Sunday, 26, February, 2017

અમેરિકાની સંસદમાં ભારતને ડિફેન્સ પાર્ટનર બનાવવા માટે પાસ કરાયું બિલ, 618 અબજ ડોલરના બજેટને મળી મંજૂરી

PUBLISHED: 06:01 PM, 10 Jan 2017 | UPDATED: 06:01 PM, 10 Jan 2017
http://vtvgujarati.com/news/obama-modi1.jpg
અમેરિકન કોંગ્રેસે ભારત સાથેના એક મહત્વપૂર્ણ કરારને મંજૂરી આપી દીધી છે. અમેરિકાએ ભારતને મહત્વપૂર્ણ ડિફેન્સ પાર્ટનર બનાવવા માટે 618 અબજ ડોલરના બજેટને મંજૂરી આપી દીધી છે. હવે પ્રમુખ બરાક ઓબામાના હસ્તાક્ષર સાથે જ ભારત અમેરિકાનું અગત્યનું ડિફેન્સ પાર્ટનર બનશે.
 
અમેરિકાના નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ અંતર્ગત ૨૦૧૭ના ભારતના સંદર્ભમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ બિલને પસાર કરવામાં આવ્યું છે. અમેરિકન સેનેટમાં 375 વિરૃદ્ધ 34 મત સાથે ભારતને અમેરિકાનું મુખ્ય ડિફેન્સ પાર્ટનર બનવા માટેનું બિલ મંજૂર કરાયું છે. અમેરિકન સેનેટે 618 અબજ ડોલરનું માતબર બજેટ એ માટે ફાળવ્યું છે. 
 
હવે આ બિલમાં પ્રમુખ બરાક ઓબામાના હસ્તાક્ષર થશે એટલે ભારત અમેરિકાનું ડિફેન્સ પાર્ટનર બની જશે. પ્રમુખના હસ્તાક્ષર માટે બિલને વ્હાઈટ હાઉસમાં મોકલી દેવામાં આવ્યું હતું. ઓબામાની છેલ્લી અને અંતિમ ટર્મ પૂરી થાય તે પહેલાં ભારત સાથેના એક મહત્ત્વપૂર્ણ કરારમાં તેમના હસ્તાક્ષર થશે.

Related News

અમેરિકને 'અમારા દેશમાંથી નીકળી જાઓ' કહી ત્રણ ભારતીય પર ગોળીબાર કર્યો, એકનું મોત, બેની હાલત ગંભીર

અમેરિકને 'અમારા દેશમાંથી નીકળી જાઓ' કહી ત્રણ ભારતીય પર ગોળીબાર કર્યો, એકનું મોત, બેની હાલત ગંભીર

આ હુમલો બુધવારે ઓલેથ શહેરના ઓસ્ટિન બાર એન્ડ રેસ્ટોરન્ટમાં થયો...

અમેરિકામાં ગેરકાયદે રહેતા સવા કરોડ ઈમિગ્રન્ટ્સને હાંકી કઢાશે, ટ્રમ્પ સરકારે રજૂ કરી બે નવી પોલિસી

અમેરિકામાં ગેરકાયદે રહેતા સવા કરોડ ઈમિગ્રન્ટ્સને હાંકી કઢાશે, ટ્રમ્પ સરકારે રજૂ કરી બે નવી પોલિસી

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લાખો લોકોને દેશમાંથી બહાર કાઢવામાં આવે તેવો ખતરો પેદા થઇ ગયો છે. કા

ફરીવાર બ્લાસ્ટથી ધ્રૂજ્યું પાકિસ્તાન, લાહોરમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં વિસ્ફોટથી 8નાં મોત, 15થી વધૂ ઈજાગ્રસ્ત

ફરીવાર બ્લાસ્ટથી ધ્રૂજ્યું પાકિસ્તાન, લાહોરમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં વિસ્ફોટથી 8નાં મોત, 15થી વધૂ ઈજાગ્રસ્ત

પાકિસ્તાનનું લાહોર શહેર ફરી એકવાર બ્લાસ્ટના ધમાકાથી ધ્રૂજી ગયું છે. શહેરના ડિફેંસ વિસ્તારમાં બ્લાસ્ટ


loading...