Thursday, 25, May, 2017

વર્ષ 2017નું બજેટ ફેબ્રુઆરી માસમાં થશે રજૂ, નોટબંધી બાદ જનતાને ખુશ કરવા સરકાર આપી શકે છે નવી ભેટ, જાણો શું હશે બજેટમાં

PUBLISHED: 04:01 PM, 08 Jan 2017 | UPDATED: 04:01 PM, 08 Jan 2017
http://vtvgujarati.com/news/arun-jaitley-5-story_647_022916020019.jpg
નોટબંધીને પગલે દેશના નાગરિકોને પડેલી હાલાકી અને કેશ ક્રંચ સાથે વર્ષ 2016નો અંત થયો છે. ગત વર્ષ સરકારે લીધેલા બે મોટા નિર્ણયો - જેમાંથી  એક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને બીજો નોટબંધી - આ બંને મોદી સરકારના ખાતે નોંધપાત્ર રહ્યા છે. ત્યારે સરકાર બજેટમાં કેટલીક લોભામણી જાહેરાતો કરી રોષે ભરાયેલી જનતાને ખુશ કરવાનો પ્રયાસ કરશે.  

નોટબંધી બાદ દેશની જનતાએ જે તકલીફોનો સામનો કર્યો છે, તે રોષ કોઈ પણ રીતે શમે એ સરકાર માટે જરૂરી છે, ત્યારે સરકાર આ વર્ષના બજેટમાં કેટલીક રાહતો આપીને દેશની જનતાના ઘાવો પર મલમ લગાવવાનો પ્રયાસ કરશે. વર્ષ 2017નું બજેટ ઐતિહાસિક બની રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. જેમાં બે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. પહેલું તો આ વર્ષે રેલ બજેટ પણ સામાન્ય બજેટ સાથે રજૂ થવા જઈ રહ્યું છે. બીજું સરકાર આ વખતે ફેબ્રુઆરીના અંતમાં નહીં પરંતુ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ બજેટ રજૂ કરવા જઈ રહી છે.  

વર્ષ 2017ના બજેટની વાત કરીએ તો આ વર્ષે બજેટમાં ટેક્સની મર્યાદામાં ઘટાડો કરી સરકાર આમ જનતાને ભેટ આપી શકે છે. હાલમાં ટેક્સ મર્યાદા 2.5 લાખથી વધુ પર 10 ટકા ટેક્સ છે. 5 લાખની આવક પર 20 ટકા, અને 10 લાખથી વધુ પર 30 ટકા ટેક્સ અમલી છે. સરકાર આ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી જનતાને ખુશ કરી શકે છે. આ સાથે સરકાર ગરીબી રેખા નિચેના લોકો માટે યુનિવર્સલ બેસિક ઇનકમ સ્કીમ અંતર્ગત પ્રતિ માસ ફિક્સ આવકનો લાભ આપવાની જાહેરાત કરી શકે છે. આ સાથે જ નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા મથતી સરકાર ઇ-પેમેન્ટ કરનારા લોકો માટે પણ ટેક્સમાં રાહત જાહેર કરી શકે છે.  
  
તો આ તરફ રેલ બજેટ આમ જનતા માટે કેટલાક અણગમતા સમાચાર લઈને આવશે. રેલ મંત્રાલય રેલવેની આવક વધારવાના મૂડમાં છે. રેલ મંત્રાલય સેફ્ટી ફંડ માટે 1 લાખ 20 હજાર કરોડનું ફંડ એકઠું કરવા રેલ ભાડા પર સેસ લાગુ કરવા જઈ રહ્યું છે. આ સેસ રાષ્ટ્રીય રેલ સંરક્ષણ કોષમાં જમા થશે. આ સેસ સ્લીપર, સેકેન્ડ ક્લાસ તેમજ થ્રી યાર એસી પર લાગુ થશે, જ્યારે વન અને ટુ ટાયર એસી પર તે નહિવત દરે લાગુ થશે.  

Related News

BSNLએ શરૂ કરી સેટેલાઈટ ફોન સર્વિસ, એરોપ્લેનથી લઈને બેસમેન્ટ સુધી નહીં રહે નેટવર્કની સમસ્યા

BSNLએ શરૂ કરી સેટેલાઈટ ફોન સર્વિસ, એરોપ્લેનથી લઈને બેસમેન્ટ સુધી નહીં રહે નેટવર્કની સમસ્યા

આ સર્વિસ આંતરરાષ્ટ્રીય મોબાઇલ સેટેલાઈન ઓર્ગેનાઈઝેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે...

GSTમાં DTH, સિનેમા, કેબલ સેવા થશે સસ્તી, ચૂકવવો પડશે ઓછો ટેક્સ

GSTમાં DTH, સિનેમા, કેબલ સેવા થશે સસ્તી, ચૂકવવો પડશે ઓછો ટેક્સ

કેબલ ઉપરાંત સ્માર્ટફોન, મેડિકલ ઉપકરણ, આયુર્વેદિક અને હોમ્યોપથિક દવાઓ અને સિમેન્ટના ભાવ પણ ઘટશે...

ટેક્સટાઈલ અને ગારમેન્ટની નિકાસના ટાર્ગેટમાં સરકારે કર્યો ઘટાડો

ટેક્સટાઈલ અને ગારમેન્ટની નિકાસના ટાર્ગેટમાં સરકારે કર્યો ઘટાડો

નોટબંધીની અસર પણ ટેકસટાઈલ સેકટર પર જોવા મળી...


loading...