Thursday, 25, May, 2017

Vibrant gujarat 2017ની માહિતી, જાણો - PM મોદીનો આજનો પુરો કાર્યક્રમ, કયા મહેમાન રહેશે સમિટમાં હાજર

PUBLISHED: 10:01 AM, 10 Jan 2017 | UPDATED: 06:01 PM, 10 Jan 2017
http://vtvgujarati.com/news/vibrant-summit-2017.jpg
PM મોદીનો આજનો કાર્યક્રમ
પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. અને આજે તેમના રોકાણનો બીજો દિવસ છે. ત્યારે આજના તેમના કાર્યક્રમ પર નજર કરીએ તો, આજે સવારે 9-00 કલાકે નોબેલ ડાયલોગ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ બપોરે 3.30 કલાકે વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરશે. ત્યાર બાદ સાંજે 6.30 કલાકે ટોચના 50 સીઇઓ સાથે  ટેબલ કોન્ફરન્સ કરશે, અને રાત્રે મહાત્મા મંદિરના ટેરેસ પર ગાલા ડિનર લેશે, અને ત્યાર બાદ રાત્રે 10-00 કલાકે દિલ્લી જવા રવાના થશે. 

તો, આજે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-2017નો પ્રારંભ થશે. પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના હસ્તે ઉદ્ધઘાટન કરાશે. ઉદ્ઘાટન સમારોહ બાદ તેઓ  વિવિધ સ્ટોલ અને પેવેલિયનની લેશે મુલાકાત. આજની સમિટમાં પીએમ મોદી 34 મિનિટનુ ભાષણ આપશે. આ 8મી સમિટમાં 125 મહેમાનોને સ્થાન અપાશે. ઉલ્લેખનિય છે કે પીએમ મોદી 3.30 કલાકથી અઢી કલાક સુધી રોકાશે.કનેક્ટિંગ ઇન્ડિયા ટુ ધ વલ્ડની થીમ સાથે ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટની આઠમી સમિટનું આજે ઉદ્ઘાટન કરશે. 12 દેશ પાર્ટનર કન્ટ્રી તરીકે રહેશે 15 દેશના ડેલીગેશન હાજરી આપશે. 50 ગ્લોબલ સીઇઓ આવશે. નવ નોબલ પારિતોષિક વિજેતાઓ હાજર રહેશે. વિવિધ સેમિનારમાં કેદ્રના 11 મંત્રીઓ હાજર રહેશે. વાઇબ્રન્ટમાં ડે 1 સવારે નોબલ લોરીએટસ સાથે ડાયલોગ્સ અને બપોરે 3:30 કલાકે વાઇબ્રન્ટનું ઉદ્દઘાટન.

PM મોદીનાં હસ્તે કરાશે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન
ગાંધીનગરઃ વાઇબ્રન્ટ સમિટ 2017નો થોડી વારમાં કરાશે પ્રારંભ
5 દેશનાં વડાઓ કરશે સંબોધન
રતન ટાટા, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી કરશે સંબોધન
CMનાં સંબોધન બાદ 9 ઉદ્યોગપતિઓ કરશે સંબોધન
CM વિજય રૂપાણી કરશે સંબોધન

(3:05:10 PM) PM મોદીના હસ્તે થશે વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન


(1:56:21 PM) વાઈબ્રન્ટ ગુજરાત વિશ્વના નકશામાં લઈ જનારુ છેઃ પરિમલ નથવાણી
વાઈબ્રન્ટથી ગુજરાતને આવકમાં મોટો ફાયદો થયોઃ નથવાણી

(1:53:24 PM) ગાંધીનગરઃટ્રેડ શોમાં સેનાનું ત્રણેય પાંખનું શક્તિપ્રદર્શન
સેનાના હથિયારોનું શક્તિપ્રદર્શન
NDRF અને BSFનાં બોર્ડર રેંજ હથિયારનું પ્રદર્શન

