Sunday, 22, January, 2017

VIDEO: રણજીના ઈતિહાસમાં બીજીવાર ગુજરાતની ફાઈનલમાં એન્ટ્રી, ઝારખંડને 123 રનથી હરાવ્યું, બુમરાહની 6 વિકેટ

PUBLISHED: 07:01 PM, 04 Jan 2017 | UPDATED: 08:01 PM, 04 Jan 2017
http://vtvgujarati.com/news/bumrah-getty.jpg
નાગપુર ખાતે રમાઈ રહેલી બીજી સેમિફાઇનલ મેચમાં ઝારખંડને 123 રને હરાવી ગુજરાત રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોચ્યું છે. રણજીના ઈતિહાસમાં બીજી ગુજરાતની રણજીની ટીમ ફાઈનલમાં પહોંચી છે. ગુજરાત તરફથી જસપ્રિત બુમરાહે સર્વાધિક 6 વિકેટો ઝડપી હતી. જ્યારે આરપી સિંહે 3 વિકેટ ઝડપી હતી. આ પહેલા ગુજરાત 1950-51માં રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોચ્યુ હતું જો કે ફાઇનલમાં તેનો પરાજય થયો હતો.

ગુજરાતે બીજી સેમિ ફાઇનલમાં પ્રથમ ઇનિંગમાં પ્રિયાંક પંચાલના 149 રનની મદદથી 390 રન બનાવ્યા હતા. ઝારખંડની ટીમે વળતો જવાબ આપતા ઇશાક જગ્ગીના આક્રમક 129 રનની મદદથી 408 રન બનાવ્યા હતા અને 18 રનની લીડ મેળવી હતી. ગુજરાતની ટીમ બીજી ઇનિંગમાં 252 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ઝારખંડને જીતવા 234 રનનો પડકાર મળ્યો હતો.

ગુજરાત તરફથી જસપ્રીત બુમરાહે બીજી ઈનિંગમાં છ વિકેટ લીધી હતી. જ્યારે આર.પી.સિંહે 3 વિકેટ લીધી છે. હવે રણજીમાં 10મીએ ફાઈનલ મુકાબલો રમાશે. મુંબઈ અને તામિલનાડુ વચ્ચે રમાઈ રહેલી બીજી સેમિફાઈનલમાં જે ટીમ જીતશે તેની સામે ગુજરાતની ટીમ ઈંદોરમાં ફાઈનલ મેચ રમશે.




Related News

INDvsENG: કોહલીના નેતૃત્વમાં ભારતનો 2-0થી શ્રેણી વિજય, ભારે રસાકસી બાદ અંતિમ ઓવરમાં જીત, યુવરાજ 'મેન ઓફ ઘ મેચ'

INDvsENG: કોહલીના નેતૃત્વમાં ભારતનો 2-0થી શ્રેણી વિજય, ભારે રસાકસી બાદ અંતિમ ઓવરમાં જીત, યુવરાજ 'મેન ઓફ ઘ મેચ'

ઇંગ્લેન્ડ સામે કટકમાં રમાઇ રહેલી બીજી વન-ડે મેચમાં ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5

2nd વન-ડે: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારતને બેટિંગ સોંપી

2nd વન-ડે: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારતને બેટિંગ સોંપી

કટકમાં ટીમ ઇન્ડિયાનું વનડે મેચોમાં રેકોર્ડ પણ ખુબ સારો છે. ભારતને આ મેદાન વધુ માફક આવે છે...

 અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમને 700 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવાશે, જાણો કેવી કેવી સુવિધાઓ હશે

અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમને 700 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવાશે, જાણો કેવી કેવી સુવિધાઓ હશે

અમદાવાદને મળશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ, મોટેરા સ્ટેડિયમના નવીનીકરણ માટે તેનું ભૂમિ પૂજન


loading...