Friday, 31, March, 2017

વોડાફોન લાવ્યું શાનદાર ઓફર, એક જ રિચાર્જમાં મળશે 4G ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા

PUBLISHED: 05:01 PM, 06 Jan 2017 | UPDATED: 05:01 PM, 06 Jan 2017
http://vtvgujarati.com/news/1430398692-08811.jpg
રિલાયન્સ Jioના લોન્ચ થયા બાદથી જ અન્ય મોબાઈલ કંપનીઓ દિવસેને દિવસે નવી સ્કિમ લઈને આવી રહી છે. હવે વોડાફોન તમારા માટે શાનદાર ઓફર લઈને આવ્યું છે. વોડાફોને પોતાના રેડ પ્લાનમાં ફેરફાર કરીને ગ્રાહકોને અનલિમિટેડ કોલની સુવિધા આપી છે.

આ નવી ઓફર અંતર્ગત વોડાફોન તેના ગ્રાહકોને 255 રૂપિયામાં ઘણું બધું આપવા જઈ રહી છે. કંપનીની નવી ઓફર અંતર્ગત પ્રીપેડ યુઝર્સે 255 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. આ રિચાર્જ ઓનલાઇન, રિટેલર્સ કે વોડાફોન સ્ટોર પર જઈને કરાવી શકાય છે. આ એક મંથલી ઓફર છે અને તે અંતર્ગત મળનારી સુવિધા પર 28 દિવસની વેલિડિટી મળશે.

આ ઓફરમાં કંપની ૪ જીબી 3G/4G ડેટા એક મહિના માટે આપશે. તેમાં ૩ જીબી ડેટા નેટવર્ક કનેકિટવિટી દ્વારા મળશે, જેમાં 1 જીબી માત્ર 4G નેટવર્ક પર જ મળી શકશે. જયારે બાકી 2 જીબી ડેટા 3G સ્પીડમાં મળશે. આ સિવાય વોડાફોન 1 જીબી ડેટા વાઇફાઈ હોટસ્પોટ દ્વારા ગ્રાહકોને આપશે. એટલે કે વોડાફોન યુઝર્સ મનપસંદ હોટસ્પોટ પર જઈને 1 જીબી ડેટાનો ઉપયોગ કરી શકશે. એવું નથી કે આ ઓફરમાં માત્ર મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા યુઝર્સને જ ફાયદો થશે, પરંતુ તે કોલિંગ મામલે પણ ઘણી સારી છે.

આમ તો વોડાફોન 348 રૂપિયાના માસિક રિચાર્જમાં ફ્રી અનલિમિટેડ નેશનલ કોલિંગ એટલે કે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગની સુવિધા આપી રહી છે. પરંતુ આ ઓફર અંતર્ગત ગ્રાહકોને ફકત 255 રૂપિયામાં 28 દિવસ માટે અનલિમિટેડ લોકલ-એસટીડી કોલિંગ સુવિધા મળશે.

Related News

સેમસંગે 2017નો પોતાનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો - આ ફોનના હાઈટેક ફીચર્સ

સેમસંગે 2017નો પોતાનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો - આ ફોનના હાઈટેક ફીચર્સ

આ ફોનની ખાસ વાત એ છે કે, કંપનીએ પ્રથમ વખત તેમાં હોમ બટન આપ્યું નથી...

હવે માત્ર રૂ. 339માં BSNL પણ આપશે 2GB હાઈ સ્પીડ ડેટા અને અનલિમિટેડ કોલ્સ, પ્લાન 2-3 દિવસમાં થશે લાગૂ

હવે માત્ર રૂ. 339માં BSNL પણ આપશે 2GB હાઈ સ્પીડ ડેટા અને અનલિમિટેડ કોલ્સ, પ્લાન 2-3 દિવસમાં થશે લાગૂ

માત્ર 339 રૂપિયામાં BSNL આપશે 2GB હાઈ સ્પીડ ડેટા, કરી શકશે અનલિમિટેડ કોલ્સ...

ક્રેડિટ કાર્ડથી PTM વોલેટમાં રૂપિયા નાંખવા પડશે મોંઘા, હવે આપવો પડશે 2 ટકા એકસ્ટ્રા ચાર્જ

ક્રેડિટ કાર્ડથી PTM વોલેટમાં રૂપિયા નાંખવા પડશે મોંઘા, હવે આપવો પડશે 2 ટકા એકસ્ટ્રા ચાર્જ

આ હત્યા રંગભેદથી પ્રેરિત થઈને કરસાધનો જેવા કે નેટબેંકિંગ અને ડેબિટ કાર્ડ દ્ધારા વોલેટમાં રૂપિયા જમા.


loading...