(1:28:59 PM) અમદાવાદનાં સાસંદ પરેશ રાવલે ટ્રેડ શોની મુલાકાત લીધી
સરદારનો સંસાર એક્ઝીબિશન પરેશ રાવલે નિહાળ્યું

(1:28:05 PM) અમદાવાદઃ વાઈબ્રંટને સમીટને લઈને અલ્પેશ ઠાકોરનુ નિવેદન
અરાજકતા ન ફેલાય તેથી કાર્યક્રમ પડતો મુક્યોઃ અલ્પેશ
શ્વેતપત્ર બહાર પાડી વાયબ્રન્ટનો ખર્ચ જાહેર કરેઃ અલ્પેશ   
વાયબ્રન્ટનો વિરોધ આજે પણ કરીએ છેઃ અલ્પેશ
દારૂબંધીનાં નામે નેતાઓ, અધિકારીઓ હપ્તા લે છેઃ અલ્પેશ                           
ગુજરાતની અસ્મિતાની દુહાઈ આપતા કાર્યક્રમ પડતો મુક્યો
15 જાન્યુઆરી પછી આશ્ચર્યજનક કાર્યક્રમોઃ અલ્પેશ                       
જીગ્નેશ મેવાણી મારો નાનો ભાઈ છેઃ અલ્પેશ

(1:19:39 PM) વાઈબ્રન્ટનો વિરોધ ટાળવાનો નિર્ણય ભૂલ ભરેલોઃઅલ્પેશ

(1:18:56 PM) અમદાવાદઃઅલ્પેશ ઠાકોરનું નિવેદન
જિજ્ઞેશ મેવાણી સહિતના કાર્યકર્તઓને નહી છોડાય તો વાઈબ્રન્ટનો વરોધઃઅલ્પેશ

(1:15:06 PM) ગાંધીનગરઃરાજ્યપાલ ઓપી કોહલી મહાત્મા મંદિર પહોચ્યાં
પૂર્વ સીએમ આનંદીબહેન પટેલ મહાત્મા મંદિર પહોચ્યાં.

(1:13:34 PM) અમારી અમુલ કંપની સાથે ચર્ચા ચાલી રહી છે
પોર્ટ ડેવલોપમેન્ટમાં પણ મહત્વની ચર્ચા ચાલે છે

(1:10:24 PM) માઈનિંગ, મશીનરી, એરક્રાફ્ટ સેક્ટરમાં પોલેન્ડ જાણીતુ છે

(1:09:47 PM) ગાંધીનગરઃ પોલેન્ડના ડે.પ્રાઈમ મિનિસ્ટરની પ્રેસ કોન્ફરન્સ
વાઈબ્રંટ ઈવેન્ટ બેઝનેશ અને બિઝનેશમેન માટે મહત્વની
આવતીકાલે 2 મહત્વના એગ્રીમેન્ટ થશે

(1:06:40 PM) પોર્ટુગલના PMનુ એરપોર્ટ પર આગમન
પોર્ટગલના Pm અન્ટોનીયો કોસ્ટો એરપોર્ટથી ગાંધી આશ્રમ જશે  લાઈવ 
રકે

(1:00:33 PM) ગાંધીનગરઃ પોલેન્ડના ડે.પ્રાઈમ મિનિસ્ટરની પ્રેસ કોન્ફરન્સ
ગુજરાતમાં રોકાણ બાબતે થઈ શકે છે જાહેરાતૉ

(12:58:47 PM) પોર્ટગલના Pm એરપોર્ટથી ગાંધી આશ્રમ જશે

(12:56:58 PM) પોર્ટુગલના PMનુ એરપોર્ટ પર આગમન


(12:56:28 PM) અરુણ જેટલી, વેંકૈયા નયડૂ, અનિલ અંબાણી આવશે
આવતીકાલે પીયુશ ગોયલ પધારશે
છત્તીસગઢના CM આજે આવી શકે છે

(12:55:56 PM) 26500 થી  વધુ MOU થશે

(12:54:53 PM) MOU કરવામાં પણ 8મી વાઈબ્રન્ટ નવો રેકોર્ડ .

