Sunday, 26, February, 2017

અમેરિકામાં 20 વર્ષનું સૌથી ભયાનક હિમતોફાન, અકસ્માતોની વણઝાર, હાઈવે બંધ કરાયા

PUBLISHED: 11:01 AM, 09 Jan 2017 | UPDATED: 11:01 AM, 09 Jan 2017
http://vtvgujarati.com/news/america8.jpg
અમેરિકામાં વીસ વર્ષનું સૌથી ભયાવહ્ હિમતોફાન સર્જાયુ છે. કેલિફોર્નિયામાં છ ફૂટ બરફ પડયો છે. કનેક્ટિકટમાં લપસણા રસ્તા અને ધુમ્મસના કારણે 25 કાર એકબીજા સાથે અથડાઈ. જેને લઇ ઈન્ટરસ્ટેટ હાઈ વે બંધ કરાયો છે. 

રાજ્યોમાં ભયાનક બર્ફીલું વાવાઝોડું આવતા 7.30 કરોડથી વધારે લોકોનું જનજીવન ઠપ થઈ ગયું છે. તો ઉત્તર અને દક્ષિણ કેરોલિનામાં કેટલાંક સ્થળે વીજ પુરવઠો ખોરવાયો, હવાઈ સેવા પણ સંપૂર્ણપણે બંધ કરાયો અને ન્યૂયોર્ક સિટીમાં પણ અનેક રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. 

આ દરમિયાન ઠંડીના કારણે ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે અનેક શહેરોના હાઈ વે પર અકસ્માતોની વણઝાર સર્જાતા લોકો રસ્તા વચ્ચે ફસાઈ ગયા છે.તો  હજુ બે દિવસ હિમવર્ષા અને વરસાદની આગાહી હવામાન ખાતાએ આપી છે. 

બર્ફીલું વાવાઝોડું 
અમેરિકામાં 20 વર્ષનું સૌથી ભયાવહ્ હિમતોફાન
કેલિફોર્નિયામાં છ ફૂટ બરફ પડયો
હિમવર્ષાને પગલે 7.૩૦ કરોડ લોકોનું જીવન ઠપ
ધુમ્મસના કારણે 25 કાર એકબીજા સાથે અથડાઈ
ઈન્ટરસ્ટેટ હાઈ વે બંધ કરાયો
હજુ બે દિવસ હિમવર્ષા અને વરસાદની આગાહી

Related News

અમેરિકને 'અમારા દેશમાંથી નીકળી જાઓ' કહી ત્રણ ભારતીય પર ગોળીબાર કર્યો, એકનું મોત, બેની હાલત ગંભીર

અમેરિકને 'અમારા દેશમાંથી નીકળી જાઓ' કહી ત્રણ ભારતીય પર ગોળીબાર કર્યો, એકનું મોત, બેની હાલત ગંભીર

આ હુમલો બુધવારે ઓલેથ શહેરના ઓસ્ટિન બાર એન્ડ રેસ્ટોરન્ટમાં થયો...

અમેરિકામાં ગેરકાયદે રહેતા સવા કરોડ ઈમિગ્રન્ટ્સને હાંકી કઢાશે, ટ્રમ્પ સરકારે રજૂ કરી બે નવી પોલિસી

અમેરિકામાં ગેરકાયદે રહેતા સવા કરોડ ઈમિગ્રન્ટ્સને હાંકી કઢાશે, ટ્રમ્પ સરકારે રજૂ કરી બે નવી પોલિસી

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લાખો લોકોને દેશમાંથી બહાર કાઢવામાં આવે તેવો ખતરો પેદા થઇ ગયો છે. કા

ફરીવાર બ્લાસ્ટથી ધ્રૂજ્યું પાકિસ્તાન, લાહોરમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં વિસ્ફોટથી 8નાં મોત, 15થી વધૂ ઈજાગ્રસ્ત

ફરીવાર બ્લાસ્ટથી ધ્રૂજ્યું પાકિસ્તાન, લાહોરમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં વિસ્ફોટથી 8નાં મોત, 15થી વધૂ ઈજાગ્રસ્ત

પાકિસ્તાનનું લાહોર શહેર ફરી એકવાર બ્લાસ્ટના ધમાકાથી ધ્રૂજી ગયું છે. શહેરના ડિફેંસ વિસ્તારમાં બ્લાસ્ટ


loading...