Sunday, 22, January, 2017

દમણઃ બર્ડ ફલૂથી થઇ જાઓ સાવધાન, ઉચ્ચ અધિકારીઓની ઇમરજ્ન્સી બેઠક

PUBLISHED: 10:01 AM, 08 Jan 2017 | UPDATED: 10:01 AM, 08 Jan 2017
http://vtvgujarati.com/news/b-f.jpgઅમદાવાદ પછી સંઘ પ્રદેશ દમણમાં પણ બર્ડ ફલૂએ દેખા દીધી હોય તેમ લાગી રહ્યુ છે. સંઘ પ્રદેશ દમણમાં બર્ડ ફલૂનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ચકચાર મચી ગઈ છે. પ્રદેશ સબંધિત વિભાગ દ્વારા બર્ડ ફલૂ અંગે  પોલ્ટ્રી ફાર્મોમાંથી સેમ્પલો લેવા મા આવ્યા હતા ..જેમાંથી  બે સેમ્પલોનાં H5N1 (બર્ડ ફલૂ /એવિયન એનફ્લુએન્જા)નાં રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રદેશમાં ચકચાર મચી ગઈ છે. પ્રદેશમાં બર્ડ ફલૂ અંગે નો રિપોર્ટ પોઝીટીવ આવતાં પ્રદેશનાં ઉચ્ચ અધિકારીઓની એક ઇમરજ્ન્સી બેઠક મળી હતી. જેમાં દમણ કલેકટર, આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં દમણનાં કડયા વિસ્તારને અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો. સાવચેતીનાં ભાગ રૂપે સમગ્ર દમણમાં એક મહિના સુધી મરઘી, ઇંડા, ચિકન અને બતક સહિતનાં પક્ષીઓની હેરાફેરી, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે અને સમગ્ર પ્રદેશને એક મહિના સુધી સર્વેલન્સ ઝોનમાં મૂકવામાં આવ્યો છે અને પ્રદેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એક રેપિડ રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવી છે. સાથે જ પ્રદેશનાં આરોગ્ય અને વેટરનરી વિભાગને આ મામલે લોકજાગૃતી માટે સચેત કરવામાં આવ્યા છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં દમણની તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને દુકાનોમાં આવી ખાદ્યસામગ્રી પીરસવા પર પણ રોક લગાવવામાં આવી છે. આમ રાજ્યનાં પડોશી સંઘ પ્રદેશ દમણમાં હવે બર્ડ ફલૂને લીધે ઊભી થયેલી પરિસ્થિતિને લઇને પ્રદેશનું સમગ્ર તંત્ર એલર્ટ થઇ ગયું છે.

Related News

સુરતમાં ફરી લટ્ઠાકાંડ, 3 યુવકના દારૂ પીવાથી મોત

સુરતમાં ફરી લટ્ઠાકાંડ, 3 યુવકના દારૂ પીવાથી મોત

બન્ને યુવકોના મોત પાછળ દારૂમાં રહેલું ઝેરી પ્રવાહી કારણભુત હોવાનો આક્ષેપ ઠાકોર સેનાએ કરી...

પાટીદાર આંદોલનને વધુ વેગ આપવા SPG હવે રાજ્યભરમાં ઓફિસ ખોલશે

પાટીદાર આંદોલનને વધુ વેગ આપવા SPG હવે રાજ્યભરમાં ઓફિસ ખોલશે

જેનુ ઉદઘાટન લાલજી પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતું...


loading...