(12:54:42 PM) ગાંધીનગરઃ8માં વાઈબ્રન્ટ સમિટમાં રેકોર્ડબ્રેક રોકાણ
30 લાખ કરોડથી વધુનુ થશે મુડી રોકાણ
આગાઉ 2015માં થયા હતા 25 લાખ કરોડનુ રોકાણ

(12:49:59 PM) મહારાષ્ટ્રાના CM દેવેન્દ્ર ફડનવીસ મહાત્મા મંદિર પહોચ્યા

(12:45:30 PM) PM નરેન્દ્ર મોદી જાપાનના ઉદ્યોગ મંત્રી સાથે કરશે મુલાકાત

(12:36:30 PM) પોર્ટુગલના વિદેશ મંત્રી અુગસ્ટો સેનટોજ એરપોર્ટ પહોચશે


(12:35:20 PM) પોર્ટુગલના PM અુગસ્ટો સેનટોજ એરપોર્ટ પહોચશે

(12:33:42 PM) ગાંધીનગરઃપોલેન્ડના ડેપ્યુટી PM પ્રેસ કોન્ફરન્સ સંબોધશે
બુલેટ પ્રુફ જેકેટ અને ડેરી ક્ષેત્ર MOUની થઈ શકે છે જાહેરાત

(12:19:06 PM) છત્તીશગઢના વાણિજ્ય મંત્રી અમર અગ્રવાલ એરપોર્ટ પહોચ્યા
સ્ટાર્ટઅપ ઈન્ડીયાથી છત્તીશગઢને પણ લાભઃઅગ્રવાલ

(12:16:39 PM) મહારાષ્ટ્રાના સીએમ દેવેન્દ્ર ફડનવીસ એરપોર્ટ પહોચ્યાં
મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દેવેન્દ્ર ફનનવીસનુ સ્વાગત કર્યુ

(12:03:12 PM) ગાંધીનગરઃ નોબેલ ડાયલોગ કાર્યક્રમમાં રતમગમત મંત્રી રહ્યા હાજર
રાજેન્દ્ર ત્રિવેદીએ Vtvને આપ્યુ નિવેદન
2020ના ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનુ પ્રદર્શન સુધરશે
ગુજરાતી ખેલાડીઓનુ પ્રદર્શન સુધારવા તેમનો DNA ટેસ્ટ કરાશે
ખેલાડીઓની ખાનપાનની આદતો સહીતની માહીતી DNA ટેસ્ટથી મળશે


(11:56:25 AM) વડોદરાઃકોંગ્રેસ દ્વારા વાઈબ્રન્ટ સમિટનો વિરોધ
શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10ની અટકાયત

(11:55:27 AM) અમદાવાદઃએરપોર્ટ પર મહેમાનોનો અવિરત  પ્રવાહ
અનિલ અંબાણી 1. કલાકે એરપોર્ટ પહોચશે

(11:51:51 AM) ગાંધીનગરઃવાઈબ્રન્ટ  સમિટનો ધમધમાટ
 આંતરરાષ્ટ્રીય કંપનીઓના CEOનાં ગાંધીનગરમાં જમવાડો


(11:13:34 AM) સીએમ વિજય રૂપાણી સાથે કરી વનટુ વન મુલાકાત

(11:12:12 AM) ગાંધીનગરઃરશીયાના વાઈસ પ્રેસિડન્ટ સાથે મુલાકાત
રશિયાના વાઈસ પ્રેસિડન્ટ મેતલોવ સાથે મુલાકાત


(11:05:07 AM) ગાંધીનગરઃમહારાષ્ટ્રાના CM ફડનવીસ 2.00 કલાકે અમદાવાદ પહોચશે
3.30 કલાકે વાઈબ્રન્ટ સમિટમાં આપશે હાજરી

(11:05:06 AM) ઈઝરાયેલના ડેલીગેસનનુ એરપોર્ટ પર આગમન
કેન્યાના પ્રમુખનુ એરપોર્ટ પર આગમન
સાઉદી અરેબિયાનુ ડેલીગેસન એરપોર્ટ પર પહોચ્યુ


