Thursday, 23, March, 2017

ભારતને પાંચમી વન ડે શ્રેણી જીતવાની તક, ઈંગ્લેન્ડની ટીમનું ભારતમાં આગમન

PUBLISHED: 11:01 AM, 09 Jan 2017 | UPDATED: 11:01 AM, 09 Jan 2017
http://vtvgujarati.com/news/ind-eng.jpg
ભારતને ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે સળંગ પાંચમી વન ડે શ્રેણી જીતવાની તક મળી છે. ભારત સામે ત્રણ વન ડેની શ્રેણી રમવા માટે આવી પહોંચેલી ઈંગ્લેન્ડની ટીમે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં નેટ પ્રેકટિસ કરી હતી. 

મોર્ગનની કેપ્ટન્સી હેઠળની ટીમને ભારતની ધરતી પર યાદગાર દેખાવ કરવાની આશા છે. જ્યારે કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે સળંગ પાંચમી વન ડે શ્રેણી જીતવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે.

ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડની ટીમ સૌપ્રથમ વખત 1981માં ભારત પ્રવાસમાં વન ડે શ્રેણી રમી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી રમાયેલી આઠમાંથી પાંચ વન ડે શ્રેણીમાં ભારત વિજેતા બન્યુ છે, જ્યારે ઈંગ્લેન્ડને એકમાત્ર વન ડે શ્રેણી જીતવામાં સફળતા મળી છે.  

Related News

રાંચી ટેસ્ટ: સાહા અને પુજારાએ 69 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

રાંચી ટેસ્ટ: સાહા અને પુજારાએ 69 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધ સાતમી વિકેટની ભાગીદારી માટે રેકોર્ડ સ્થાપિત કર્યો...


loading...