Tuesday, 24, January, 2017

અંકલેશ્વર: કાગડા, શ્વાન જેવા પ્રાણીના રહસ્યમય મોત, ગ્રામજનોમાં ફફડાટ

PUBLISHED: 12:01 PM, 10 Jan 2017 | UPDATED: 12:01 PM, 10 Jan 2017
http://vtvgujarati.com/news/prani.jpg
રાજ્યમાં બર્ડફ્લુનો ભય હજૂ શાંત  પડયો નથી ત્યા અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે કોઈ કારણોસર કાગડા,શ્વાન સહિતના પ્રાણીઓ મોતને ભેટતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પ્રાણીઓના રહસ્મય રીતે મોતને ભેટતા ગ્રામજનો ભયભીત થયા છે. લગભગ 15 જેટલા કાગડા અને અન્ય વનીયર જીવ મોતને ભેટી રહ્યા છે. ઘટનાને પગલે જિલ્લા આરોગ્ય અને લોક સંશોધન વિભાગની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.  

અંકલેશ્વર તાલુકાનામાંડવા ગામના ગ્રામજનો કાગડા, શ્વાન સહિતના શેરીના પ્રાણીઓ રહસ્યમય રીતે મોતને ભેટતા ખુબજ ભયભીત થઇ ગયા છે.અંદાજિત 15 જેટલા કાગડા,શ્વાન અને વનીયર જેવા અબોલ જીવો મોતને ભેટી રહ્યા છે.  
 
માંડવા ગામના ખેતરો,શેરીઓ માંથી મૃત કાગડા અને શ્વાન મળી આવ્યા છે. જે અંગેની જાણ ભરૂચ જિલ્લા લોક સંશોધન અધિકારી ડો.રમેશ નાઈ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમની ટીમ સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.  
 
લોક સંશોધન અધિકારી ડો.રમેશ નાઈએ જણાવ્યુ હતુ કે માંડવા ગામમાં કાગડા અને શ્વાન તેમજ વનીયરના રહસ્યમય મોત પાછળ પ્રાથમિક દૃષ્ટિએ તો ખોરાકી ઝેરની અસર હોવાનું લાગી રહયુ છે. જોકે મૃત પક્ષી અને શ્વાનના લેબોરેટરી પૃથક્કરણ અર્થે નમૂના લઈને તપાસ કરવામાં આવી રહી છે, જેના રિપોર્ટ બાદ જ ઘટનાનું સાચું કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં બર્ડ ફલૂ ના રોગથી ફફડાટ છે ત્યારે તંત્ર દ્વારા સતર્કતા દાખવીને જરૂર પગલાં લેવામાં આવી રહયા છે.માંડવા ગામે પણ પશુપક્ષીના મોતના પગલે નવો કોઈ રોગ પ્રસરી રહ્યો હોવાની દહેશત પણ લોકો વ્યત કરી રહ્યા છે. 

Related News

ભરૂચ: ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો ગાંજાનો જથ્થો ઝડપાયો

ભરૂચ: ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો ગાંજાનો જથ્થો ઝડપાયો

પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા બે લાખ 23 હજાર બસ્સો આડત્રીસ રોકડા પણ જપ્ત કર્યા છે...

ભરૂચ: ITનું સર્ચ ઓપરેશન, સોની વેપારીઓમાં ફફડાટ

ભરૂચ: ITનું સર્ચ ઓપરેશન, સોની વેપારીઓમાં ફફડાટ

સી.પોપટલાલ અને જે.કે. જવેલર્સનાં શોરૂમ પર ITવિભાગે દરોડા હાથ ધરતાં માલેતુજારોમાં ફફડાટ...

અરૂણ જેટલીના દત્તક ગામમાં નોટબંધીની કોઈ તકલીફ નહી, દરેક બેંક, ATMમાં પૈસા ખુટે નહીં તેનું ખાસ રખાય છે ધ્યાન

અરૂણ જેટલીના દત્તક ગામમાં નોટબંધીની કોઈ તકલીફ નહી, દરેક બેંક, ATMમાં પૈસા ખુટે નહીં તેનું ખાસ રખાય છે ધ્યાન

નાણામંત્રી અરૂણ જેટલીના ગામના લોકોએ હાલાકી ભોગવવાને બદલે સમસ્યાનું હલ શોધી લીધું છે...


loading...