(11:02:12 AM) અમદાવાદઃ PAAS કન્વિનરોને કરાયા નજરકેદ
વાઈબ્રંટને લઈને કરાયા નજરકેદ
વરુણ પટેલ, દિનેશ બમણિયાને કરાયા નજરકેદ
ગઈકાલથી તેમના ઘરની બહાર મુકાયો છે પોલીસ પહેરો

(10:50:56 AM) અમદાવાદઃ વાઈબ્રંટ સમિટના વિરોધને લઈને જીગ્નેશ મેવાણીની અટકાયત
ગુજરાત યુનિ. પોલીસે કરી અટકાયત
ગુજ. યુનિ.પોલીસ સ્ટેશનમાં જીગ્નેશ મેવાણીને રખાયો
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જીગ્નેશ મેવાણીને રખાયો

(10:44:57 AM) વિશ્વમાં રોબોટિક સાયન્સથી લોકોની તકલીફ વધી
રોબોટથી લોકોની રોજગારી છીનવાઈ રહી છે 
ભારતે આ દિશામાં વિચારવાની જરૂર
ભારતે 19મી સદીના બદલે 21મી સદીમાં કુદકો મારવાની જરૂર
ભુલોનુ પરિવર્તન ન થવુ જોઈએઃ ડેવિડ ગ્રોસ

(10:40:42 AM) ગાંધીનગરઃ જાપાનના મીનીસ્ટર હીરોસીગે સેકોની CM રૂપાણી સાથે મુલાકાત
CM વિજય રૂપાણી સાથે યોજી વન ટુ વન મુલાકાત
પ્લગ એન્ડ પાર્ક ગુજરાતમાં GIDC સાથે શરૂ કરવા થયા MoU

(10:40:36 AM) અમદાવાદઃકોરિયાના સૌનોન કીન એરપોર્ટ પહોંચ્યા
સ્ટાર્ટર ઈન્ડીયા પોલીસી વખાણવા લાયકઃકીન
કોરિયા અને ભારત વચ્ચે પેટ્રોલિયમ MOU સાઈન કરાશે

(10:33:02 AM) SBIના ચેરપર્સન અરૂધંતી ભટ્ટાચાર્ય એરપોર્ટ પહોચ્યા
 રોકાણકારોને વાઈબ્રન્ટથી પ્લેટફોર્મ મળે છેઃભટ્ટાચાર્ય
વાઈબ્રન્ટમાં ડિઝિટલ પેમેન્ટના વધારા પર ધ્યાન અપાશેઃભટ્ટાચાર્ય

(10:30:37 AM) નોબેલ ડોગયોલમાં વિદ્યાર્થીઓની પ્રશ્નોતરીનો પ્રારંભ
વિદ્યાર્થીઓના પ્રશ્નોના નોબેલ વિજેતા વૈજ્ઞાનિકો આપી રહ્યા છે જવાબો

(10:28:18 AM) ઉદ્યોગપતિ જય મહેતા એરપોર્ટ પહોચ્યા

(10:27:56 AM) કોન્સ્યુલ જનરલ સૌનજેમ કીમ એરપોર્ટ પહોચ્યા

(10:27:20 AM) ગાંધીનગરઃવાઈબ્રન્ટ થકી ગુજરાતમાં બુલેટ પ્રુફ જેકેટનુ ઉત્પાદન શક્ય બનશે
બુલેટ પ્રુફ જેકેટનું પરિક્ષણ FSL ગાંઘીનગર ખાતે કરાશે 
બુલેટ પ્રુફ જેકેટને લગતા MOU કરાશે

