Sunday, 22, January, 2017

ભરૂચ: ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો ગાંજાનો જથ્થો ઝડપાયો

PUBLISHED: 10:01 AM, 11 Jan 2017 | UPDATED: 10:01 AM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/ganjo2.jpg
ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ગાંજાનો જથ્થો ભરૂચમાંથી ઝડપાયો છે. ભરૂચના જમ્ભ સરોવર  હોટેલમાંથી પોલીસે પોસડોડા અને અફીણના જથ્થા સાથે હોટેલ સંચાલકને ઝડપી પાડયો હતો. આ કેસમાં અન્ય બે આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. 

ભરૂચ નેશનલ હાઇવેની હોટલોમાં નશાયુક્ત પદાર્થોનું વેચાણ થતું હોવાની  બાતમીને આધારે પોલીસે અહીં રેડ પાડી હતી. રેડ દરમિયાન 11 લાખ, 66 હજાર, 620 ની કિંમતનો 1166.22  કિલોગ્રામ પોસડોડા તથા પોસડોડાનો પાવડર ઉપરાંત 18 હજારની કિંમતનું 900 ગ્રામ અફીણ ઝડપી પાડયું હતું. પોલીસે આ કેસમાં આરોપી તરીકે હોટેલ સંચાલક અંબુલાલ રાયચંદજી બિસ્નોઇની ધરપકડ કરી હતી.  

પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા બે લાખ 23 હજાર બસ્સો આડત્રીસ રોકડા પણ જપ્ત કર્યા છે. દરોડા દરમિયાન કુલ 14 લાખ, 20 હજાર ત્રણસો અઠ્ઠાણુંનો મુદ્દામાલ ઝડપાયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે હોટેલના કિચનમાં જ જુદી જુદી જગ્યાએ ગુણોમાં પોસડોડાનો પાઉડર મળી આવ્યો હતો. અન્ય 8 ગુણોમાં ગ્રાઇન્ડ કરેલ પાઉડર મળી આવ્યો હતો. પોલીસે હોટેલમાંથી ત્રણ મિક્સર ગ્રાઇન્ડર, ત્રણ મોબાઇલ અને એકવજન કાંટો પણ કબ્જે કર્યા હતા.  

Related News

અંકલેશ્વર: કાગડા, શ્વાન જેવા પ્રાણીના રહસ્યમય મોત, ગ્રામજનોમાં ફફડાટ

અંકલેશ્વર: કાગડા, શ્વાન જેવા પ્રાણીના રહસ્યમય મોત, ગ્રામજનોમાં ફફડાટ

હાલમાં ગુજરાતમાં બર્ડ ફલૂ ના રોગથી ફફડાટ છે ત્યારે તંત્ર દ્વારા સતર્કતા દાખવીને જરૂર પગલાં લેવામા...

ભરૂચ: ITનું સર્ચ ઓપરેશન, સોની વેપારીઓમાં ફફડાટ

ભરૂચ: ITનું સર્ચ ઓપરેશન, સોની વેપારીઓમાં ફફડાટ

સી.પોપટલાલ અને જે.કે. જવેલર્સનાં શોરૂમ પર ITવિભાગે દરોડા હાથ ધરતાં માલેતુજારોમાં ફફડાટ...

અરૂણ જેટલીના દત્તક ગામમાં નોટબંધીની કોઈ તકલીફ નહી, દરેક બેંક, ATMમાં પૈસા ખુટે નહીં તેનું ખાસ રખાય છે ધ્યાન

અરૂણ જેટલીના દત્તક ગામમાં નોટબંધીની કોઈ તકલીફ નહી, દરેક બેંક, ATMમાં પૈસા ખુટે નહીં તેનું ખાસ રખાય છે ધ્યાન

નાણામંત્રી અરૂણ જેટલીના ગામના લોકોએ હાલાકી ભોગવવાને બદલે સમસ્યાનું હલ શોધી લીધું છે...


loading...