Thursday, 27, April, 2017

રાજ્યમાં નલીયામાં સૌથી વધારે ઠંડું રહ્યું, માઉન્ટ આબુમાં પારો - 2.4 પર પહોંચ્યો

PUBLISHED: 12:01 PM, 11 Jan 2017 | UPDATED: 12:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/mount.jpg
ઉતર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે રાજયભરમાં ઠંડીનો ચમકારો વર્તાયો છે. અમદાવાદમાં તાપમાન 12 ડિગ્રીએ પહોંચ્યું હતું. અને ગુજરાતના શહેરો ઠંડાગાર બન્યા હતા. જેને લઇને લોકોએ તાપણાનો સહારો લીધો હતો.
 
અમદાવાદઃરાજ્યભરમાં ઠડીનો ચમકારો
તાપમાન 12 ડ્રિગીએ પહોચ્યુ
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે ઠંડી
ગુજરાતના શહેરો બન્યા ઠંડાગાર
કચ્છઃનલિય બન્યુ ઠંડુગાર
સીઝનનું સૌથી નીચુ તાપમાન નલિયામાં
નલિયામાં 5.4 ડિગ્રી તાપમાન
નલિયામાં ગોત્ર થીઝવત ઠંડી

ઉત્તરભારતમાં ચાલી રહેલી શીત લેહરોની અસર રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળી રહી છે ત્યારે રાજસ્થાન અને ગુજરાત વચ્ચે  આવેલા માઉન્ટ આબુમાં તાપમાનમાં એકાએક નીચે ગયું છે. માઉન્ટ આબુમાં માઇનસ 2 ડિગ્રી તાપમાન પહોંચતા ઠંડીનું જોર વધ્યું છે. પરિણામે પાણી પર પણ બરફના થર જામી ગયા છે. તો નખી લેકનું પાણી પણ થીજી ગયું. તાપમાન ઘટતાં લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

તો વાહનો ઉપર પણ બરફના થર જામી ગયેલાં જોવા મળ્યાં, તો માઉન્ટ આબુમાં ફરવા આવેલા સહેલાણીઓ પણ ભારે ઠંડીમાં ઠુઠવાતા નજરે પડયાં હતાં. મહત્વપૂર્ણ છે કે, આવનારા દિવસોમાં હજું પણ આ પ્રકારની ઠંડી યથાવત રહશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

ઉત્તરભારતમાં કાતિલ ઠંડીએ પોતાનો અસલી મિજાજ બતાવ્યો છે.. અને ઠંડીએ જોર પકડયું છે, ત્યારે જમ્મૂ-કશ્મીર સહિત હિમાચલ અને ઉત્તરાખંડના અનેક ભાગોમાં બરફ વર્ષાના કારણે ઠંડીમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. જેના પરિણામે ઉત્તરભારતના રાજ્યો હરિયાણા, દિલ્લી, યુપીમાં તાપમાનમાં ઘટાડો થયો છે. રાજધાની દિલ્લીમાં તાપમાન 4 ડિગ્રીએ પહોંચ્યું છે, તો આ તરફ રાજસ્થાન અને ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડીનું આગમન થઇ ગયું છે, ગુજરાતમાં નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ છે.

Related News

કચ્છ: મુંદ્રા બંદરેથી 1.50 કરોડનો વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો

કચ્છ: મુંદ્રા બંદરેથી 1.50 કરોડનો વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો

ભારતમાં પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ઝડપાયો, વિદેશથી આયાત કરાયેલી સિગારેટ ઝડપાઈ...

કચ્છમાં આવ્યો ભૂકંપ, 3.4ની તીવ્રતા નોંધાઈ, લોકોમાં ભયભીત થયા

કચ્છમાં આવ્યો ભૂકંપ, 3.4ની તીવ્રતા નોંધાઈ, લોકોમાં ભયભીત થયા

રાપરથી 20 કિમી પશ્વિમમાં કેન્દ્રબિંદુ છે. જોકે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી....

ભુજના ઔતિહાસિક કિલ્લાને ત્રાસવાદી અડ્ડો બનાવાયો, ફિલ્મ શુટિંગ દરમિયાન ભુજિયા કિલ્લા પર ગેરકાયદે પ્રવૃતિ

ભુજના ઔતિહાસિક કિલ્લાને ત્રાસવાદી અડ્ડો બનાવાયો, ફિલ્મ શુટિંગ દરમિયાન ભુજિયા કિલ્લા પર ગેરકાયદે પ્રવૃતિ

કિલ્લાની દિવાલ પર એકે-47નું ચિત્રણ કરવામાં આવ્યું, કિલ્લામાં આરેબીક ભાષામાં લખાણો લખવામાં આવ્યા...


loading...