Tuesday, 24, January, 2017

કચ્છમાં ઠંડીનું મોજુ, માંડવી 9.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું

PUBLISHED: 12:01 PM, 10 Jan 2017 | UPDATED: 12:01 PM, 10 Jan 2017
http://vtvgujarati.com/news/cold3.jpg
કચ્છમાં ઠંડીનું મોજું શરૂ થયા પછી દરિયાકિનારે આવેલું માંડવીમાં લઘુત્તમ 9.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે.  જ્યારે નલિયા 10.2 ડિગ્રી સાથે ચોથા ક્રમે પહોંચી ગયું હતું. 

આ મોસમમાં પહેલીવાર ઠંડીનો પારો 10.9 ડિગ્રીએ પહોંચતાં શહેરીજનોએ રાત્રે અને સવારે તીવ્ર ઠાર અનુભવ્યો હતો. કંડલા એરપોર્ટમાં લઘુત્તમ ઉષ્ણતામાન 11.2 અને પોર્ટમાં 11.7 ડિગ્રી નોંધાતાં ગાંધીધામ શહેરી સંકુલમાં ટાઢોડું છવાયેલું રહ્યું હતું. 

આ બધા મથકોએ ઉત્તર દિશામાંથી વાતા પવનની સરેરાશ ગતિ 16 કિમી રહેતાં ટાઢ વધુ પ્રભાવીત બની હતી. ભુજના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચાલુ અઠવાડિયે ભુજમાં ઠંડી સહેજ ઘટીને 11થી 13 ડિગ્રી રહેવાની સંભાવના છે. 

કચ્છ  :કચ્છ કોલ્ડવેવ 
માંડવીમાં લઘુત્તમ તાપમાન 9.5 ડિગ્રી
રાજયનું સૌથી ઠંડુ શહેર માંડવી 
શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા
ઠંડીથી બચવા તાપણાનો સહારો
ચાલુ અઠવાડિયે   ભૂજમાં ઠંડી 11થી 13 ડિગ્રી રહેશે 
મોસમમાં પહેલીવાર ઠંડીનો પારો 10.9 ડિગ્રીએ પહોંચ્યો

બીજીબાજુ, રાજધાની દિલ્લીમાં ઠંડીનું જોર વધ્યું છે. કાતિલ ઠંડીનો સામનો કરતા લોકોને વધુ ઠંડી સહન કરવાનો વારો આવ્યો છે. દિલ્લીમાં તાપમાન 6 ડિગ્રી પર પહોંચતા ઠંડીનો ઉત્તરોત્તર વધારો થયો છે. ત્યારે અત્યાર સુધીમાં દિલ્લીનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. આ ઉપરાંત દિલ્લી-NCRમાં કાતિલ ઠંડીના કારણે જનજીવનને માઠી અસર પડી છે. 

દિલ્લીમાં ઠંડીનું વધ્યું જોર 
તાપમાન 6 ડિગ્રી પહોંચ્યું  
દિલ્લીમાં અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ 
દિલ્લી-NCRમાં કાતિલ ઠંડી 
શિમલામાં ફરી બરફ વર્ષા 

Related News

કચ્છની ધરતી પર ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, લોકમાં ચિંતા

કચ્છની ધરતી પર ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, લોકમાં ચિંતા

રાપર, ભચાઉ, લખપત, ભુજ, દૂધઇની ફોલ્ટ લાઇન સક્રિય થઇ, સતત ભુકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે...

કચ્છ: ભુજમાંથી રૂ. 34000ની 2000ના દરની નકલી નોટ ઝડપાઈ

કચ્છ: ભુજમાંથી રૂ. 34000ની 2000ના દરની નકલી નોટ ઝડપાઈ

એલસીબીની ટીમે રૂ. 2 હજારના દરની 17 નકલીનોટ ઝડપાયેલા આરોપી પાસેથી જપ્ત કરી હતી...

રાજ્યમાં નલીયામાં સૌથી વધારે ઠંડું રહ્યું, માઉન્ટ આબુમાં પારો - 2.4 પર પહોંચ્યો

રાજ્યમાં નલીયામાં સૌથી વધારે ઠંડું રહ્યું, માઉન્ટ આબુમાં પારો - 2.4 પર પહોંચ્યો

તો નખી લેકનું પાણી પણ થીજી ગયું. તાપમાન ઘટતાં લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવાનો વારો આવ્યો...


loading...