Tuesday, 24, January, 2017

ગ્રાહકોને આકર્ષવા સુરતના વેપારીનો નવો તુક્કો, સાડી પર છાપી નાખી રૂ.2000 નોટ, જાણો કેટલી છે સાડીની કિંમત

PUBLISHED: 02:01 PM, 11 Jan 2017 | UPDATED: 02:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/2000-sari-new.jpg
વસ્ત્રોની દુનિયામાં સાડીનું વર્ષોથી વર્ચસ્વ રહ્યું છે અને સાડી મહિલાઓની પ્રથમ પસંદગી રહી છે. ત્યારે સુરતની બજારમાં હાલ એક અનોખી સાડીએ આકર્ષણ જગાવ્યું છે. જાણો શુ છે આ સાડીની ખાસિયત જોઇએ અમારા આ ખાસ અહેવાલમાં.

નોટબંધીના આ માહોલ વચ્ચે કેટલીક અનોખી બાબતો પણ સામે આવી રહી છે. જે આપને આશ્ચર્ય ચકીત  કરી દેશે. સરકારે હાલમાં જે 2000 હજાર રૂપિયાની ગુલાબી નોટ બહાર પાડી છે હવે તેવી જ સાડી બજારમાં વેચાતી જોવા મળશે. રૂપિયા 2000ની નોટવાળી પ્રિન્ટેડ સાડી હવે મહિલાઓ જલ્દી જ બજારમાંથી ખરીદી શકશે.  સુરતના એક વેપારીએ આ પ્રકારની સાડી બનાવવાની શરૂઆત કરી છે.  

સુરતના એક કાપડના વેપારીએ મહિલાઓની પસંદને ધ્યાનમાં રાખીને આ ગુલાબી 2000 રૂપિયાની નોટ વાળી સાડી બનાવવાનું શરૂ કર્યું છે. તેથી હવે જલ્દી જ મહિલાઓ બે હજાર રૂપિયાની નોટવાળી સાડીમાં લપેટાયેલી જોવા મળશે. ત્યારે આ સાડીની કિંમત માત્ર 160 રૂપિયા રાખવામાં આવી છે. આ સાડીમાં 504 નોટ પ્રિન્ટ કરાઇ છે અને તે છ મીટરના કાપડમાં તૈયાર કરાઇ છે. વેપારીએ દાવો કર્યો છે કે આ સાડી મહિલાઓને ખૂબ જ પસંદ આવશે. 

હાલ નોટબંધીનાં પગલે તમામ ધંધા રોજગારને આર્થિક બ્રેક લાગી ગઇ છે ત્યારે સુરતના વેપારીઓ સાડી અને ડ્રેસ મટિરિયલ્સમાં નવા નવા ક્રિએશન કરીને મહિલા ગ્રાહકોને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યાં છે.

Related News

 વડોદરા રેલવે સ્ટેશને શાહરૂખને જોવા આવેલી ભીડ પર પોલીસનો લાઠી ચાર્જ, એકનું મોત, બે ગંભીર રીતે ઘાયલ

વડોદરા રેલવે સ્ટેશને શાહરૂખને જોવા આવેલી ભીડ પર પોલીસનો લાઠી ચાર્જ, એકનું મોત, બે ગંભીર રીતે ઘાયલ

રઈસ ફિલ્મના પ્રમોશન માટે શાહરૂખ ખાન આજે રાત્રે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. તેવામાં શાહરૂખની એક

સરકારી અનાજનો બારોબાર સોદો કરતા બે શખ્સો ઝડપાયા, બે ટેમ્પામાંથી મળ્યું 160 બોરી અનાજ

સરકારી અનાજનો બારોબાર સોદો કરતા બે શખ્સો ઝડપાયા, બે ટેમ્પામાંથી મળ્યું 160 બોરી અનાજ

પંચમહાલ જિલ્લા કેટલીક જગ્યા પાર ગરીબોને આપવામાં આવતું સરકારી અનાજ બરોબર વેચાઈ જાય છે. જેમાં પંચમહાલ

સુરત મનપાનો કલાર્ક બાંધકામ પેટે 50 હજારનું બંડલ લેતા ઝડપાયો, જુઓ વીડિયો

સુરત મનપાનો કલાર્ક બાંધકામ પેટે 50 હજારનું બંડલ લેતા ઝડપાયો, જુઓ વીડિયો

સુરત મહાનગર પાલિકાના કલાર્કનો લાંચ લેતો વીડિયો સામે આવ્યો છે. જેમાં કલાર્ક રૂપિયા 50 હજારનું બંડલ લઈ


loading...