ 2017થી 4G ઇન્ટરનેટ યૂઝર્સ માટે Jioની નવી ઓફર શરૂ થઈ ગઈ છે. જેમાં યૂઝરને મળતા હાઈસ્પીડ 4G ડેટા પર 1GB પછીની સ્પીડમાં ઘટાડો જોવા મળશે.

1લી જાન્યુઆરીથી Jio યૂઝર્સને હાઈ-સ્પીડ 1 જીબી ડેટા દરરોજ મળવાનું શરૂ થઈ ગયું છે. તેની સાથે જ યૂઝર્સ હવે માર્ચ સુધી અનલિમિટેડ કોલનો પણ લાભ લઈ શકે છે. હેપ્પી ન્યૂ ઇયર પ્લાનમાં યૂઝર્સને એક દિવસમાં 1GB ડેટા 4Gની સ્પીડથી મળશે, આ પુરો થયા પછી 128kbની ઇન્ટરનેટ સ્પીડ મળશે. આ પહેલા Jioની વેલકમ ઓફરમાં એક દિવસમાં 4GB ડેટા 4Gની સ્પીડથી મળતો હતો. આ પુરો થયા પછી 128kbની ઇન્ટરનેટ સ્પીડ મળતી હતી.

હવે નવા અને જુના બધા યૂઝર્સ ફ્રી ઓફરનો લાભ એકસાથે લઇ શકશે. પહેલા 4 ડિસેમ્બરથી જોડાયેલા યૂઝર્સ જ આ ઓફરનો લાભ લઇ શકતા હતો. આમાં કૉલિંગ, મેસેજ અને ડેટા ફ્રી છે. આ રીતે જૂના યૂઝર માટે ફ્રી ઓફર 7 મહિના અને નવા યૂઝર્સ માટે 4 મહિના માટે મળી છે. આ ઓફરમાં પણ 15000 રૂપિયા સુધીની Jio Apps પુરેપુરી ફ્રી રહેશે. તમે મૂવીઝ, ટીવી શૉની સાથે મ્યૂઝીક અને વીડિયો કૉલ કરી શકશો.

આ ઓફરમાં પણ 2-5 વાગ્યાના ટાઇમ સ્લૉટમાં અનલીમિટેડ 4G ડેટા મળશે. જો 1GB ડેટા પુરો થયા પછી પણ તમે ફરીથી 4G ડેટા યૂઝ કરવા માગતા હોય તો તમે બુસ્ટર પેક ખરીદી શકો છો. આમાં 301 રૂપિયામાં 6GB ડેટા મળશે. ટેરિફ પ્લાન 1 જાન્યુઆરી, 2017થી શરૂ થવાનો હતો પણ હવે તે 1 એપ્રિલ, 2017થી શરૂ થશે.

Related News

શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો Redmi Note4 સ્માર્ટફોન, જાણો તેના ફિચર્સ અને ફિચર્સ

શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો Redmi Note4 સ્માર્ટફોન, જાણો તેના ફિચર્સ અને ફિચર્સ

ચીનની જાણીતી ટેક કંપની શાઓમીએ ભારતમાં પોતોના Redmi Note4 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. શાઓમી Redmi Note

 કુવામાં હોય તો હવાડામાં આવે! માતામાં રહેલા આ ગુણોથી જ જાણી શકાય આવનારું બાળક સ્માર્ટ હશે કે નહીં

કુવામાં હોય તો હવાડામાં આવે! માતામાં રહેલા આ ગુણોથી જ જાણી શકાય આવનારું બાળક સ્માર્ટ હશે કે નહીં

તમે રોજબરોજના જીવનમાં જોતા હશો કે કોઈ બાળક દરેક કાર્યમાં કુશળ છે જ્યારે તેની જ ઉંમરના અન્ય બાળકને તે

ઘરે બેઠાં પણ તમારા ખોવાયેલા કે ચોરી થયેલા સ્માર્ટફોનને શોધી શકાય છે, જાણો કેવી રીતે

ઘરે બેઠાં પણ તમારા ખોવાયેલા કે ચોરી થયેલા સ્માર્ટફોનને શોધી શકાય છે, જાણો કેવી રીતે

જો તમારો મોબાઈલ ખોવાઈ ગયો હોય અને તમને ઘરે બેઠા જ તમારા મોબાઈલનું લોકેશન જાણવું હોય તો? જીહા, એન્ડ્ર


loading...