Thursday, 27, April, 2017

હવે ઘરે બેઠાં ઝડપથી રેલવેની ટિકીટ બુક કરો, IRCTC લોન્ચ કરાશે એપ

PUBLISHED: 05:01 PM, 10 Jan 2017 | UPDATED: 05:01 PM, 10 Jan 2017
http://vtvgujarati.com/news/irctc_connect_android_app.jpg
ટ્રેનમાં પ્રવાસ કરનારાઓ માટે એક સારા સમાચાર છે. પ્રવાસી ટૂંકમાં જ ઝડપથી ટિકિટ બુક કરાવી શકશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ નિગમ (આઈઆરસીટીસી) એક નવી ટિકિટ એપ લોન્ચ કરશે. તેમાં ટિકિટની ઝડપી બુકિંગ વ્યવસ્થા સહિત અનેક વિશેષતાઓ હશે. હાલમાં IRCTCની વેબસાઈટ અને એપથી ટ્રેન ટિકિટો બુક કરાવી શકાય છે, જેમાં ઘણો સમય લાગે છે.

રેલવે મંત્રાલયના એક અધિકારી અનુસાર હાલમાં IRCTC કનેક્ટ લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ છે. IRCTC રેલ કનેક્ટ એપ દ્વારા ઝડપથી અને સરળતાથી ટ્રેન ટિકિટ બુક કરાવી શકાશે.

IRCTC ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગનું કામકાજ જોવે છે. આવતા સપ્તાહે આ એપને યૂઝર્સ માટે અનુકૂળ અને ઝડપી બનાવવાની પ્રવાસીઓની માગને પૂરી કરવા માટે IRCTC રેલ કનેક્ટ ઔપચારિક રીતે જારી કરશે.

નવી ટિકિટ બુકિંગ એપ નેક્સ્ટ જનરેશન ઈ-ટિકિટ સિસ્ટમ પર કામ કરશે. આ એપ ટિકિટ બુકિંગ વેબસાઈટની સાથે એકબીજા સાથે કામ કરશે જે હાલની એપમાં ઉપલબ્ધ નથી. નવી એપમાં પ્રવાસી સર્ચ ઉપરાંત ટ્રેન ટિકિટ બુક કરાવી શકશે. બુક કરવામાં આવેલ ટિકિટની સ્થિતિ અને તેને રદ્દ કરવાનું શક્ય થશે. એપમાં પ્લાન કરવામાં આવેલ પ્રવાસનું એલર્ટ પણ મળશે.

Related News

MCD પરિણામોની શેરબજાર પર અસર, સેન્સેક્સ 30 હજારને પાર તો નિફ્ટીએ 6 હજારની સપાટીએ

MCD પરિણામોની શેરબજાર પર અસર, સેન્સેક્સ 30 હજારને પાર તો નિફ્ટીએ 6 હજારની સપાટીએ

આજ સવારથી BSE અને NSEમાં સારી લેવાલીના પગલે સેન્સેક્સમાં સુધારો જોવા મળ્યો...

RILએ TCSને પાછળ છોડી, બની સૌથી મૂલ્યવાન કંપની

RILએ TCSને પાછળ છોડી, બની સૌથી મૂલ્યવાન કંપની

RILએ TCSને પાછળ છોડી, બની સૌથી મૂલ્યવાન કંપની, ચાર વર્ષ બાદ ફરીથી તે ટોચ પર પહોંચી RIL...

JIOએ 4G ડાઉનલોડ સ્પીડમાં માર્ચમાં IDEA-Airtelને પાછળ છોડ્યા, JIOની ડાઉનલોડ સ્પીડ 16.48 MBPS રહી

JIOએ 4G ડાઉનલોડ સ્પીડમાં માર્ચમાં IDEA-Airtelને પાછળ છોડ્યા, JIOની ડાઉનલોડ સ્પીડ 16.48 MBPS રહી

16 MBPSની સ્પીડ પર એક યૂઝર બોલીવુડ મૂવીને માત્ર પાંચ મિનિટમાં ડાઉનલોડ કરી શકે છે...


loading...