Thursday, 27, April, 2017

`સહકારી' સાંઠગાંઠ, સહકારી બેંકમાં કાળુનાણું કરાયું સફેદ, IT તપાસમાં ચોંકાવનારા ખુલાસા

PUBLISHED: 10:01 AM, 10 Jan 2017 | UPDATED: 10:01 AM, 10 Jan 2017
http://vtvgujarati.com/news/money3.jpg
નોટબંધીની જાહેરાત બાદ કાળાનાણાને સફેદ કરવા માટે લોકોએ અનેક રસ્તાઓ અપનાવ્યા. અને તેમાં કાળા નાણાના કુબેરોને મદદ કરી છે સહકારી બેન્કોએ. 

`સહકારી' સાંઠગાંઠ 
સહકારી બેંકમાં કાળુનાણું કરાયું સફેદ 

ઇનકમ ટેક્સે દેશભરમાં સહકારી બેન્કોમાં કામકાજના તરીકા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિભાગે દાવો કર્યો છે કે, સહકારી બેન્કોએ નોટબંધી દરમિયાન મોટાપાયે કાળાનાણાને સફેદ કર્યા છે. સહકારી બેન્કોએ કાળાનાણાને સફેદ કરવાનો એક અવસર તરીકે ઉપયોગ કર્યો છે. 

સહકારી બેંકો કાળાનાણાને સફેદ કરવામાં લાગી 
વિભાગે એક રિપોર્ટ જારી કરીને કહ્યું છે કે, અધિકારીઓએ જોયું કે, 8 નવેમ્બર બાદ બેન્કમાં કાળાનાણાને ઠેકાણે લગાવવા માટે મોટા પાયે લાગી ગયા છે. પ્રધાનમંત્રી નરેદ્ર મોદી 8 નવેમ્બરે જ 500 અને એક હજારની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ પ્રકારની ગેરકાનૂની ગતિવિધિઓમાં અનેક પ્રકારે સાઠગાંઠ જોવા મળી છે. 

બ્લેકને વ્હાઇટ કરવાનો ગેરકાનૂની રસ્તો અપનાવ્યો 
બ્લેકને વ્હાઇટ કરવાનું 8 કરોડનું કૌભાંડ 

આ બેન્કોમાં મોટી માત્રામાં ધનરાશિને કાળામાંથી સફેદ કરવા માટે ગેરકાનૂની રસ્તો અપનાવ્યો છે. ઇનકમ ટેકસની તપાસમાં જાણવા મળ્યું છે કે, એક મામલામાં એક નાના ગામ રાજસ્થાનના અલવરમાં બેંકના ડિરેકટર્સે 90 શંકાસ્પદ ઓળખ ધરાવતા 90 લોકોના નામ પર લોન મેળવીને 8 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.

બેનામી ખાતા અને લોકરોમાંથી મળી મોટી રકમો 
તો મેનેજમેન્ટે બે કરોડના કાળાનાણાને સફેદ કરવા માટે તેનો ઉપયોગ કર્યો છે. જયપુરની એક સહકારી બેન્કમાં દોઢ કરોડ રૂપિયા બેંકના ક્લિયરિંગ હાઉસના ઓરડાના કબાટમાં મળી આવ્યા. વિભાગે અનેક શહેરોમાં બેનામી ખાતા અને લોકરમાંથી મોટી માત્રામાં રકમ મળી આવી છે. જેમાં સોલાપુર, સૂરત અને રાજસ્થાનના જયપુરની બેન્કો પણ સામેલ છે. 

કાળાનાણાને સફેદ કરવામાં મદદે આવી સહકારી બેંક
સહકારી બેંકોએ નોટબંધીનો અવસર તરીકે ઉપયોગ કર્યો
ઇનકમ ટેક્સ વિભાગની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

Related News

ગુજરાતી યુવાનની કમાલ, ભાવનગરના આ યુવકે બનાવ્યું સોલર સ્કૂટર

ગુજરાતી યુવાનની કમાલ, ભાવનગરના આ યુવકે બનાવ્યું સોલર સ્કૂટર

સરકાર પણ સોલર સીએસ્ટમને મહત્વ આપી રહી છે. ત્યારે આ સોલર સ્કૂટરનો નવો અભિગમ આવકારવા લાયક...

કેન્સરનાં દર્દીની એક માત્ર અરજી પર SCએ મોબાઇલ ટાવર બંધ કરાવ્યો

કેન્સરનાં દર્દીની એક માત્ર અરજી પર SCએ મોબાઇલ ટાવર બંધ કરાવ્યો

હરીશ ચંદ તિવારી કે જેને વર્તમાનમાં એવું કામ કરી બતાવ્યું છે કે...

ઉશ્કેર ગામમાં થાય છે રામના સાક્ષાત દર્શન, અહીં

ઉશ્કેર ગામમાં થાય છે રામના સાક્ષાત દર્શન, અહીં "રામ રામ" બોલવાથી રામકુંડના પાણીમાં થાય છે પરપોટા

રામેશ્વર મહાદેવ મંદિરમાં રામકુંડ જ્યાં સ્નાન કરવાથી ચામડીના રોગોમાંથી મુક્તિ મળે છે...


loading...