Tuesday, 21, February, 2017

શાઓમીએ બજેટ ફોનની શ્રેણીમાં લોન્ચ કર્યો Redmi Note 4 ફોન, જાણો સ્માર્ટફોનના આકર્ષક ફિચર્સ

PUBLISHED: 11:01 PM, 10 Jan 2017 | UPDATED: 11:01 PM, 10 Jan 2017
http://vtvgujarati.com/news/xiaomi_redmi_note_4_1472101571671.jpeg
ભારતીય ફેન્સ માટે 2017ની શરૂઆતમાં શાઓમી એક મોટી ભેટ આપવા જઈ રહ્યું છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ કંપનીનો શાનદાર બજેટ સ્માર્ટફોન રેડમી નોટ-4 19 જાન્યુઆરીએ ભારતમાં લોન્ચ કરશે. કંપનીએ દિલ્હીમાં પોતાની ઈવેન્ટ માટે મીડિયામાં ઈનવાઈટ મોકલવાની શરૂઆત કરી દીધી છે. જોકે, આ ઈનવાઈટમાં સ્પષ્ટ રીતે જણાવ્યું નથી, પરંતુ અટકળો લગાવામાં આવી રહી છે કે, આ ઈવેન્ટમાં રેડમી નોટ-4 લોન્ચ થઈ શકે છે.

  • આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની મેટલ ફિનિશ છે. 
  • રેડમી નોટ 4માં 5.5 ઈંચની સ્ક્રિન આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1080X1920 પિક્સલ છે. 
  • 2.5D કર્વ્ડ ગ્લાસવાળા આ ફોનની ડેન્સિટી 401 PPI છે. ફોનનું પ્રોસેસર પણ લેટેસ્ટ આપવામાં આવ્યું છે. 
  • આમાં ડેટા કોર મીડિયા ટેક હેલિયો X20 પ્રોસેસર આપવામાં આવ્યું છે. 
  • આ ફોનના બંને વેરિયેટમાં 128 જીબી સુધી મેમોરી વધારી શકાશે.

રેડમી નોટ-4 6.0 માર્શમેલો અને કંપનીના નવા ઈન્ટરફેજ MIUI 8 પર ચાલશે. ફોનમાં બે હાઈબ્રિટ સિમ સ્લોટ આપવામાં આવ્યા છે. જેમાં તમે ડ્યુલ સિમ અને એસડી કાર્ડ સ્લોટના રૂપમાં ઉપયોગ કરી શકો છો. આમાં પણ નોટ-3ની જેમ બેક પેનલમાં ફિંગરપિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કંપનીએ આ ફોનમાં f/2.0 એપચર સાથે 13 એમપીનો રિયર કેમેરો આપ્યો છે, જેમાં ડ્યુલ એલઈડી ફ્લેશ પણ આપવામાં આવી છે. આનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો 5 એમપીનો છે

ક્નેક્ટીવિટીની વાત કરીએ તો આમાં જીપીઆરએસ, 4g Volte, બ્લૂટૂથ જીપીએસ, યૂએસબી જેવા ફિચર આપવામાં આવ્યા છે. ફોનને પાવર આપવા માટે 4100 mAhની બેટરી આપવામા આવી છે.

ચીનના માર્કેટમાં રેડમી નોટ 4ના 2 જીબી રેમ અને 16 જીબી મેમોરીવાળા વેરિએટની કિંમત 899 યુઆન (9999 રૂપિયા) અને 3 જીબી રેમ 64 જીબી મેમોરીની કિંમત 1,199 યુઆન (12000 રૂપિયા) છે.

Related News

 સામાન્ય ઘરગથ્થુ ઉપાયોથી દૂર કરો તમારી ખાસીને, જાણો કેવી રીતે

સામાન્ય ઘરગથ્થુ ઉપાયોથી દૂર કરો તમારી ખાસીને, જાણો કેવી રીતે

આમ તો ઉધરસ કોઈ પણ ઋતુમાં થઇ શકે છે. પરંતુ જ્યારે સુકી ઉધરસ થાય છે ત્યારે આપણને ખુબ જ હેરાન કરે છે. સ

હોન્ડાએ લોન્ચ કર્યું CITYનું નવું મોડલ, કિંમત 8.49 લાખ, માઇલેજ 25.6 kmpl

હોન્ડાએ લોન્ચ કર્યું CITYનું નવું મોડલ, કિંમત 8.49 લાખ, માઇલેજ 25.6 kmpl

તેમાં LED ફોગ લાઇટ્સ અને LED DRLને પણ રજૂ કરવામાં આવી છે...

 ચીનની અલીબાબા કંપની ભારતમાં આપશે ફ્રી ઈન્ટરનેટ સેવા

ચીનની અલીબાબા કંપની ભારતમાં આપશે ફ્રી ઈન્ટરનેટ સેવા

ફેસબુક બાદ ચીનની ઇન્ટરનેટ કંપની અલીબાબા ભારતમાં ટૂંકમાં જ ફ્રી ઇન્ટરનેટ સર્વિસ આપી શકે છે. એક અહેવાલ


loading...