Friday, 31, March, 2017

સાયકલ નહીં તો ખેડૂત ? મુલાયમ સિંહને મળી શકે ખેડૂતનો સાથ

PUBLISHED: 10:01 AM, 11 Jan 2017 | UPDATED: 10:01 AM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/bycle.jpg
મુલામય સિંહ અને અખિલેશ યાદવ વચ્ચે અધ્યક્ષતા અને પાર્ટી સિમ્બોલને લઇને જંગ છેડાઇ ગઇ છે, અને તેના માટે પિતા પુત્રએ ઇલેક્શન કમિશનમાં ધામા નાખ્યા છે. જો કે ઇસી ચૂંટણી ચિન્હને સીઝ કરી શકે છે. ત્યારે મુલાયમને ખેડૂત સિમ્બોલનો સાથ મળી શકે છે.

સાયકલ નહીં તો ખેડૂત ? 
મુલાયમ સિંહને મળી શકે ખેડૂતનો સાથ 
સુનિલ સિંહ સાથે સિમ્બોલને લઇને થઇ વાતચીત 

સમાજવાદી પાર્ટીનો સિમ્બોલ સી{ કરવામાં આવ્યો તો સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ વર્ષો જૂની પોતાની પાર્ટી તરફ વળી જશે. સાયકલ સિમ્બોલ માટે લડી રહેલા મુલાયમને લોકદળથી હળ ખેંચતા ખેડૂતના જૂના સિમ્બોલનો સપોર્ટ મળી શકે છે. તેની સંપૂર્ણ તૈયારી થઇ ગઇ છે. લોકદળના રાષ્ટ્રીય સુનિલ સિંહ સાથે આ અંગે વાતચીત થઇ ગઇ છે. રાહ માત્ર સાયકલ સિમ્બોલ સી{ થાય તેની જોવામાં આવી રહી છે.

ચૂંટણી ચિન્હ માટે મુલાયમ અને અખિલેશનો દાવો 
EC 13 જાન્યુઆરીએ સંભળાવી શકે નિર્ણય 

મુલાયમ સિંહ અને અખિલેશ યાદવે બન્નેએ ઇલે~શન કમિશનમાં પોતાના દાવા કરી દીધા છે. જેના માટે બન્ને તરફથી અને પુરાવાઓ પણ આપવામાં આવ્યા છે. ટીમ અખિલેશ તરફથી જ્યાં 206 ધારાસભ્યો, 56 એમએલસી સાથે 4000થી વધારે શપથ પત્ર અખિલેશના સમર્થનમાં દાખલ કર્યા છે.. તો બીજી તરફ મુલાયમે રામગોપાલે આયોજિત કરેલા સંમેલનને ગેરબંધારણીય ગણાવ્યું છે. ઇલેક્શન કમિશન આ અંગે 13 જાન્યુઆરીએ નિર્ણય સંભળાવી શકે છે.

EC સાયકલ સિમ્બોલ કરી શકે છે સીઝ 
અમર સિંહ કરી રહ્યા છે સુનિલ સિંહ સાથે વાતચીત
 
ઇસી સિમ્બોલ અને રાષ્ટ્રીય અધ્યક્ષ પદને લઇને સુનવણી કરી શકે છે પણ તેના પહેલા તે સાયકલ સિમ્બોલને સી{ કરી શકે છે, અને ત્યારે મુલાયમ સિંહ અને અખિલેશ યાદવને વિકલ્પ તરીકે નવા સિમ્બોલ આપવામાં આવી શકે છે. ત્યારે અમર સિંહે લોકદળના અધ્યક્ષ સુનીલ સિંહ સાથે આ મુદ્દે લાંબી વાતચીત કરી છે. 

રાજકીય જીવનની શરૂઆત લોકદળ સાથે કરી 
1982માં લોકદળના અધ્યક્ષ બન્યા મુલાયમ 
અમર સિંહ અને શિવપાલ સુનિલ સિંહના સંપર્કમાં 

મુલાયમ સિમ્બોલ સી{ થયા બાદ જૂના દળના નિશાન સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે પણ તૈયાર છે. કારણ કે તેમણે રાજકીય જીવનની શરૂઆત લોકદળથી કરી હતી. મુલાયમને 1982માં લોકદળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓ હજુપણ પોતાને લોકદળના સંસ્થાપક ચૌધરી ચરણશસહના અસલી વારસદાર ગણાવે છે. 1985માં મુલાયમને યૂપીમાં લોકદળને 85 સીટો પર જીત અપાવી હતી. તેના પછી જ તેમને પક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા.. અમર સિંહની સાથે જ શિવપાલ યાદવ પણ સુનિલ સિંહના સંપર્કમાં છે, અને તેમની સાખે વાતચીત કરી રહ્યા છે. જો કે અંતિમ નિર્ણય હવે મુલાયમ સિંહને લેવાનો છે. 

ચૂંટણી ચિન્હ સાયકલ પર પિતા-પુત્રનો દાવો
EC કરી શકે સાયકલ ચિન્હને સીઝ
મુલાયમને મળી શકે લોકદલના ખેડૂતનો સાથ

Related News

કિંગ કોબ્રાને પાણી પીવડાવતો પોલીસ જવાનનો Video Social Mediaમાં થયો વાયરલ, જુઓ આ Video

કિંગ કોબ્રાને પાણી પીવડાવતો પોલીસ જવાનનો Video Social Mediaમાં થયો વાયરલ, જુઓ આ Video

સોશિયલ મીડિયામાં કિંગ કોબ્રાને પાણી પિવડાવતો....

UPમાં મટનનો ગેરકાયદે વેપાર કરતા લોકોની હાલત કફોડી, માર્કેટમાં માસ-મટનની કમી સર્જાઈ

UPમાં મટનનો ગેરકાયદે વેપાર કરતા લોકોની હાલત કફોડી, માર્કેટમાં માસ-મટનની કમી સર્જાઈ

લખનઉમાં 100 વર્ષના લાંબા સમય બાદ કબાબની દુકાનો પર તાળાં લટકતા જોવા મળ્યા હતા...


loading...