Wednesday, 24, May, 2017

`અનલિમિટેડ' આનંદ? તમે ઘરે આરામ કરો, તો પણ સરકાર આપશે પગાર, જીહા, મોદી સરકાર...

PUBLISHED: 12:01 PM, 05 Jan 2017 | UPDATED: 08:01 PM, 05 Jan 2017
http://vtvgujarati.com/news/anando1.jpg
આનંદો સરકાર આપશે પગાર!  
આરામ કરો સરકાર આપશે પગાર!  
ફિક્સ આવક  
`અનલિમિટેડ' આનંદ?  

નોટબંધી બાદ પરેશાન જનતાને ખુશ કરી શકે છે મોદી સરકાર. જીહાં મોદી સરકાર દેશના દરેક નાગરિકને દર મહિને આવક તરીકે એક નિશ્ચિત રકમ આપી શકે છે. આ માટે સરકાર યુનિવર્સલ બેસિક ઇનકમ સ્કીમ પર કામ કરી રહી છે, સૂત્રોનું માનીએ તો સરકાર સામાન્ય  બજેટ અને આર્થિક સર્વે દરમિયાન તેનું એલાન કરી શકે છે. આ યોજના અંતર્ગત ગરીબ - અમિરના ભેદભાવ વિના દેશના દરેક નાગરિકેને અમુક ચો[સ રકમ આપવા સરકાર વિચારી રહી છે. જો સરકાર સૌ માટે આ સ્કીમ લાગુ કરવામાં સમર્થ નહીં હોય તો જરૂરિયાત મંદો માટે આ યોજના લાગુ કરવા તો નિશ્ચિતપણે મ[મ છે. દરેક જરૂરિયાતમંદ નાગરિકના ખાતામાં રૂપિયા 500 જમા કરાવીને સરકાર આ યોજનાનો શુભારંભ કરાવી શકે છે, યોજનાથી પ્રાથમિક સ્તરે 20 કરોડ ગરીબ નાગરોકને સૌ પ્રથમ ફાયદો કરાવાશે.  

સરકાર આપશે ફિક્સ પગાર?   
યુનિવર્સલ બેસિક ઇનકમ સ્કીમ પ્રસ્તાવ તૈયાર  
બજેટ, આર્થિક સર્વેમાં થઈ શકે છે એલાન  
ગરીબ-અમિરના ભેદભાવ વિના મળશે લાભ 
જરૂરિયાત મંદોને લાભ આપવા મક્કમ સરકાર  
રૂ. 500 જમા કરાવી થશે યોજનાનો શુભારંભ  
પ્રથમ તબક્કો 20 કરોડ નાગરિકોને મળશે લાભ  

મોદી સરકારે લંડન યુનિવર્સિટીના પ્રોફેસર ગાય સ્ટેન્ડિંગને પ્રસ્તાવ તૈયાર કરવા આપ્યો હતો. મીડિયા રિપોર્ટનું માનીએ તો સરકારના એક ઉચ્ચ અધિકારીએ આ બજેટમાં તેના એલાનની પુષ્ટિ કરી છે. સરકાર આ યોજનાને તબક્કાવાર લાગુ કરશે. પ્રોફેસર ગાયનું માનીએ તો સરકારે મધ્યપ્રદેશની એક પંચાયતના પાયલટ પ્રોજેક્ટ તરીકે આ સ્કીમ પર કામ કર્યું હતું, જેના ખૂબ હકારાત્મક પરિણામો મળ્યા હતા. આ યોજનામાં ગરીબ-અમિર સૈને નિશ્ચિત આવકની વાત કરવામાં આવી છે. પ્રોફેસર ગાય સમગ્ર વિશ્વમાં યુનિવર્સલ બેસિક ઇનકમની વકાલત કર ોછે. જોકે સરકારી અધિકારીઓ બજેટમાં યોજનાના અધિકારીક  એલાન સંદર્ભે મગનું નામ મરી નથી પાડી રહ્યા.  

યુનિવર્સલ બેસિક ઇનકમ શું છે એ વિશે વાત કરીએ હાલ તે અમેરિકા, યુરોપ, કેનેડામાં પ્રાયોગિક ધોરણે અમલી છે. આ એક એવી સરકારી યોજના છે, જે અંતર્ગત દેશના દરેક નાગરિકને સામાજિક સુરક્ષા આપવામાં આવે છે, જે અંતર્ગત દેશના દરેક નાગરિકને સરકાર અથવા અન્ય સરકારી સંસ્થા દ્વારા ખાતામાં અમુક નિશ્ચિત આવક પ્રતિમાસ ફાળવવામાં આવે છે. અન્ય આવક ધરાવતા હોય છતાં વ્યિ~ત આ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે. જ્યાં સરકાર દેશના તમામ નાગરિકોને ન પહોંચી વળે ત્યાં પાર્શલ યુનિવર્સલ બેસિક ઇનકમ સ્કીમ લાગુ પડે છે, જે અંતર્ગત દેશના ગરીબી રેખા નીચેના લોકોને સરકાર આ યોજનાનો લાભ આપે છે.  

શું છે યુનિવર્સલ બેસિક ઇનકમ?   
વિશ્વના ઘણા દેશોમાં લાગુ છે સ્કીમ  
સામાજીક સુરક્ષા સ્કીમ છે UBI  
દરેકને અમુક નિશ્ચિત આવકની ભલામણ 
અન્ય આવક છતાં સરકાર આપે છે રકમ  
પાર્શલ યુનિવર્સલ બેસિક ઇનકમ પણ લાગુ  થઈ શકે  
ગરીબી રેખા નીચેના લોકો માટે અમલી બને છે  

પ્રોફેસર ગાયે એક ખાનગી અખબાર સાથેની મુલાકાતમાં જણાવ્યું છે કે સરકાર બજેટ સર્વેમાં તેમના આ  રિપોર્ટને સામેલ કરવાની છે. ગાયનું માનીએ તો મોદી સરકારનું આ સૌથી બોલ્ડ ડિસિ{ન હશે, અને તે ભારતીય ઇતિહાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે. યુનિવર્સલ  બેસિક ઇનકમ સ્કીમને લઈને વિશ્વભરના નિષ્ણાતોમાં અનેક મંતમતાંર પ્રવર્તી રહ્યા છે, હાલમાં અમેરિકા, યુરોપ, લેટિન અમેરિકા, કેનેડા, આફ્રિકા અને ભારતમાં તેના પાયલટ પ્રોજે~ટ પર કામ થઈ રહ્યું છે.  

Related News

માનવ સેવા... ભાવનગરમાં ચાલે છે ડ્રગ્સ બેંક, જે જરૂરિયાતમંદ દર્દીઓને આપે છે મફતમાં દવા

માનવ સેવા... ભાવનગરમાં ચાલે છે ડ્રગ્સ બેંક, જે જરૂરિયાતમંદ દર્દીઓને આપે છે મફતમાં દવા

વિનામૂલ્યે દવા મળવાથી ગરીબ લોકોને મોટો ફાયદો થઇ રહ્યો છે...

ગુજરાતી યુવાનની કમાલ, ભાવનગરના આ યુવકે બનાવ્યું સોલર સ્કૂટર

ગુજરાતી યુવાનની કમાલ, ભાવનગરના આ યુવકે બનાવ્યું સોલર સ્કૂટર

સરકાર પણ સોલર સીએસ્ટમને મહત્વ આપી રહી છે. ત્યારે આ સોલર સ્કૂટરનો નવો અભિગમ આવકારવા લાયક...


loading...