Friday, 31, March, 2017

નવા વર્ષ પર એરલાઈન્સ કંપનીઓ આપી રહી છે આકર્ષક ઓફરો, જાણો કઈ કંપનીઓ કરાવી રહી છે માત્ર 1000માં મુસાફરી

PUBLISHED: 05:01 PM, 06 Jan 2017 | UPDATED: 05:01 PM, 06 Jan 2017
http://vtvgujarati.com/news/airlines-fine-re.jpg
નવા વર્ષ પર પ્રવાસીઓને આકર્ષવા માટે દેશની એરલાઈન્સ કંપનીઓ આકર્ષિત ઓફરો રજૂ કરી રહી છે. હાલમાં જેટ એરવેઝે, ગોએર અને ઇન્ડિગોએ પણ કેટલાક પસંદગીના રૂટ્સ પર હવાઈ ભાડામાં ડિસ્કાઉન્ટ આપી રહી છે. 

ઇન્ડિગો એરલાઈન્સે પણ આકર્ષક ઓફરો રજૂ કરી છે. જે અંતર્ગત 949 રૂપિયાથી ટિકિટની શરૂઆત થાય છે. આ ટિટિક પણ કેટલાક પસંદગીના રૂટ પર મળી રહી છે. ઇન્ડિગોની આ ઓફર અંતર્ગત બુકિંગનો લાભ તમે 7 જાન્યુઆરી 2017 સુધી લઈ શકો છો. આ છૂટ અંતર્ગત તમે જાન્યુઆરીથી લઈને 13 એપ્રિલ સુધી પ્રવાસ કરી શકો છો. ઇન્ડિગોની આ ઓફર અંતર્ગત કોયમ્બતુરથી ચેન્નઈ 949 રૂપિયા, દિલ્હીથી જયપુર 1042 રૂપિયા, ચેન્નઈથી બેંગલુરુ 1187 રૂપિયા, ચેન્નઈથી દિલ્હી 2832 રૂપિયામાં ટિકિટ બુક કરાવી શકો છો.

જેટ એરવેઝે હાલમાં 'ગેટ સેટ ફોર અ ફ્લાઈંગ સ્ટાર્ટ' નામથી એક સ્કીમ લોન્ચ કરી છે. કંપનીની વેબસાઈટ અનુસાર ઘરેલુ રૂટ પર 999 રૂપિયા (તમામ ટેક્સ સહિત)માં ટિકિટ મળી રહી છે. આ સ્કીમનો લાભ 7 જાન્યુઆરી 2017 સુધી લઈ શકાશે

ગોએર પણ હાલમાં ઓફર અંતર્ગત 1057 રૂપિયામાં ટિકિટ આપી રહી છે. તે અંતર્ગત તમે 31 જાન્યુઆરી સુધી ટિકિટ બુકિંગ કરાવી શકો છો. આ ઓફર દિલ્હીથી જયપુર રૂટ પર મળશે. જયપુરથી દિલ્હી માટે 1267 રૂપિયા અને બેંગલુરુથી ગોવા માટે 1692 રૂપિયામાં ટિકિટ આપવામાં આવી રહી છે.

Related News

Jio પ્રાઈમ મેમ્બરશિપ, ધારણાં કરતાં ઓછા ગ્રાહકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, આગળ વધી શકે છે તારીખ

Jio પ્રાઈમ મેમ્બરશિપ, ધારણાં કરતાં ઓછા ગ્રાહકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, આગળ વધી શકે છે તારીખ

ટેલિકોમ ઉદ્યોગ પર નજર રાખતા રિલાયન્સ જિઓની પ્રાઈમ મેમ્બરશિપ માટે ગ્રાહકો તરફથી નબળો પ્રતિસાદ મળ્યો..

ભારતી એરટેલ ખરીદશે Tikonaનો 4G બિઝનેસ, 1,600 કરોડ રૂપિયામાં થશે ડીલ

ભારતી એરટેલ ખરીદશે Tikonaનો 4G બિઝનેસ, 1,600 કરોડ રૂપિયામાં થશે ડીલ

યૂઝર્સની દૃષ્ટિએ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલે ટિકોના ડિજિટલ નેટવર્ક્સ પાસેથી તેનો 4જી બિઝનેસ

Jioની 99 રૂપિયાવાળી પ્રાઇમ મેમ્બરશિપ મળશે ફ્રી, Jio રિચાર્જ પર 50 રૂપિયાની કેશબેક ઓફર

Jioની 99 રૂપિયાવાળી પ્રાઇમ મેમ્બરશિપ મળશે ફ્રી, Jio રિચાર્જ પર 50 રૂપિયાની કેશબેક ઓફર

303 રૂપિયાનો ટેરિફ પ્લાન વાળા બધા રિચાર્જ પર 50 રૂપિયાનું કેશબેક મળશે...


loading...