Sunday, 26, February, 2017

આજે PM મોદી આવશે ગુજરાત, જાણો - તેમનો પુરા બે દિવસનો કાર્યક્રમ

PUBLISHED: 09:01 AM, 09 Jan 2017 | UPDATED: 09:01 AM, 09 Jan 2017
http://vtvgujarati.com/news/modi173.jpg
આજે પીએમ મોદી ગુજરાત આવી રહ્યાં છે. પીએમ શું કરવાના છે તે જાણવા સૌ કોઈ આતુર છે. પ્રધાનમંત્રીના બે દિવસના કાર્યક્રમની વાત કરીએ તો, પીએમ મોદી આજે બપોરે બે કલાકે દિલ્હીથી આવશે, અને તેના અડધો કલાકમાં જ રાજભવનમાં બેઠક એક બેઠક કરશે. ત્યારબાદ તેઓ 4.30 કલાકે રેલવે સ્ટેશનનું ભૂમિપૂજન કરશે, અને 5.45 કલાકે ટ્રેડ શોનું ઉદ્ઘાટન ઉદ્ઘાટન કરશે. તો 6.20 કલાકે  ઈન્ટરનેશનલ સ્ટોક એકસચેન્જનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ 7.00 કલાકે સાયન્સ સિટીમાં એક્ઝિબિશન ખુલ્લું મૂકશે. પીએમ મોદીના 10 જાન્યુઆરીના કાર્યક્રમ પ્રમાણે, તેઓ સવારે 10 કલાકે સીએમ રૂપાણી સાથે બેઠક કરશે, અને 3.30 કલાકે વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ 6.30 કલાકે CEO કોન્કલેવમાં ભાગ લેશે અને રાત્રે 8.00 કલાકે આમંત્રિત મહેમાનો સાથે ડિનર કરશે. ત્યારબાદ પીએમ દિલ્હી જવા માટે રવાના થશે. આમ પીએમનો બે દિવસનો કાર્યક્રમ અતિ વ્યસ્ત રહેશે. 

મોદી ગાંધીનગર રેલ્વે સ્ટેશનના નવીનીકરણ પ્રોજેકટનુ ખાત મૂહૂર્ત કરશે
ગાંધીનગર રેલ્વે સ્ટેશનના નવીનીકરણ પ્રોજેકટનુ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 9મી એ ખાત મૂહૂર્ત કરાશે. મોદીના વિઝન અનુરૂપ આ રેલ્વે સ્ટેશનને વિશ્વ સ્તરનુ બનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. પ્રોજેકટનો કુલ અંદાજિત ખર્ચ 250 કરોડનો રહેશે. જેમાં રેલ્વે સ્ટેશનના નવીની કરણ ઉપરાંત 300 રૂમ ધરાવતી બહુમાળી 5 સ્ટાર હોટેલ પણ અહી બનશે. અહીં બની રહેલી હોટેલની વિશેષતાઓની વાત કરવામાં આવે તો દેશભરમા રેલ્વે ટ્રેક પર નિર્માણ પામનારી આ પ્રથમ હોટેલ હશે.   

ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન થશે
ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોનું ઉદ્ઘાટન PM મોદીના હસ્તે કરવામાં આવશે. આજે રોજ ગ્લોબલ ટ્રેડનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ગ્લોબલ ટ્રેડ શોમાં 1500 જેટલા સ્ટોલ્સ રાખવામાં આવશે અને વિશ્વભરના ઉત્પાદનોનુ ટ્રેડ આ શોમાં પ્રદર્શનમાં મુકવામાં આવશે તારીખ 12 અને 13 જાન્યુઆરીના રોજ આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે. તથા આ ટ્રેડ શોમાં 14 થીમ પેવેલિયન રખાશે અને આ સમગ્ર વિસ્તારમાં ફ્રિ વાઈફાઈની સુવિધા આપવામાં આવી છે. 
 
ગુજરાત સમીટનો પ્રારંભ કરાશે
પીએમ નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત સમીટનો પ્રારંભ કરશે. જ્યારે 13 જાન્યુઆરી સુધી ચાલનાર વાઈબન્ટ સમિટમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વાઈબન્ટની સુરક્ષાને લઈને 5 હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે સુરક્ષામાં ગોઠવાયેલા જવાનો ખાસ બિઝનેસ લુકમાં પણ જોવા મળશે. સુરક્ષાની જો વાત કરવામાં આવે તો 4 IG અને DIG , 15 SP , 8 ACP ,50 DYSP, 125 PI ,300 PSI ,400 મહિલા પોલિસ, 300 ટ્રાફિક જવાનો , ચેતક કમાન્ડો ટીમ, SRPની 7 કંપની, 10 બોમ્બ ડિસ્પો{લ સ્કવોર્ડ, ક્વીક રિસ્પોન્સ ટીમ તૈનાત રાખવામાં આવશે. જ્યારે એરપોર્ટથી VVIPઓની સુરક્ષા શરુ થઈ જશે, અને એરપોર્ટથી લઈને મહાત્મા મંદિર સુધીના માર્ગ પર સઘન પોલિસ ખડે પગે રહેશે. આ સમિટમાં દેશ વિદેશના ઉધોગપતિઓ અને નેતાઓ ઉપસ્થિત રહેશે. 

Related News

આજે બજેટ, ગુજરાતની તીજોરી થઈ તળિયા જાટક, નોટબંધી ગુજરાત સરકારને પડી મોંઘી

આજે બજેટ, ગુજરાતની તીજોરી થઈ તળિયા જાટક, નોટબંધી ગુજરાત સરકારને પડી મોંઘી

નોટબંધી તથા મંદીની ભયાનક અસર, સરકારને 58.61 ટકા જેટલી જ આવક થઇ...

ગુજરાત બજેટ 2017-18, જુઓ પળેપળની માહિતી

ગુજરાત બજેટ 2017-18, જુઓ પળેપળની માહિતી

નાણામંત્રી નીતિન પટેલ રજૂ કરશે બજેટ, બપોરના 1 વાગ્યા બાદ રજૂ થશે બજેટ...

નોટબંધી ગુજરાત સરકાર માટે નુકસાન પુરવાર, ગુજરાતની તિજોરી તળિયા ઝાટક છે

નોટબંધી ગુજરાત સરકાર માટે નુકસાન પુરવાર, ગુજરાતની તિજોરી તળિયા ઝાટક છે

નાણાકીય વર્ષના નવ મહિના દરમિયાન સરકારની ધારણા કરતા આવક માત્ર 58 ટકા જ થઇ છે...


loading...