(10:26:58 AM) કોરિયન ડેલીગેશન એરપોર્ટ પહોચ્યુ

(10:22:27 AM) પોર્ટુગલના એન્ટો નિયા પોસ્કા, ડેલિગેશન સાથે માહાત્માં મંદિરમાં, સરબિયાના વડાપ્રધાન
એલેકઝાન્ડર,ફાન્સના વિદેશ મંત્રી જીન માર્ક, જાપાનના અર્થશાસત્રી હિરોશીશ સેકો
સ્વીડનના શિક્ષણ મંત્રી અન્ના એક્સ્ટ્રોમ
ઓસ્ટ્રીલિયાના ભારતના અમ્બેસેટનર બેરી ઓપરેલ
નેધરનલેન્ડના રાજદૂત મહાત્મા મંદિર ખાતે PM સાથે વનટુ વન બેઠક

(9:55:42 AM) ગાંધીનગરઃવાઈબ્રન્ટમાં નોબલ વિજેતા મહેમાનો જોડે સંવાદ
ડો.ડેવિડ ગ્રોસનું સંબોધન
ટેક્નોલોજીએ લોકોની મૂળભૂત સમજ બદલીઃડો.ડેવિડ
કુદરત માનવ કરતાં વધુ સંતર્ક છેઃડો.ડેવિડ
અત્યારના સંશોધન આવતીકાલને સારી બનાવશેઃડો.ડેવિડ

(9:46:00 AM) ગાંધીનગરઃડો.અડા યોનાથનુ સંબોધન 
ડો.અડા યોનાથને રાસયણ સંશોધનમાં મળ્યુ છે નોબલ પ્રાઈઝ
સંશોધન એટલે નવુ જ્ઞાનઃયોનાથ

(9:36:46 AM) અમદાવાદઃઓસ્ટેલીયન ડેલિગેશન એરપોર્ટ પહોચ્યું

(9:31:56 AM) અમદાવાદઃકેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનુ એરપોર્ટ પર આગમન
ઉદ્યોગમાં ગુજરાત આગળ પડતુ રાજ્યઃચૌધરી

(9:22:59 AM) શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ અને રાજેન્દ્ર ત્રિવેદી કાર્યક્રમમાં હાજર

(9:20:58 AM) સ્વિડનના મીનીસ્ટર એન્ના એક્સટ્રોંગનુ વક્તવ્ય
શિક્ષકોએ સંશોધન પર ભાર મુકવો જોઈએઃ એન્ના
મહિલાઓ માટે શિક્ષણને વ્યાપ વધવો જોઈએઃ એન્ના
પુરુષ-મહિલા બંન્નેને શિક્ષિત બનાવવા જોઈએઃ એન્ના

(9:06:37 AM) અમદાવાદઃએરપોર્ટ પર મહેમાનોનો અવિરત પ્રવાહ
US સેક્રટરી નીશા બીશવાલનુ એરપોર્ટ પર આગમન
સાઉથ કોરિયાના સોનસ્યુન કીનનું એરપોર્ટ પર આગમન

(9:03:24 AM) PM મોદી મહાત્માં મંદિર પહોચ્યાં


વાઇબ્રન્ટ સમિટમાં હાજર રહેનારા મહાનુભાવો
વાઇબ્રન્ટ સમિટમાં હાજર રહેનારા મહાનુભાવોની વાત કરીએ તો સુઝુકીના CEO તોસીહીરો ઈમર્સન ઈલેકટ્રોનિક કંપનીના CEO ડેવિડ એનફેર,  રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણી, બીરલા ગ્રૂપના કુમાર મંગલમ્ ઉપસ્થિત  રહેવાના છે. આ ઉપરાંત એસ્સાર ગ્રુપના શશી રૂઈઆ,  અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી,  અરવિંદ મિલના સંજય લાલભાઈ,  સુઝલોન ગ્રૂપના તુલસી તંતી, અને  લાર્સન એન્ડ ટુર્બો ગ્રૂપના એ.એમ.નાઈક ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત  આંતરરાષ્ટ્રીય કંપનીઓના CEO પણ ઉપસ્થિત રહેશે, જેમાં  પૈલ હરમિન, કાર્વ બેનેટ, માર્ક એલાન, સિગારૂ મોરાયૈમા  એરિક ટેપયર, જોન બનાર્ડ લેવી, રિચાર્ડ બુસ્કોનો સમાવેશ થાય છે. વધુંમા અનેક દેશોના ટોચના ઉદ્યોગપતિઓ અને  ડેલિગેશન ઉપસ્થિત રહેશે.

