Sunday, 28, May, 2017

ઈંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી-20 સિરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, વિરાટ કોહલી બન્યો કેપ્ટન, ધોની અને યુવરાજનો સમાવેશ

PUBLISHED: 04:01 PM, 06 Jan 2017 | UPDATED: 04:01 PM, 06 Jan 2017
http://vtvgujarati.com/news/dhoni-kohli-afp_806x605_81483676977.jpg
આ 15મી જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે શરૂ થતી વન-ડે સિરિઝ અને ટી-20 સિરિઝ માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વિરાટ કોહલીને બંને ફોર્મેટના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જે બાદ કોહલી ટેસ્ટ, વન-ડે અને ટી-20 એમ ત્રણે ફોર્મેટમાં કેપ્ટન બની જશે. 

ભારતીય ટીમમાં મહેન્દ્ર સિંહ ઘોની અને યુવરાજ સિંહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે ધોની ટીમમાં માત્ર એક ખેલાડી અને વિકેટકિપર તરીકે રમશે. ઉલ્લેખનીય છે કે ધોનીએ હાલમાં જ વન-ડે અને ટી-20માં કેપ્ટનનું પદ છોડી દીધું હતું. 

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચોની સિરિઝ રમવાની છે. જેની ટીમની જાહેરાત આજે થઈ છે.

ટી-20 સિરિઝ માટે ભારતની ટીમઃ વિરાટ કોહલી ( કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની( વિકેટકિપર), કે.એલ રાહુલ, રિષભ પંત, હાર્દિક પાંડ્યા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ, મનીષ પાંડે, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, આશિષ નેહરા

વન-ડે સિરિઝ માટે ભારતની ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની( વિકેટકિપર), કે.એલ રાહુલ, શિખર ધવન, યુવરાજ સિંહ, અજિંક્ય રહાણે, હાર્દિક પાંડ્યા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મનીષ પાંડે, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, કેદાર જાદવ, ઉમેશ યાદવ, અમિત મિશ્રા

Related News

કુમ્બલેનું ભાવિ અનિશ્ચિત, નારાજ BCCIએ કોચ માટે અરજીઓ મંગાવી

કુમ્બલેનું ભાવિ અનિશ્ચિત, નારાજ BCCIએ કોચ માટે અરજીઓ મંગાવી

તેંડુલકર, ગાંગુલી અને લક્ષ્મણની પેનલ કોચની પસંદગી કરશે...

અનિલ કુંબલેથી નારાજ BCCIએ શરૂ કરી નવા કોચની શોધખોળ

અનિલ કુંબલેથી નારાજ BCCIએ શરૂ કરી નવા કોચની શોધખોળ

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ અનિલ કુંબલેનો કાર્યકાલ પૂરો...

આર. અશ્વિનને વર્ષનો સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જાહેર કરાયો, મળ્યો એવોર્ડ

આર. અશ્વિનને વર્ષનો સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જાહેર કરાયો, મળ્યો એવોર્ડ

મુંબઈમાં ઇંગ્લેન્ડ સામે અંડર-19 વન-ડે સિરીઝમાં સારા પ્રદર્શનને કારણે આ એવોર્ડ અપાયો હતો...


loading...