Sunday, 22, January, 2017

વાઈબ્રન્ટ સમિટમાં PM મોદીનું સંબોધન, કહ્યું, જ્યાં જ્યાં ગુજરાતી વસે છે, ત્યાં હોય છે સદાકાળ ગુજરાત

PUBLISHED: 08:01 PM, 10 Jan 2017 | UPDATED: 08:01 PM, 10 Jan 2017
http://vtvgujarati.com/news/modi174.jpg
વાઈબ્રન્ટ સમિટમાં પીએમ મોદીએ ઉપસ્થિત રહેલા આમંત્રિતોનો આભાર માન્યો. તેમણે વાઈબ્રન્ટના ભાગીદાર દેશોનો ખાસ આભાર માન્યો. તેમણે કહ્યું કે મહાત્મા અને સરદારની ભૂમિ ગુજરાત બિઝનેસમાં પણ આગળ છે. વૈશ્વિક મંદી હોવા છતા ભારતે વિકાસ કર્યો છે. લોકશાહી એ ભારતની સૌથી મોટી તાકાત છે. તો ગુજરાતીઓના વખાણ કરતા પીએમે કહ્યું કે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં હોય છે સદાકાળ ગુજરાત. કારણ કે ગુજરાતીઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં મિની ગુજરાત બની જાય છે. 

પીએમ મોદીએ કરેલા સંબોધનની ખાસ વાતો પર નજર કરીએ તો, તેમણે કહ્યું કે, ભારતે ગ્લોબલ ગ્રોથમાં 12.5 ટકાનો ફાળો આપ્યો છે. સરકારે એફડીઆઈમાં ઉદારીકરણ કર્યું છે. એફડીઆઈ અઢી વર્ષમાં 130 બિલીયન ડોલર્સને પાર કરી ગઈ છે. તો વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સ આપવામાં પણ ભારત બીજા નંબરે છે. વૈશ્વિક મંદી હોવા છતા ભારતે વિકાસ કર્યો છે. ભારત લોજિસ્ટીક પરફોર્મન્સમાં પણ આગળ છે. ભારત એ દુનિયાનો સૌથી વધુ ઝડપી વિકાસ કરતો દેશ છે. 

તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવો એ જ અમારી સરકારનું ધ્યેય છે. તો પીએમ મોદીએ થ્રીડીની વ્યાખ્યા આપતા કહ્યું કે, ડેમોગ્રાફી, ડેમોક્રેસી અને ડિમાન્ડ ભારતની તાકાત છે. દેશમાંથી ભ્રષ્ટાચાર અને જાતિવાદ નાથવા લોકોએ અમને ચૂંટયા છે. તેમણે દાવો કર્યો કે ટ્રેડ શોમાં 100થી વધુ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા. પીએમે કહ્યું કે, 2020 સુધીમાં દરેક ગરીબને ઘર આપવાનું સપનું છે. સરકારે ગામડાને પણ શહેર જેટલું જ મહત્વ આપ્યું છે.  

Related News

જલીકટ્ટુના સમર્થનમાં PM મોદી, જુઓ શું કહી રહ્યા છે PM મોદી

જલીકટ્ટુના સમર્થનમાં PM મોદી, જુઓ શું કહી રહ્યા છે PM મોદી

જલીકટ્ટુ પરથી પ્રતિબંધ હટાવવાને લઇને વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે...

આસારામ બાપુની ઓજસ્વી પાર્ટી હવે પૂર્વાંચલથી લડશે 150 બેઠક પર ચૂંટણી

આસારામ બાપુની ઓજસ્વી પાર્ટી હવે પૂર્વાંચલથી લડશે 150 બેઠક પર ચૂંટણી

પ્રથમ વાર યૂપી અને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો પાર્ટીમાંથી ઊભા કરવામાં આવ્યા છે...


loading...