હિરાબા સાથે મુલાકાત કરી
વાયબ્રન્ટ સમિટને લઇને પીએમ મોદી બે દિવસીય ગુજરાતમાં છે, ત્યારે વહેલી સવારે પીએમ મોદી પોતાની માતા હિરાબાને મળવા રાયસણ પહોંચ્યા હતાં, માત્ર બે કારના કાફલા સાથે મોદી  તેમના ભાઇના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં અને માતા હિરાબાને મળ્યા હતાં અને તેમનાં આશિર્વાદ લીધા હતાં, ઠંડીના ચમકારા વચ્ચે મોદી એક શાલ ઓઢીને માતા હીરાબાને મળવા દોડી આવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ ડીસાની મુલાકાત દરમિયાન મોદી માતાને મળ્યા હતાં અને થોડી ક્ષણ પસાર કરી હતી. 

લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
તો આ તરફ વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2017ને લઇને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ઉપરાંત ગ્લોબલ સમિટમાં આવનારના ઇન્વીટેશન કાર્ડની ચકાસણી કરીને તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મુલાકાતીઓ પર ઝીણવટ ભરી નજર રાખવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલાને તૈનાત કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત લોકોનાં સામાનની ચકાસણી માટે પણ ખાસ સ્કેનર મશીન દ્વારા તપાસ થઇને તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 

CM અને PM વચ્ચે બેઠક યોજાશે
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક કરશે. આ બેઠકમાં રાજ્યના વહીવટી બાબતે સમીક્ષા કરવામાં આવશે.


તો, RBI ગવર્નર ઉર્જિત પટેલ આજે અમદાવાદ આવી રહ્યાં છે. તેઓ હોટલ તાજ ઉમ્મીદ ખાતે પહોચશે, અને વાઇબ્રન્ટ સમિટમાં લેશે ભાગ   

વાઈબ્રન્ટ સમિટના આરંભના એક દિવસ પહેલા ગુજરાતમાં પધારેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વિકાસના ત્રણ બીજ રોપ્યા છે. જેનાથી ગાંધીનગરને આર્થિક વેગ મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. Related News

28મીથી રાજયવ્યાપી હડતાળ માટે દુકાનદારો મક્કમ, રાજય સરકારના સમજાવટના પ્રયાસો ચાલુ

28મીથી રાજયવ્યાપી હડતાળ માટે દુકાનદારો મક્કમ, રાજય સરકારના સમજાવટના પ્રયાસો ચાલુ

જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં બેઠક, રેશનિંગ દુકાનદાર એસો.ના પ્રમુખ ઉપસ્થિત...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગેહલોત ગુજરાતની મુલાકાતે, કોંગ્રેમાં કોઈ નારાજગી નથી: ગેહલોત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગેહલોત ગુજરાતની મુલાકાતે, કોંગ્રેમાં કોઈ નારાજગી નથી: ગેહલોત

ગેહલોત કોંગ્રેના અગ્રણી નેતા શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીને મળીને આંતરિક ખેંચતાણના કારણો વિશે.

આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકના કાર્યક્રમમાં ખુદ DY.CM નીતિન પટેલ મીઠી ઊંઘ લેતા કેમેરામાં થયા કેદ

આફ્રિકન ડેવલોપમેન્ટ બેંકના કાર્યક્રમમાં ખુદ DY.CM નીતિન પટેલ મીઠી ઊંઘ લેતા કેમેરામાં થયા કેદ

આવું અનેક વખત બન્યું છે કે, કોઇ સરકારી કાર્યક્રમ હોય ત્યારે પદાધિકારીઓ સહિત નેતાઓ પણ મીઠી ઊંઘ માણી..


loading...