Wednesday, 24, May, 2017

વોડાફોનની નવી ઓફર, માત્ર 16 રૂપિયામાં આપશે અનલિમિટેડ 3G અથવા 4G ડેટા

PUBLISHED: 04:01 PM, 08 Jan 2017 | UPDATED: 09:01 PM, 08 Jan 2017
http://vtvgujarati.com/news/vodafone-superhour-offervodafone.jpg
દેશની દિગ્ગજ ટેલીકોમ ઓપરેટર કંપની વોડાફોને શુક્રવારે SuperHour સ્કીમની જાહેરાત કરી. જે અંતર્ગત યૂઝર્સને માત્ર 16 રૂપિયાની કિંમત પર એક કલાક સુધી અનલિમિટેડ 3G અથવા 4G ડેટા મળશે. ઉપરાંત વોડાફોનના નેટવર્કમાં જ 7 રૂપિયામાં અનલિમિટેડ વોયસ કોલ્સની ઓફર પણ કરી છે. તેની વેલિડિટી એક કલાક રહેશે.

આ વાતની જાહેરાત વોડાફોન ઇન્ડિયાના મુખ્ય કમર્શિયલ ઓફિસર (સીસીઓ) સંદીપ કટારિયાએ કરી હતી. તેમણે કહ્યું કે, SuperHour અંતર્ગત તમે એક કલાક સુધી નક્કી કિંમત પર અનલિમિટેડ ડેટાનો ઉપયોગ અને ડાઉનલોડ કરી શકો છો. ઉપરાંત ગ્રાહક વોડાફોનથી વોડાફોન પર એક કલાક સુધી અનલિમિટેડ કોલ માટે સાત રૂપિયાનું પેક લઈ શકે છે. આ ઉપરાંત Vodafoneએ અનલિમિટેડ કોલિંગ પ્લાન પણ રજૂ કર્યો છે. જેમાં 499 રૂપિયાના માસિક પ્લાનની સાથે અનલિમિટેડ કોલિંગ કરી શકાશે. તેની સાથે જ તમને 2જીબીનો વધારાનો ડેટા પણ મળશે. 

ઉલ્લેખનીય છે કે, વોડાફોને રેડ પ્લાન 499થી શરૂ થાય છે. પહેલા 499 રૂપિયાના પ્લાનમાં દર મહિને 1 જીબી 3જી અથવા 4જી ડેટાનીસાથે 700 મિનિટ લોકલ અને નેશનલ કોલ અને 500 એસએમએસ મળતા હતા.

વોડાફોન ઇન્ડિયાએ ઉત્તરાખંડ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પોતાની વોડાફોન સુપરનેટ-4જી સેવા શરૂ કરી છે. દેહરાદુન, હરિદ્વાર, અલીગઢ, નૈનીતાલ અને અન્ય મુખ્ય વ્યાપારિક, પર્યટન અને શૈક્ષણિક કેન્દ્રોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, માર્ચ 2017 સુધી વોડાફોનની 4જી સેવા ક્ષેત્રના અન્ય મુખ્ય નગર અને શહેરમાં શરૂ થઈ જશે.

Related News

પ્રભાસની અગામી ફિલ્મ આવશે 'સાહુ', પ્રભાસ સાથે પૂજા હેગડે જોડી જમાવે તેવી શક્યતા

પ્રભાસની અગામી ફિલ્મ આવશે 'સાહુ', પ્રભાસ સાથે પૂજા હેગડે જોડી જમાવે તેવી શક્યતા

જેમાં કેટરિના, આલિયા, પ્રિયંકા અને દિપીકાના નામની ચર્ચા છે. જોકે આમાં કેટલી વાસ્તવિકતા છે અને કેટલી.

હવે તમે પોતાનો ATM પિન ભૂલી જાઓ તો, ચિંતા નહી,  ટૂંક સમયમાં જ આવશે બાયોમેટ્રિક કાર્ડ

હવે તમે પોતાનો ATM પિન ભૂલી જાઓ તો, ચિંતા નહી, ટૂંક સમયમાં જ આવશે બાયોમેટ્રિક કાર્ડ

ટૂંક સમયમાં જ બાયોમેટ્રિક કાર્ડ દ્વારા પોતાની આંગળીના નિશાનથી જ ચૂકવણી કરી શકાશે...

JIO ધન ધના ધન ઓફરના લાભ માટે, કરાવવું પડશે 408 રૂપિયાનું રીચાર્જ, 84 દિવસ સુધી 1 જીબી ડેટા મળશે

JIO ધન ધના ધન ઓફરના લાભ માટે, કરાવવું પડશે 408 રૂપિયાનું રીચાર્જ, 84 દિવસ સુધી 1 જીબી ડેટા મળશે

જો તમે જિઓ યૂઝર છો અને પહેલા જ 99+303નું રીચાર્જ કરાવી ચૂકયા છે તો તમારે કોઈ રીચાર્જ કરાવવાની જરૂરત.


loading...