Thursday, 25, May, 2017

VIDEO: દક્ષિણ આફ્રિકામાં રોડ અકસ્માતમાં ચાર ગુજરાતી યુવાનોના મોત, મૃતકોમાં 3 ભરૂચના અને 1 નડિયાદનો વ્યક્તિ

PUBLISHED: 09:01 PM, 04 Jan 2017 | UPDATED: 10:01 PM, 04 Jan 2017
http://vtvgujarati.com/news/baruch.jpg
દક્ષિણ આફ્રિકામાં રોડ અકસ્માતમાં ગુજરાતના ચાર યુવાનો કાળનો કોળીયો બન્યા હતા. અકસ્માતની સર્જાયેલી આ ઘટનામાં ભરૂચના ત્રણ અને નડિયાદના એક યુવાન મળીને ચારેયના પ્રાણ પંખેરુ ઉડી જતા તેઓના પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો.

દક્ષિણ આફ્રિકામાં રોજીરોટી મેળવવા માટે સ્થાયી થયેલા ભરૂચ તેમજ નડિયાદના યુવાન મિત્રો ડર્બન -જોહાનિસબર્ગ મોટર વે પરથી પોતાની કાર લઈને પસાર થઇ રહ્યા હતા, ત્યારે તેઓની કારને ગમખ્વાર અકસ્માત નડયો હતો. સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ગુજરાતના ચારેય ( 1.સરવર ખાન - ઉ.વ. 38 (ભરૂચ) 2. મોહસીન પટેલ - ઉ.વ.34 (ભરૂચ) 3. યાસીન પટેલ - ઉ.વ.37 (ભરૂચ) 4) જીજ્ઞેશ પટેલ ઉ.વ.36 (નડિયાદ) યુવાનો કરુણ મોતને ભેટ્યા હતા. આ અંગેની જાણ મૃતકોના માદરે વતનમાં થતા પરિવારજનો સહિત ગ્રામજનોએ ઘેરા શોકની લાગણી અનુભવી હતી. ભરૂચના બરેલી ખો વિસ્તારના અને છેલ્લા પંદર વર્ષથી દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયેલા સરવર મેહમુદ ખાન પઠાણ ના પરિવારજનોએ અંગે ની માહિતી આપી હતી.




Related News

ભારત પાકિસ્તાન પર દંડાત્મક કાર્યવાહી કરવાનો વિચાર કરી રહ્યું છે: યુએસ

ભારત પાકિસ્તાન પર દંડાત્મક કાર્યવાહી કરવાનો વિચાર કરી રહ્યું છે: યુએસ

દેશ વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાનો વિચાર કરવામાં...

અમેરિકાએ પોતાના નાગરિકોને આપી ચેતવણી, જરૂરી ન હોય તો,  પાકિસ્તાન યાત્રા ટાળો

અમેરિકાએ પોતાના નાગરિકોને આપી ચેતવણી, જરૂરી ન હોય તો, પાકિસ્તાન યાત્રા ટાળો

ટ્રમ્પ પ્રશાસને આ અંગે ગંભીરતાથી વિચાર કર્યો છે અને પાકિસ્તાનમાં રહેલા અમેરિકી દૂતાવાસમાં પણ કામકાજ.

ટ્રમ્પ પ્રશાસને પાક.ને આપ્યો વધુ એક ઝટકો, પાક.ને અપાતી આર્થિક મદદની રકમને લોન ગણાશે

ટ્રમ્પ પ્રશાસને પાક.ને આપ્યો વધુ એક ઝટકો, પાક.ને અપાતી આર્થિક મદદની રકમને લોન ગણાશે

અમેરિકાની સેનાના વધેલા ખર્ચને પૂરા કરવામાં મદદ મળી રહેશે....


loading...