Tuesday, 24, January, 2017

નોકિયાએ લોન્ચ કર્યો પહેલો Android સ્માર્ટફોન, જાણો કેટલી છે કિંમત અને તેમા શું છે ખાસ ફીચર્સ

PUBLISHED: 07:01 PM, 10 Jan 2017 | UPDATED: 07:01 PM, 10 Jan 2017
http://vtvgujarati.com/news/nokia6.jpg
વર્ષોની રાહ જોયા બાદ આખરે નોકિયા બ્રાન્ડનો પ્રથમ એન્ડ્રોઈડ સ્માર્ટફોન Nokia 6 લોન્ચ થયો છે. HMD ગ્લોબલની પાસે નોકિયા બ્રાન્ડના સ્માર્ટફોન રજૂ કરવાના એક્સક્લુસિવ રાઈટ છે. કંપનીએ હાલમાં આ ફોન ચીનમાં લોન્ચ કર્યો છે. 

કંપની અનુસાર આ ગૂગલની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 7.0 નોગટ પર કામ કરે છે, એટલું જ નહીં આ હેન્ડસેટમાં પાવરફૂલ હાર્ડવેર પણ આપવામાં આવ્યું છે. આ 4GB રેમ અને 64GBની ઇન્ટરનલ મેમરી સાથે લૉન્ચ થયો છે.

  • આ ફોન 5.5-ઇંચ (1920 x 1080 પિક્સલ) 2.5D કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે, કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રૉટેક્સન છે. 
  • પ્રોસેસરની વાત કરીએ તો Octa-Core Qualcomm Snapdragon 430, 64-bit પ્રૉસેસર, Adreno 505 GPU સાથે ફોન આવશે.
  • ફોનમાં 4GB LPDDR3 RAM અને 64GB ઇન્ટરનલ મેમરી, 128GB સુધી એક્સપાન્ડેબલ હશે
  • Android 7.0 (Nougat) ઓપરેટિંગ સિસ્ટમ પર ફોન કામ કરશે. આ ફોન Dual SIM સપોર્ટેડ છે.
  • 16MP રિયર કેમેરા, ડ્યૂલ-ટૉન LED ફ્લેશ સાથે ફોન આવશે. ઉપરાંત 8MP ફ્રન્ટ ફેસિંગ કેમેરા, વાઇડ એન્ગલ લેન્સ હશે.
  • ઉપરાંત ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, 4G LTE, WiFi, Bluetooth, GPS, USB OTG કનેક્ટિવિટી મળશે. ફોનમાં 3000mAh built-in બેટરી છે.

હાલમાં આ સ્માર્ટફોન ચીનના બજારમાં JD.com ઉપલબ્ધ છે. તેની કિંમત 1699 યુઆન (અંદાજે 16,750 રૂપિયા) છે. આશા છે ભારતમાં ટૂંકમાં જ આ ડીવાઈસ આવશે

Related News

 હવે દરેક ઓનલાઈન પેમેન્ટ માત્ર અંગૂઠાથી થશે, નહીં રહે કાર્ડની જરૂર

હવે દરેક ઓનલાઈન પેમેન્ટ માત્ર અંગૂઠાથી થશે, નહીં રહે કાર્ડની જરૂર

ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ અને નિરક્ષર લોકો વચ્ચે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર

રિલાયન્સ Jioનો નવો દાવ! દેશમાં 10 લાખ સ્થળોએ લગાવશે ફ્રી Wi-Fi સ્પોટ, દરેક વ્યક્તિ કરી શકશે ઉપયોગ

રિલાયન્સ Jioનો નવો દાવ! દેશમાં 10 લાખ સ્થળોએ લગાવશે ફ્રી Wi-Fi સ્પોટ, દરેક વ્યક્તિ કરી શકશે ઉપયોગ

Reliance Jio દેશના લોકોને ઈન્ટરનેટ પહોંચાડવા માટે નવી યોજના લઈને આવી રહી છે. જે મુજબ કંપની હવે દેશભર

શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો Redmi Note4 સ્માર્ટફોન, જાણો તેના ફિચર્સ અને ફિચર્સ

શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો Redmi Note4 સ્માર્ટફોન, જાણો તેના ફિચર્સ અને ફિચર્સ

ચીનની જાણીતી ટેક કંપની શાઓમીએ ભારતમાં પોતોના Redmi Note4 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. શાઓમી Redmi Note


loading...