Sunday, 26, February, 2017

VIDEO: મહેન્દ્ર સિંહ ધોનીએ છોડી વન-ડે અને ટી-20 મેચોમાં કેપ્ટનશિપ, હવે ટીમમાં માત્ર એક ખેલાડી તરીકે રમશે

PUBLISHED: 09:01 PM, 04 Jan 2017 | UPDATED: 10:01 PM, 04 Jan 2017
http://vtvgujarati.com/news/ms-dhoni-pti_m.jpg
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી લોકપ્રિય અને સફળ કેપ્ટનોમાં એક એવા મહેન્દ્રસિંહ ધોનીએ વન-ડે અને ટી-20 મેચમાંથી કેપ્ટનશિપનું પદ છોડ્યું છે. આ વાતથી કેપ્ટન કુલના લાખો અને કરોડો ચાહકોને આધાત લાગ્યો છે. 

ધોનીના કેપ્ટનશિપ પદ છોડવાની જાહેરાત BCCIની ટ્વીટર એકાઉન્ટમાં પણ કરવામાં આવી હતી. પરંતુ તેઓ વન-ડે અને ટી-20 મેચોમાં ટીમના એક મેમ્બર તરીકે રમતા રહેશે પરંતુ કેપ્ટન નહીં હોય. ઘોનીએ ભારત માટે 199 વન-ડે અને 72 ટી-20 મેચોમાં કેપ્ટનશિપ કરી છે. આવનારી ઈંગ્લેન્ડ સિરિઝમાં પણ તે રમતો જોવા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ધોની પોતાને ફિટ હોવાની વાત કરતા હતા. પરંતુ અચાનક કેપ્ટનશિપ છોડવાના કારણ અનેક સવાલો ઉત્પન્ન થાય છે. ધોનીએ આ પહેલા જ બે વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેના કારણમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતાના વન-ડે અને ટી-20 કરિયર પર વધારે ધ્યાન આપવા માંગે છે. જેના કારણે તેમણે નિવૃત્તિનો નિર્ણય લીધો હતો. 


Related News

પૂજા ઘાટકરે 1૦ મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

પૂજા ઘાટકરે 1૦ મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ચીનની મેન્ગ્યાઓ શીએ 252.1 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ મેળવીને નવો વિશ્વવિક્રમ સર્જયો છે...

INDvsAUS: પુણે ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ 256 રને 9 વિકેટ ગુમાવી, ઉમેશ યાદવની 4 વિકેટ

INDvsAUS: પુણે ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ 256 રને 9 વિકેટ ગુમાવી, ઉમેશ યાદવની 4 વિકેટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી પુણે ખાતે શરૂ થયેલી ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ દિવસની રમતના અંતે 94 ઓવરમા

 IPLની 10મી સિઝન માટે દેશ-વિદેશના સ્ટાર ખેલાડીઓની કરાઈ હરાજી, જાણો ક્યા ખેલાડી પર લાગી કેટલાની બોલી

IPLની 10મી સિઝન માટે દેશ-વિદેશના સ્ટાર ખેલાડીઓની કરાઈ હરાજી, જાણો ક્યા ખેલાડી પર લાગી કેટલાની બોલી

ઇન્ડિયન પ્રિમિયર લીગની 10મી સીઝન માટે ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. પ્રથમ સેશનમાં કોઇ ખરીદદાર ન મેળવન


loading...